________________
૧૨૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
છે શાસ્ત્રોમાં અનેક ઉદાહરણો છે કે છેલ્લે પણ નવકાર મળ્યો ને ફળ્યો, પણ એકેય દષ્ટાંતો એવા નથી કે દુર્ગતિમાં જનાર કોઈ પણ જીવને નવકાર પ્રાપ્ત થયો છતાં પણ સદ્ગતિ અટકી હોય. શેઠે. અજાણ્યા મરતા બળદને નવકાર સંભળાવ્યો તો તે રાજપુત્ર બન્યો ને ચિત્ર રચાવી શેઠને ગોતી કાઢ્યા. નવકાર જાપ = જા (જન્મરૂપી જાતિ) તથા ૫ = પતનકારી પાપોનો ક્ષયકારી ઇલાજ.
(૯) જ્યાં જ્યાં નમસ્કાર ત્યાં ત્યાં ચમત્કાર ભૂતકાળની સત્ય કથાઓ પણ જેને પરિકથા કે બોધપાઠો લાગે તેણે આજના કાળમાં નવકાર પ્રભાવે કોણે કેવા ચમત્કારો અનુભવ્યા તેનાં સચોટ દષ્ટાંતો તેનાં થોકબંધ પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે. જેના હૈયે શ્રી નવકાર તેને કરશે શું સંસાર” નામનું પુસ્તક તે જ સંદર્ભનું અવગાહવા જેવું છે. જૈન શાસનમાં અનેક સંપ્રદાયો જોવા મળે છે, પણ વિવિધતા વચ્ચે પણ એકતા જેવો નવકારમંત્ર રહ્યો છે. સ્વયં આ લેખના લેખકે પણ જીવનમાં નવકારના ચમત્કારનો સાક્ષાત્કાર અનુભવ્યો છે.
(૧૦) નમસ્કારના આરાધક = નમસ્કરણીય સાધક જે મનને ન મન જેવું બનાવી સર્વસ્વ સમર્પણમાં ખર્ચી નાખે છે તે સ્વયં નમન થકી જ નમસ્કરણીય બની જાય છે. પેથડ શાહ જેવા બ્રહ્મચારી શ્રાવકે પણ નવકારની આરાધના કરી ઉજમણું કરેલ છે, ઉપરાંત નામી-અનામી અનેક આરાધકોની સાધના-સફળતાના મૂળ પાયામાં નવકારનો જપ મુખ્ય રહ્યો છે. ૬૮ ઉપવાસથી લઈ ૬૮ એકાસણનો નવકારમંત્રનો તપ પણ આજેય લોકો હોંશે હોંશે કરે છે. ધન્ય છે તે ભાગ્યવંતોને જેમને સંતો કે સ્વજનો પાસેથી સહજમાં જ આ મહામૂલો મંત્ર સંપ્રાપ્ત થયો છે. દરેક તીર્થકરોના શાસનમાં નવકારના શ્રેષ્ઠ આરાધકો અનેક થયા, થાય છે અને થશે. જીવનના ઉત્કર્ષમાં કે સંઘર્ષમાં, સંપત્તિમાં કે વિપત્તિમાં, સમતા સમયે કે વિષમતા વખતે નવકાર એ જ જેઓ સાર સમજી આરાધે છે તેઓની ગતિ-પ્રગતિ અને ઉન્નતિ કોણ અટકાવી શકે છે? મન્ડ જિણાણુની સજઝાયમાં શ્રાવકનાં ૩૬ કર્તવ્યો પૈકી નવકારની આરાધના તે ૧૬મું કર્તવ્ય બતાવ્યું છે.
I
w
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org