SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૧૨૫ માતૃત્વ પ્રતિભાદર્શન લૌકિક સર્વશાસ્ત્રોમાં અને અલૌકિક જૈન જગતમાં પણ માતા-પિતાના ઋણાનુબંધને દુષતિકારક કહ્યો છે . ૪ર પુરુષાર્થોમાં મોલના પુરુષાર્થને પરમતાએ પામવા માનવની ગતિ ચારેય ગતિમાં શ્રેષ્ઠ ઠરેલ છે, તે ગતિમાં પ્રગતિ પામેલ જ જીવાત્મા પદાર્પણ કરી શકે છે, માટે મનુષ્યયોનિમાં પ્રવેશપત્ર પ્રદાન કરનાર માતાનું સ્થાન-માન શાસ્ત્રકારોની દૃષ્ટિએ અનેરું રહ્યું છે–રહેશે. માનવંતા માનવામાં પણ મહામાનવથી ય મહાન તીર્થંતુલ્ય તીર્થકરોની માતાને જ્ઞાનીઓ જગતની માતા તરીકે નવાજે છે. માતા“મારક તત્ત્વો સામે ‘તારક' એવી માધુર્યમૂર્તિ અને પિતા–પિચાશી' તત્ત્વો સામે ‘તારક' બની પ્રગતિપિપાસાની પૂર્તિ જેવાં ગણાય છે. અરે! વધુ તો શું કહેવું, પણ માતા-પિતાને સંસારી સંબંધે ગુરુજન કહેવાય છે પણ સંસારત્યાગીઓના માતા-પિતા જેવા ગુરુને ગુમાતાનું બિરુદ આપી નવાજાય છે. સાધુઓના સંયમની રક્ષા કરતાં પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિરૂપી વિઘાનોને પણ અષ્ટપ્રવચન માતાની માર્મિક ઉપમા આપવામાં આવે છે. ગુરુરૂપી અને પ્રવચનરૂપી માતા માર્ગદર્શક તારક. જૈન-જૈનેતર શાસ્ત્રોમાંથી માતાની માયા, માતાનું વાત્સલ્ય અને માતાની મમતા વિષે વિશેષપણે વિશ્લેષણ કરીએ તો ચિંતન-મનનના મંથનમાંથી તારવી શકાય તેવું તાજગીપ્રદ નવનીત પ્રાપ્ત થયા વગર ન રહે. સત્ય-સદાચાર-સંયમસર્વજ્ઞતા અને સિદ્ધિ સુધીનાં સોપાન સર કરવા સન્માતા જે ગરજ સારે છે તેનું મૂલ્ય અમૂલ્ય જીવનનું સર્વસ્વ બલિદાન કર્યું પણ ચૂકવી શકાતું નથી. ચાલો ત્યારે, ઐતિહાસિક પ્રસંગોની પવિત્ર પોચીનાં પાંચ-પંદર પાનાં ઉથલાવીએ, ને સંસ્કૃતિની પ્રતિકૃતિ, સંસારમુક્તિની સંસ્કારદાત્રી અને પ્રત્યેક “સુ' તત્ત્વના સુભગ મિલનસ્થાન સમી માયાળુ માતાની માસૂમ ગોદમાં ગર્ભિત ગુણગંગાની ગૌરવગાથા જાણીએ-માણીએ. ૧. પ્રથમ સિદ્ધ મરૂદેવા માતા આ ક્ષેત્રની, આ અવસર્પિણીમાં સર્વપ્રથમ સિદ્ધગતિને વરી જનાર મરૂદેવા તીર્થપતિ ઋષભદેવની જનેતા (માતા). પુત્રએ સંસારને છોડ્યો ત્યારથી માતાએ સંતાપ ને વલોપાત માંડ્યો, જે કારણે પનોતા પુત્રના વિરહમાં વાચા વિલાઈ ગઈ ને આંખો પણ અનરાધાર આંસુઓ પાડી પાડી સૂજી ગઈ. અંધાપા જેવી અમારી દશામાં દાદીમાનાં દર્શન કરવા ચક્રવર્તી ભરત આવ્યા ત્યારે તેમની સમક્ષ મરૂદેવાના ભદ્રિક જીવાત્માએ આત્મવ્યથા વ્યક્ત કરી પોતાની ખોવાયેલી દષ્ટિનાં ગીત ન ગાઈ પુત્ર ઋષભના અંતરખબર પૂછ્યા ને રડવા લાગ્યાં. તેમના જીવંત પુત્ર-સ્નેહને સમજી લઈ પૌત્ર ભારતે પણ ------ -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy