SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ] [ જૈન પ્રતિભાદર્શન આશ્વાસનના અમૃત-શબ્દોથી ટાઢક આપી, અને જ્યારે પૂરાં એક હજાર વરસના ઉગ્ર ચારિત્ર-પાલન પછી આદિનાથ પ્રભુ કેવળી બન્યા, ત્યારે તેમની દેવતાઈ સાહ્યબીનાં દોમદોમ દર્શન કરાવવા ભરતજી મરૂદેવાને હાથીની અંબાડીએ બેસાડી ઠાઠપૂર્વક લઈ ગયા. રસ્તે જતાં દુલારી દાદીને ઋષભદેવની ઋદ્ધિ-સમૃદ્ધિનું હૂબહૂ વર્ણન તો કર્યું જ, પણ સમવસરણની સમીપ પહોંચતાં જ દેવદુભિ ને વીણાવાદનના સંગીતીય સૂરો સુણતાં જ દુ:ખાશ્રુથી બિડાયેલ નેત્રો સુખાશ્રુના પ્રવાહથી ઊઘડી ગયાં, પડળો ધોવાઈ ગયાં. પળવારમાં જ પુત્રનાં પવિત્ર દર્શન થયાં, ને પુત્રને પડતાં દુઃખોની કલ્પનાઓ ભાંગી પડી. હૈયું હાથમાં ન રહ્યું ને આંખો ટગર-ટગર સઘળીય લીલા નીરખવા લાગી. આસક્ત માતાને બધુંય ગમ્યું પણ જે પુત્રના નિમિત્તે વરસો સુધી વેદના વહન કરી હતી તેની જ અનાસક્તિ ન ગમી. સામે જ રહેલા ઋષભદેવે જ્યારે કેવળજ્ઞાન છતાંય પરમોપકારી માતાને વિરાગથી પણ ન નવાજી ત્યારે મરૂદેવાના ભાવોએ પલટો ખાધો અને એકત્વ વગેરે ભાવના ભાવતાં-ભાવતાં જ ક્ષપકશ્રેણિ માંડી, હાથી ઉપર બેઠાં બેઠાં જ કેવળજ્ઞાન મેળવી લીધું ને જાણે પોતાના પુત્ર માટે સિદ્ધિવધૂનાં વધામણાં કરવા પુત્રથી પહેલાં જ મોક્ષે સિધાવી ગયાં. કદાચ વીતરાગ પ્રભુએ પણ મમતાળુ માતાના ઋણાનુબંધ પૂરા કરવા મૌનની ભાષામાં જ નિરાગી રહી, તેમનો ભાવપલટો કરાવ્યો ને પોતાનું ઋણ ફેડી નાખ્યું. ૨. ચરમ તીર્થંકર વીરપ્રભુની બે માતાઓ ભવ એક અને માતા બે, આવું તો ક્યાંય, ક્યારેય કોઈના માટે જોવા-જાણવા નથી મળતું, પણ પ્રભુ વીરને પોતાના પૂર્વભવોના કર્મોદયે બ્યાસી દિવસ સુધી બ્રાહ્મણ કુળની માતા દેવાનંદાની કુક્ષિએ રહેવાનું થયું અને તે પછી જન્મ સુધીનો ઉછેર રાણી ત્રિશલાદેવીની ગોદમાં થયો. માતા ત્રિશલાને ગર્ભવહનમાં દુ:ખાનુભવ ન થાય તે માટે જ્ઞાની પ્રભુ સ્થિર થયા તો કાળપ્રભાવે ત્રિશલાદેવીને ગર્ભગલનની જ કુશંકા થઈ અને દુઃખી થઈ ગયાં. તેથી ફરી પરમાત્માએ સ્પંદન કર્યું અને માતાનું મન ન દુભાય તેથી તે.નં. જીવનહયાતી સુધી દીક્ષા ન લેવાનો નિર્ણય કર્યો. માતાની મમતા કે સમતાનો ભંગ ન થાય તે માટે પોતાનું હિત પણ ગૌણ ગણી ઉપકારીના ઉપકારને ગૌરવવંતું બનાવનાર પ્રભુવીરનું દૃષ્ટાંત આ કાળના જીવોને સચોટ લાગે તેવું છે. બીજી તરફ તે જ ભવની પૂર્વમાતા દેવાનંદા જ્યારે પ્રભુવીરને કેવળજ્ઞાન પછીની સ્થિતિમાં નિહાળે છે ત્યારે કોઈ એવી અપૂર્વ લાગણીઓનો પ્રવાહ ધસમસી આવ્યો અને તેના સ્તનમાંથી દૂધની ધારા વછૂટી પડી. માતાની મમતા અને પુત્રની પવિત્રતાનો આથી વધુ પ્રસંગ કાં જોવા-જાણવા મળે? ૩. માતા નંદાનો આદર્શ ઉછેર રાજા શ્રેણિકને પત્ની નંદા ઉપર અનહદ પ્રેમ પણ પિતા પ્રસેનજિતના ચિંતાનજક સમાચાર મળતાં જ બેનાતટ છોડી પાછું રાજગૃહી વળવું પડ્યું, ત્યારે પત્ની સગર્ભા હતી. રાજા શ્રેણિકની ગેરહાજરીમાં જ જન્મ લેનાર બાળક માતા નંદાની હૂંફમાં ઊછર્યો, સંસ્કરણ પામ્યો અને કુલીન માતાના સુસિંચનથી તેની બુદ્ધિ પિતાના પરિચય કે પ્રેમ વગર પણ પ્રકર્ષણ પામવા લાગી. આ બાળ તે બુદ્ધિનિધાન અભયકુમાર, જે નવ વરસ જેવી નાની ઉંમરમાં પિતાની સામે માતાનું મિલન કરાવવા નંદાદેવીને રાજગૃહી લઈ ગયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy