________________
અભિવાદન ગ્રંથ ]
[ ૩૨૭
'દશ શ્રાવક કુલકમ્
પૂ. મુનિશ્રી સાગરચન્દ્રસાગરજી મ.ના શિષ્યરત્ન
મનિ તીર્થ--મૈત્રી--મોક્ષચંદ્રસાગરજી મ.
પરમાત્મા મહાવીરદેવના દશ શ્રાવકરત્નો જૈનશાસનમાં ઉત્કૃષ્ટ આરાધકો તરીકે પંકાયા છે. આમ તો પરમાત્માની ભક્ત અનુરાગી અસંખ્ય વ્યક્તિઓ હતી, પરંતુ દેશવિરતીને ધારણ કરીને ઉત્કૃષ્ટ પાલન કરી આદર્શભૂત બનનારા દશ શ્રાવકો થયા જેનો આગમોમાં સ્પષ્ટ ઉલ્લેખ મળે છે.
તે શ્રાવકોની ઋદ્ધિ, કુલ આદિનો ઉલ્લેખ કરતું આ એક પ્રાચીન કુલક પ્રાપ્ત થયું છે. જે આ સાથે અર્ચયુક્ત પ્રસ્તૃત છે. આવા દ્વિવંત શ્રાવકો શાસનનું એક અવિભાજ્ય અંગ છે અને ગૌરવ છે. શ્રાવક પ્રતિભાના શિરમોર છે.
वाणियगामपुरंमि आणंदो जो गिहवई आसी
सिवनंदा-से भजा दस सहस्स गोउला चउरो ॥१॥ અર્થ : વાણિજ્યગ્રામ નગરમાં આનંદ નામે ગૃહસ્થ હતા તેને શિવાનંદ સ્ત્રી હતી અને દશ દશ હજાર ગાયોનાં ચાર ગોકુલ હતાં. (૧)
निहिविवहारक लंतरठाणेसुं कणयकोडिवारसगं
सो सिरिवीरजिणेसरपयमूले सावओ जाओ ॥२॥ અર્થ : તેની પાસે ભંડારમાં, વ્યાપારમાં અને વ્યાજે ચાર ચાર ક્રોડ મળી કુલ બાર ક્રોડ સોનૈયા હતા તે (આનંદ) શ્રી મહાવીર જિનના ચરણસેવી શ્રાવક થયા. (૨)
चंपई कामदेवो भद्भजो सुसावओ जाओ
छग्गोउल अट्ठारस कंचणकोडीण जो सामी ॥३॥ અર્થ : ચંપા નગરીમાં કામદેવ સુશ્રાવક થયો. તેને ભદ્રા નામે સ્ત્રી હતી, છ ગોકુલ હતાં અને તે અઢાર ક્રોડ સોનૈયાનો સ્વામી હતો. (૩)
कासीए चुलणिपिया सामाभजा य गोउला अढ
चउवीस कणयकोडी सड्ढाण सिरोमणी जाओ ॥४॥ અર્થ : કાશીમાં ચુલની પિતા શ્રાવકોમાં શિરોમણિ થયો. તેને શ્યામા નામે સ્ત્રી હતી, આઠ ગોકુલ તેમજ ચોવીસ ક્રોડ સોનૈયા તેની પાસે હતાં. (૪)
कासीई सूरदेवो धन्ना भज्जा य गोउल छच्च
कणयट्ठारसकोडी गहीयवओ सावओ जाओ ॥५॥ અર્થ : કાશીમાં સુરાદેવ નામે ગૃહસ્થ હતો. તેને ધન્યા નામે સ્ત્રી હતી. છ ગોકુલ તેમજ અઢાર ક્રોડ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org