________________
૩૨૮ ]
_ જૈન પ્રતિભાદર્શન
સોનૈયા તેની પાસે હતા. તે વ્રત ગ્રહણ કરી શ્રાવક થયા. (૫)
आलंभियानयरीए नामेणं चुल्लसयगओ सड्ढो
बहुलानामेण पिया सिद्धी से कामदेवसमा ॥६॥ અર્થ : આલંભિકા નગરીમાં ચુલ્લશતક નામે શ્રાવક થયો. તેને બહુલા નામની સ્ત્રી હતી અને ઋદ્ધિ કામદેવના સરખી હતી. (૬)
कंपिल्लपट्टणंभि सड्ढो नामेण कुंडकोदेलियओ
पुस्सा पुण जस्स पिया विहवो सिरिकामदेवसमो ॥७॥ અર્થ : કાંપિલ્યપુરમાં કંડકોલિક નામે શ્રાવક હતો. તેને પુષ્પા નામે સ્ત્રી હતી અને તેનો વૈભવ કામદેવ શ્રાવકના સમાન હતો. (૭)
सद्दालपुत्तनामो पोलासंमी कुलालजाईओ
भजा य अग्गिमिता कंचणकोडीण से तिनि ॥८॥ અર્થ : સદાલપુત્ર નામનાં શ્રાવક પોલાસપુરમાં કુંભાર જાતિના થયા તેને અગ્નિમિત્રા સ્ત્રી હતી અને ત્રણ કોડ સોનામહોરો તેની પાસે હતી. (૮)
चउवीसकणकोडी गोउल अट्टेव रायगिहनयरे
सयगोभजजा तेरस खइ अड सेस कोडीओ ॥६॥ અર્થ : ચોવીસ ક્રોડ સોનૈયા અને આઠ ગોકુલવાળો રાજગૃહી નગરીમાં શતક શ્રાવક હતો. તેને રેવતી આદિ તેર સ્ત્રીઓ હતી. તેમાં રેવતી આઠ ક્રોડ સોનામહોર લાવી હતી અને બાકીની એકેક ક્રોડ લાવી હતી. (૯)
सावत्थीनगरीए नंदणिपियनाम सढओ जाओ
अस्सिणिनामा भज्जा आणंदसमो य रिद्धिए ॥१०॥ અર્થ : શ્રાવસ્તી નગરીમાં નદિનીપ્રિય નામે શ્રાવક થયો. તેને અશ્વિની નામે સ્ત્રી હતી અને તે ઋદ્ધિમાં આનંદ શ્રાવકની સમાન હતો. (૧૦)
सावत्थीवत्थवो लंतगपिय सावगो य जो पवरो
फग्गुणिनामकलतो जाओ आणंद समविहवो ॥११॥ અર્થ : શ્રાવસ્તી નગરીમાં લાન્તકપ્રિય નામે શ્રેષ્ઠ શ્રાવક વસતો હતો. તેને ફલ્યુની નામે સ્ત્રી હતી ને વૈભવમાં આનંદ સરખો હતો. (૧૧)
इक्कारस पडिमधरा सबेवि वीरपयकमलमता
सबे वि सम्मदिट्टी बारसवथधारया सब ॥१२॥ અર્થ : એ સર્વ શ્રાવકો અગ્યાર પ્રતિમાને ધારણ કરનાર, મહાવીરસ્વામીનાં ચરણ સેવી, સમ્યગ્દષ્ટિ અને બાર વ્રતને ધારણ કરવાવાળા હતા
* * * * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org