SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ 'જન ફેર) વડા 法法击出法去法米法法法院法法法法来击法法法法法法法法法米法法杰法法法法米法法法法法法法法法法去未来来来来去去法法法法未流法未来法法法法法讓 法肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃法来来来来来来来来来来去去法滿滿志法来来来来来未未肃肃肃法流流肃肃肃肃法来来来去去法杰法法法讓 જેન સિદ્ધાંત, સંસ્કૃતિ, સંસ્કાર અને આદર્શ જીવનનું એકવીસમી શતાબ્દીનું પથદર્શક આયોજન શ્રી લબ્ધિ વિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત શ્રી ભરૂચ-ઉવસગ્ગહરંફુલપાકજી - બનારસ-ગોડી પાર્થપદ્માવતી પ્રેરણા તીર્થ જીણોદ્ધારક, પ્રખર પ્રવચનકાર ૫.પૂ. આચાર્ય દેવ શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા. ની નિશ્રામાં તેઓશ્રીના પ્રબુદ્ધ માર્ગદર્શન હેઠળ મદ્રાસમાં થયેલ જૈન ફેર” જૈન ઈતિહાસનું તો એક સ્વર્ણિમ પૃષ્ઠ છે જ, પરંતુ વિશ્વના ક્લક પર પણ તેનું મૂલ્યાંકન છે. તા. ૨૫-૧૨-૯૮ થી તા. ૩-૧-૯૯ સુધી ૧૦ દિવસનો આ જૈન ફેર અહિંસા, સંસ્કાર જાગરણ, ભારતીય સંસ્કૃતિની ભવ્યતા અને મહાન ઐતિહાસિકતાના ધરાતલ પર તૈયાર થયેલ, અહિંસા મંડપ - સજીવ સૃષ્ટિ મંડપ - આદર્શ જીવન મંડપ - સુવર્ણ ઈતિહાસ મંડ૫, જૈન દર્શન મંડ૫, શિશુ સ્વર્ગ મંડપ, વિદ્યામંદિર મંડપ, ધ્યાનમંદિર મંડપ આદિ મંડપોમાં આધ્યાત્મિક ચેતના અને સંસ્કારોને ઉજાગર કરતી વસ્તુઓ - સાહિત્ય અને ચિત્રો હતૉ અને આ બધાની સાથે સહુથી વધુ આકર્ષક સમોવસરણ હતું. તે સમવસરણની ઉભરતી સુષમા જૈન ફેરનો અનેરો રંગ લાવી હતી. સમવસરણને જોવા અને સમવસરણમાં ઉપર પ્રભુ દર્શન કરવા.. અને પ્રભુ દેશના સાંભળવા જૈન - જૈનેતરોની લાંબી-લાંબી કતાર લાગતી હતી. પાંચ-પાંચ, છ-છ કલાક લોકો લાઈનમાં ઊભા રહીને આ લ્હાવો અવશ્ય લેતા હતા. જૈન ફેર પાછળનો મુખ્ય ઉદ્દેશ એક જ હતો : વિશ્વના ક્લક ઉપર જૈનધર્મની મહાનતાને પ્રસ્થાપિત કરવી અને એ પ્રસ્થાપના માટે જૈનેતરો પણ જોડાઈ શકે. નિ:સંકોચ આવી શકે એવા પ્લેટફોર્મ જોઈએ અને જૈન ફરે આ વાતને સિદ્ધ કરી. બિલ્કલ નવા આ આયોજનની સફળતા માટે ઘણાં લોકો આશંકિત હતા, પરંતુ પૂજ્યશ્રીનું સાહરા, દીર્ધદર્શિતા, કાર્યકૌશલ્યતા અને માર્ગદર્શનમાં પ્રબુદ્ધતા હતી. સફળતા વિશે પ્રચંડ આત્મવિશ્વાસ હતો. પૂજ્ય શ્રીમાં ગજબનો આત્મવિશ્વાસ હતો. તેઓ શ્રીના આત્મવિશ્વાસના રણકારા ૧૦ દિવસના વિવિધ વિષયક સેમિનારમાં સંભળાતાં હતૉ. અનેક વિદ્વાનોએ જૈન ફેર જોઈને અભિપ્રાય આપેલ કે વર્તમાનયુગમાં આવા આયોજનો સુયોગ્ય છે, વારંવાર આવા આયોજનો થવા જોઈએ. * * દkk::kkMk.Mke.dkkshesh: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy