________________
અભિવાદન ગ્રંથ |
[ ૩૧૧
પોઢી ગયા હતા. મુખ પરથી સહેજ કપડું દૂર કરી સુમતિએ ધીરેથી પતિને કહ્યું, “જુઓ નાથ! આ બે ] રત્નકંકણ. તેનો સમય પૂરો થયો અને તે રવાના થઈ ગયા.'
પતિ તો અવાફ રહી ગયો! પુત્રોના મૃત્યુને આ સ્ત્રી આ રીતે મૂલવી શકે? એક માતાનું હૃદય આટલી સમતા દાખવી શકે? કઈ હશે એ શક્તિ? અને સુમતિનો પતિ ત્યાં જ તેની પત્નીના ચરણમાં ઢળી પડ્યો અને બોલ્યો : “સુમતિ! તે ખરેખર વીતરાગના ચરણશરણની ઉપાસના કરી છે. આટલા મોટા આઘાતને જીરવવાની શક્તિ વીતરાગતાની વીતરાગતા પ્રત્યેની તારી અનન્ય ભક્તિ જ તને આપી શકે.”
વાચક! આ છે હર્ષ શોકથી પર દશા. સમક્તિ જીવને રોમે રોમે વીતરાગતાની શ્રદ્ધા ભરી હોય તેથી જ આવા વજઘાતરૂપ પ્રસંગમાં સમતા ટકાવી શકે. પ્રભુને પ્રક્ષાળ કરતાં ગાઈએ છીએ કે :
જ્ઞાનકળશભરી હાથમાં સમતારસ ભરપૂર, શ્રી જિનને નવરાવતા કર્મ થયા ચકચૂર.
ધમરાજા )
કમલપુર નગરમાં મહારાજા કમલસેન એકવાર રાજસભામાં બેઠા હતા ત્યાં એક પ્રખર નિમિત્તવેતાએ આવી કહ્યું કે, “મહારાજ ઉપરાઉપર બાર વર્ષનો દુકાળ પડશે.” આ સાંભળી સહુ ચિંતિત થયા. સમય વહેતા વહેતા અષાઢ મહિનો આવ્યો અને જોરદાર વરસાદ પડ્યો. બરોબર જોઈએ એવો તે વર્ષે વરસાદ પડવાથી લોકોમાં આનંદ વ્યાપી રહ્યો અને લોકો નિમિત્તવેતાની મશ્કરી કરવા લાગ્યા.
કેટલોક સમય વીત્યા પછી ત્યાં યુગધર નામના પ્રતાપી ગુરુ મહારાજ પધાર્યા. તેઓ ચાર જ્ઞાનના ધારક પરમ તેજસ્વી મુનિરાજ હતા. રાજા-પ્રજા સૌ તેમને નમસ્કાર કરવામાં ગૌરવ માનતા અને તેમનો ઉપદેશ સાંભળતા. એક દિવસ વ્યાખ્યાન પૂરું થતાં રાજાએ મુનિરાજને પૂછ્યું : કૃપાળુ! અમારા ગામના નિમિત્તવેતાનું કથન કદી ખોટું પડતું નથી, તો આ વખતે કેમ ખોટું પડ્યું?
જ્ઞાની ગુરુ મહારાજાએ કહ્યું : રાજન! પુરિમતાલ નગરે કોઈ પ્રવરદેવ નામનો ગૃહસ્થ રહેતો હતો. કોઈ પાપના ઉદયે તેનો પરિવાર નષ્ટભ્રષ્ટ થઈ ગયો. કોઈ કયાં ને કોઈ ક્યાં. જેવી દરિદ્રતા એક તરફ એવી લોલુપતા બીજી તરફ. તેમાં ધર્મધ્યાન કે વ્રત પચ્ચક્ખાણનું તો નામ નહીં. પ્રવરદેવ જે તે ખાધા કરતો હોવાથી તેને કોઢનો રોગ થયો. ઘણાં ઉપચારો કર્યા પણ રોગ મટ્યો નહીં. છેવટે થાકીને તે ધર્મને માર્ગે વળ્યો. ધર્મ કોઈને ઠુકરાવતો નથી; બધાને અપનાવે છે. કોઈ જ્ઞાની મુનિને તેણે પૂછ્યું. હું તો ઘણો સ્વસ્થ હતો, તોયે મને આ રોગ શાથી થયો?
ગુરુજીએ શાંતિથી કહ્યું : વત્સ! જીભની લોલુપતાને લઈને જે તે તેં ખાધા કર્યું. રાત કે દિવસ કશું જોયું નહીં. કેટલું ખાવું, ક્યારે ખાવું એની કોઈ મર્યાદા જ નહીં. આનું આ પરિણામ છે.
તેણે કહ્યું : “ભગવંત! આપ સત્ય કહો છો. પણ હવે આ રોગ મટે કેવી રીતે?' ગુરુજીએ કહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org