SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ] [ જૈન પ્રતિભાદર્શન એકદા રાજા બોલ્યો કે “હે ભદ્રે! તું હંમેશાં મને ઉપદેશ આપે છે; તું તપ વડે અતિ કૃષ થઈ ગઈ છે તેમ જ શરીર પરથી બધા શ્રૃંગાર કાઢી નાખ્યા છે; તો પણ મારું મન તારામાં અતિ આસક્ત છે. તારા બીજા અંગનાં તો શું વખાણ કરું? પરંતુ તારા કામણગારા નેત્રનું પણ વર્ણન હું કરી શકતો નથી.’’ તે સાંભળીને રતિસુંદરીએ પોતાનાં નેત્રો જ શીળલોપનું કારણ જાણી, તેણે તરત જ રાજાની સમક્ષ છરી વડે પોતાનાં બન્ને નેત્રો કાઢીને રાજાના હાથમાં ધર્યાં. આ જોઈ રાજા અત્યંત ખેદ પામ્યો અને પસ્તાવા લાગ્યો. રાજાનું દુ:ખ સમજીને રતિસુંદરીએ તેને ધર્મોપદેશ આપ્યો. રાજાએ પ્રતિબોધ પામીને તેને ખમાવી અને આ સ્ત્રીએ મારા માટે પોતાના બન્ને નેત્રો કાઢી આપ્યાં એ સમજથી તે ઘણો દુ:ખી થયો. રાજાએ આ દુઃખ નિવારવા દેવતાનું આરાધન કર્યું. તત્કાળ દેવતાએ રતિસુંદરીને નવાં નેત્રો આપ્યાં. રાજાના આગ્રહથી કેટલાક દિવસ રોકાઈને પછી રતિસુંદરીએ દીક્ષા ગ્રહણ કરી, કાળે મૃત્યુ પામી સદ્ગતિ પામી. શ્રાવિકા સુમતિ શ્રાવિકા સુમતિ કે જે સમ્યક્ત્વ ભાવની આરાધિકા છે અને જેને વિતરાગમાં અનન્ય શ્રદ્ધા છે. શ્રદ્ધા સાથે જેને આચારનો સમન્વય કર્યો છે એવી શ્રાવિકાનો પતિ બહાર ગયો છે અને આંખના રતન સમા બે યુવાન પુત્રનું અકસ્માતે એક સાથે મૃત્યુ થાય છે. ક્ષણભર તો સુમતિ સ્તબ્ધ થઈ જાય છે. પણ વીતરાગના ચરણ જેણે પૂછ્યા છે એવી અનન્ય શ્રદ્ધાવાન નારી થોડી જ ક્ષણોમાં સ્વસ્થ થઈ જાય છે. બન્ને પુત્રોને એક ઓરડામાં સુવાડી ઉપર ચાદર ઓઢાડી દીધી અને ઉંબરામાં પતિની રાહ જોતી ઊભી રહી. કેટલાક સમય બાદ પતિ આવે છે. રોજની હસતી નારીનું મુખ ઉદાસ જુવે છે. પતિના મનમાં પ્રશ્ન ઊઠે છે : શું થયું હશે? એ પૂછે છે, ‘‘સુમતિ! કેમ ઉદાસ છે? શું થયું?'' ‘કંઈ નહીં દેવ! પાડોશી સાથે જરા ઝગડો થઈ ગયો.'' “અરે! આ તું શું બોલે છે! ઉંચે અવાજે બોલતા કદી કોઈએ તને સાંભળી નથી. તું ઝગડો કરી શકે કઈ રીતે?’’ ‘નાથ! થોડા સમય પહેલાં પ્રસંગે પહેરવા પાડોશીને ત્યાંથી બે રત્નકંકણ લાવી હતી. મને તે બહુ ગમ્યાં. મેં રાખી લીધાં. આજે પાડોશી માગવા આવ્યા. મારે નતા આપવા એટલે તેમની સાથે ઝગડો થયો.' ‘અરે! પાગલ, એમાં તે ઝગડો હોય? જેનું હોય તે માગવા આવે તો આપી જ દેવું જોઈએ ને? પારકું કેટલા દિવસ રખાય? આપી દે.'' ‘‘ના, મારે તો રત્નકંકણ રાખવા છે. તે મને બહુ ગમે છે. તમે પણ જુઓ ! રાખવાનું મન થાય એવાં છે.'' “અરે ! આજે તને થયું છે શું? પારકી વસ્તુ આપણાથી ન રખાય?'' ‘‘પણ હું પાછા આપી દઈશ તો તમને તો દુઃખ નહીં થાય ને?'' “ના, ના, તેમાં દુઃખ થવા જેવું શું છે? ઘણો સમય થઈ ગયો, દઈ જ દેવા પડે!'' એમ! તો ચાલો. હું એ રત્નકંકણ બતાવું.'’ અને સુમતિ તેના પતિને હાથ ઝાલી અંદરના ઓરડામાં દોરી ગઈ, જ્યાં બન્ને પુત્રો ચિરનિદ્રામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy