SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ ] [ જૈન પ્રતિભાદર્શન છે “પોતાના નવા જન્મના દાતા-માતા-ચંદનબાળાજી છે!' એથી શેડુવક મુનિ બનીને બે સાધુઓ સાથે–ગુર્વાજ્ઞાપૂર્વક–તેમની પાસે ગયા. વિશિષ્ટ સમજણના અભાવે શેડુવકમુનિ ચંદનબાળાજીના પગે પડવા લાગ્યા કે તરત જ તેમ કરતા અટકાવીને તેમણે કહ્યું, “મુનિવર! આમ ન થાય. હવે તો અમારે તમને વંદન કરવાનું છે.” આટલું કહીને નૂતન મુનિ-જીવનને ખૂબ સુંદર રીતે, દઢતાથી આરાધવાની પ્રેરણા કરી. શેડુવકમુનિએ અદ્ભુત આરાધના કરીને આત્મકલ્યાણ આરાધ્યું. ( વલ્કલચિરી જયણાથી કેવલજ્ઞાન–પ્રાપ્તિ) એ અજૈન રાજાનું નામ સોમચન્દ્ર હતું. એક વાર તેમનો ધોળો વાળ—ધર્મદૂત–દેખાડીને રાણીએ તેમને એકાએક જાગ્રત કરી દીધા. રાણી સગર્ભા–બન્નેએ સંન્યાસધર્મનો સ્વીકાર કરી લીધો. પ્રસન્નચન્દ્ર નામના પુત્રને માથે રાજ્યભાર નાખ્યો. આ બાજુ પ્રસૂતિના સમયની તીવ્ર વેદનામાં રાણી મૃત્યુ પામી. પણ અંત સમયની સમાધિને લીધે તે દેવી બની. જન્મેલા બાળકનું નામ વલ્કલ રાખવામાં આવ્યું. દેવી બનેલી રાણી પુત્ર-મોહને લીધે હંમેશ ગાયનું રૂપ લઈને આવવા લાગી. પુત્રને દૂધની ધાર વડે દૂધ પાઈને તે ચાલી જતી. યુવાન બનેલા વલ્કલને જંગલમાંથી મોટાભાઈએ યુક્તિ કરીને પોતાની પાસે રાજમહેલમાં બોલાવી લીધો. વલ્કલના વિરહમાં દિનરાત રડતાં સોમચન્દ્ર તાપસની આંખો ઉપર પીયા ચીપટાઈ ગયા. આથી આંખે દેખાતું બંધ થઈ ગયું. એકદા બેય ભાઈઓ પિતા-મુનિ પાસે આવ્યા. તેના હર્ષનાં વહી જતાં આંસુથી પડળો ધોવાઈ જતાં આંખો ઊઘડી ગઈ. સહુનું સુખદ મિલન થયું. - ત્યાર બાદ વલ્કલ આશ્રમની ઘરવખરીઓને જોવા લાગ્યો અને જયણાપૂર્વક સાફસૂફી કરવા લાગ્યો. તેમાં જ તેને જાતિસ્મરણ થયું; અને કૈવલ્ય પણ પ્રાપ્ત થયું. વલ્કલચિરી પ્રત્યેકબુદ્ધ મુનિ બન્યા. તેમણે ધર્મદશના આપીને પિતા-મુનિ અને મોટાભાઈને સમ્યકત્વનું દાન કર્યું. આગળ ઉપર પ્રસન્નચન્દ્ર પણ દીક્ષા લઈને આત્મકલ્યાણ કર્યું. ( ચક્રવતી સનતકુમાર : સમતાનું સામર્થ્ય ) વર્ધમાન તપની જોરદાર તપશ્ચર્યાના પ્રભાવે તે દેવ થયેલા આત્માને દેવલોકમાં બીજા દેવો કરતાં અભુત રૂપ મળ્યું હતું. તેના રૂપને જોઈને અન્ય દેવો સ્તબ્ધ થઈ જતા હતા. પણ જ્યારે દેવેન્દ્ર દેવોને કહ્યું કે, “આના કરતાં ક્યાંય ચડી જાય તેવું રૂપ મર્યલોકના એક માનવને મળ્યું છે, જેનું નામ સનતકુમાર ચક્રવર્તી છે.' ત્યારે બે દેવો બ્રાહ્મણનું રૂપ લઈને મર્યલોકમાં આવી ચડ્યા. સનતકુમારનું રૂપ જોતાં જ દેવેન્દ્રની વાત તેમને તદ્દન સાચી લાગી. ટૂંક સમયમાં જ બીજી વાર એ રૂપ જોવા ગયા તો તે રૂપની ભીતરમાં પરિણામ પામતા સોળ મહાભયંકર રોગો જોયા અને તેમણે તે વાત સનતકુમારને કરી દીધી. બસ..એ રોગોના ભયાનક ભાવને જાણતાંની સાથે જ સનતકુમાર ચક્રી સંયમના માર્ગે વળી ગયા. સ્વજનો, મિત્રો વગેરેની સંસારમાં રહેવાની કાકલૂદીભરી આજીજીની ધરાર અવગણના કરી. સાતસો વર્ષ સુધી સોળ મહારોગોને સતત સહન કરતા સનતમુનિને અગણિત લબ્ધિઓ પ્રાપ્ત થઈ. પણ તે લબ્ધિઓથી પણ તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy