________________
અભિવાદન ગ્રંથ 7
[ ૪૦૩
( દૃઢપ્રહારીનું પરિવર્તન ) જેણે હજી હમણાં જ ચાર હત્યા–બ્રહ્મહત્યા, સ્ત્રી હત્યા, બાળહત્યા અને ગૌહત્યા કરી નાખી હતી, એ દઢપ્રહારી સગર્ભા સ્ત્રીના ચીરાઈ ગયેલા પેટમાંથી બહાર નીકળી ગયેલા ગર્ભના યાતના-ભરપૂર તરફડાટને જોઈ ન શક્યો. તે વન તરફ ભાગ્યો. પોતાનાં પાપો ઉપર તેને ભારે ધિક્કાર પેદા થયો. તેને આવા પાપી જીવનનો અંત લાવી દેવાના વિચારો આવી ગયા. તેટલામાં જ તેને તે વનમાં કોઈ મુનિરાજ મળી ગયા. તેણે સવાલ કર્યો, “હે સાધુ! તમે જ કહો કે હું મારી પાપી જાતને મારી નાખું તો કેમ?” મુનિએ કહ્યું, “ભાઈ! હિંસાનાં પાપો માટે વળી પાછી તારી જાતની હિંસા? ના....મેશના કાળા પાણીથી મેલું વસ્ત્ર શી રીતે શુદ્ધ થાય? ઘી ખાવાથી તે અર્જીણનો નાશ થતો હશે? હવે તો ઉપાય એક જ છે; સંસારથી વિરક્ત બનીને સાચો સાધુ થા. તારાં પાપોને તપ કરીને ધોઈ નાખ.' અને...તરત જ વિરક્ત દઢપ્રહારી સાધુ બની ગયો. તેણે પ્રતિજ્ઞા કરી કે, “જે દિવસે કોઈ પણ પાપ યાદ આવે તે દિવસે નિર્જલ ઉપવાસ કરવો. વળી આ મારા હત્યારા–પ્રદેશમાં મારે રહેવું. આથી અહીંના લોકો મને ખૂબ મારપીટ કરે, એથી મારાં કર્મોનો પુષ્કળ પ્રમાણમાં નાશ થાય.'
ખરેખર એમ જ થયું. ભિક્ષાર્થે જતાં આ મુનિને, પોતાના કોઈ ને કોઈ સ્વજનાદિનો હત્યારો કહીને લોકો ખૂબ મારતા, ઢોરની જેમ મારતા. આ રીતે પાપનું સ્મરણ થતાં જ મુનિ ભિક્ષાથી પાછા ફરતા, ઉપવાસ કરી લેતા. આમ હંમેશ ઉપવાસ જ થવા લાગ્યો. ભારે સમતા, મારપીટ કરનારાઓ ઉપર પણ “મારા મહોપકારી તરીકેની બુદ્ધિ અને ઘોર ઉપસર્ગને સહન કરતાં મુનિવર છ માસમાં જ કૈવલ્ય પામી ગયા.
( ખંધક મુનિ : સમતા રસનો મહાસાગર ) ખંધક (સ્કંદક) મુનિના પિતા ધનાઢ્ય હતા. એમને પુત્ર ઉપર અપાર સ્નેહ હતો. આથી જ જ્યારે પુત્ર દીક્ષા લીધી ત્યારે તેની કાયાને સૂર્યનો તાપ ન લાગે તે માટે એક નોકર ગોઠવી દીધો કે જે પુત્રમુનિના માથે શ્વેત છત્ર ધારણ કરીને તેમની પાછળ ચાલે. પિતાના અતિ મોહનું આ કાર્ય હતું. આમ છતાંય જિનકલ્પની આરાધના કરતાં તેમની ઉપર આમરણ ઉપસર્ગ આવ્યો; ચામડી ઉતરડાઈ અને ભારે સમતાથી તે ઉપસર્ગને સહન કરીને તેઓ કેવલ્ય પામીને મોક્ષે પધાર્યા.
( ચંદનબાળાજી અને શેડુવક કૌશામ્બી નગરીમાં શેડવક નામનો કોઈ અતિ ગરીબ કુલપુત્ર હતો. એકદા ભમતાં ભમતાં તેણે અનેક સામન્તો, મંત્રીઓ, શેઠિયાઓ અને બહેનોની આગળ ચાલતાં ચંદનબાળાજી સાધ્વીજીને જોયાં. એમના મોં ઉપરનું ચારિત્ર્યનું અને તપનું તેજ જોઈને જ શેડુવક ઠરી ગયો. તેણે કોઈને પૂછીને સઘળી વિગત જાણી લીધી. તેના સંદ્નસીબે ચંદનબાળાજીની નજર એકાએક તેની ઉપર પડી. તેના મુખ ઉપરના અતિ ભદ્રક ભાવો જોઈને તેમને તે લઘુકર્મી આત્મા જણાયો. કોઈ શ્રાવકને તેમણે સૂચવ્યું કે, “આ આત્માની ભક્તિ કરવા યોગ્ય છે.” શ્રાવકની અનુપમ ભક્તિથી શેડવક અત્યંત પ્રસન્ન થઈ ગયો. એના અધ્યવસાયો અતિ ઉચ્ચ બની ગયા. તેણે ચંદનબાળાજીની પાસેથી હિતશિક્ષા અને માર્ગદર્શન મેળવ્યું. તે રીતે કોઈ જ્ઞાની ભગવંત પાસે પારમેશ્વરી દીક્ષા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org