SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ર | || જૈન પ્રતિભાદર્શન પ્રતિમા હતી, તેની બોતેર દેરીઓ રિઝરત્નની હતી. તે દેરીઓમાં ૧૪ ભારના ૨૪ રત્નના પ્રતિમાજી, ૨૪ સોનાના પ્રતિમાજી તથા ૨૪ રૂપાના પ્રતિમાજી હતા. (૪) મંત્રીશ્વર વસ્તુપાળ તેરસો તેર નૂતન જિનાલયો બનાવ્યાં હતાં, બાવીસસો જિનાલયોનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો તથા સવા લાખ જિનબિંબો ભરાવ્યાં હતાં. (૫) માંડવગઢના મંત્રીશ્વર પેથડે ચોર્યાસી નૂતન જિનાલયો બનાવ્યાં હતાં. દેવગિરિનું જિનાલય પૂર્ણ થયાની વધામણી આપનાર માણસને મંત્રીશ્વર પેથડે ત્રણ લાખ ટાંકનું દાન આપ્યું હતું. ( સિદ્ધિચન્દ્રજી પંન્યાસનું દૃઢ મનોબળ બાદશાહ જહાંગીરના સમયમાં ભાનુચન્દ્રજી ઉપાધ્યાય તથા સિદ્ધિચન્દ્રજી પંન્યાસ થઈ ગયા. આ પંન્યાસજી અત્યંત રૂપાળા હતા. આથી જ બાદશાહનાં કુટુંબીજનોને હંમેશ ધર્મદશના દેવા જતાં શાહજાદી તેમની ઉપર મોહી પડી. પંન્યાસજી સાથે જ લગ્ન કરવાનો પોતાનો નિર્ધાર તેણે જાહેર કરી દીધો. બાદશાહે લાગ જોઈને એક વાર પંન્યાસજીને જણાવ્યું કે, “તેમણે મુનિ-જીવનના કઠોર માર્ગે ચાલીને જીવનને બરબાદ કરવું ન જોઈએ. એ કરતાં સંસારી બની જવું. શાહજાદી સાથે લગ્ન કરવું વગેરે.” આ સાંભળતાં જ પંન્યાસજી અકળાઈ ગયા. એની સામે બાદશાહ પણ આવેશમાં આવી ગયા. પંન્યાસજીએ સ્પષ્ટ સુણાવી દીધું કે, આખું રાજ મળે તોય ગુરુદેવે આપેલું સંયમ ત્યાગવાને તે ધરાર લાચાર છે. આ સાંભળતાં જ બાદશાહ જહાંગીરે તેમને હદપાર કરવાનો હુકમ જાહેર કર્યો. ભારે ખુમારીથી પંન્યાસજીએ આગ્રાથી વિહાર કર્યો. દૂર દૂરના દેશમાં માલપુરમાં ચાલ્યા ગયા. કેટલાક મહિનાઓ બાદ બાદશાહને ખૂબ પસ્તાવો થયો. તે સ્વયં પંન્યાસજી પાસે ગયા અને માફી માગીને પુનઃ પોતાના રાજ્ય આગ્રામાં લઈ આવ્યા. ( માણિભદ્રજીનો પૂર્વભવ : તપાગચ્છના શાસનરક્ષક ) જેઓ વર્તમાનકાળમાં તપાગચ્છના સંરક્ષક-અધિષ્ઠાયક દેવ કહેવાય છે તે સમ્યગ્દષ્ટિ દેવાત્મા માણિભદ્રનો ઇતિહાસ આ પ્રમાણે છે : એનું નામ માણેકચંદ હતું. આનંદવિમલસૂરિજી મહારાજનું કઠોર સંયમ જોઈને તેમનો આત્મા ધર્મ પ્રત્યે અતાગ શ્રદ્ધા ધરાવતો થઈ ગયો. તેમને ગુરુ તરીકે સ્વીકાર્યા. એકદા ગુરુદેવે પાલીમાં ચોમાસું કર્યું. ચાતુર્માસ બાદ ગુરુદેવ સિદ્ધાચલજી તરફ પ્રયાણ કરતા હતા. માણેકચંદની પગપાળા યાત્રા કરવાની ભાવન થતાં તે ગુરુદેવ સાથે વિહારમાં જોડાઈ ગયા. જ્યાં સુધી સિદ્ધાચલમાંના આદિનાથ પ્રભુનાં દર્શન ન થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા કરી. સાતમા ઉપવાસે પાલનપુર અને સિદ્ધપુરની વચ્ચે આવેલા મગરવાડાની ભૂમિમાં આવ્યા. ત્યાં રાત્રિના સમયે ભીલ લોકોએ માણેકચંદને લૂંટીને મારી નાખ્યા. શુભ ધ્યાનમાં મૃત્યુ પામીને માણેકચંદ ‘માણિભદ્ર વીર’ બન્યા. ગુરુદેવ આનંદવિમળસૂરિજીને રાત્રિમાં ધ્યાનસ્થ અવસ્થામાં મગરવાડાની ઝાડીમાં પ્રત્યક્ષ દર્શન આપ્યાં. તેમણે કહ્યું, “ “ગુરુદેવ! બીજાઓના ત્રાસની સામે હું આપના તપાગચ્છની રક્ષા કરીશ. આપના ઉપાશ્રયમાં મારી પ્રતિષ્ઠા કરજે અને આપના ભાવી નૂતન આચાર્યો અને ધર્મલાભ આપવા આવે તેવી તેમને પ્રેરણા કરજો, હું તમારા ગચ્છની રક્ષા કરીશ.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy