SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7. [ ૪૦૧ રાજા ચાલ્યા હતા. વિજયની ખુશાલીમાં ગુરુભક્ત શેઠ થાહડે ભાટ, યાચકો વગેરેને ત્રણ લાખનું દાન કર્યું હતું. રાજાએ આચાર્યશ્રીને છાલા વગેરે બાર ગામો, અને એક લાખ દ્રવ્ય દાનમાં જાહેર કર્યું, પરંતુ તેનો અસ્વીકાર થયો. પછી તે રકમમાંથી પાટણમાં ભવ્ય જિનાલય બનાવવામાં આવ્યું. આ વાદિદેવસૂરિજીએ સાડાત્રણ લાખ લોકોને જૈનધર્મી બનાવ્યા હતા. ( પુણ્યવંતી પળો કોઈ ચૂકશો નહિ ) ભરતચક્રીની રાજ્યપાટ-પરંપરામાં સૂર્યયશા, ચન્દ્રયશા વગેરે અનેક ધર્માત્મા રાજાઓ થઈ ગયા. તેઓ પરમાત્માના પરમભક્ત શ્રાવકો હતા. તેઓ દરેક આઠમ અને ચૌદસે પૌષધ કરતા. પૌષધના આગલા દિવસે રાજમાં પડહ વગાડીને જાહેર કરવામાં આવતું કે, “આવતી કાલે આઠમ (કે ચૌદસ)ની પર્વતિથિ છે. મહારાજાશ્રી પૌષધ-વ્રત કરવાના છે. સહુને આ વ્રત કરવા માટે ખાસ ભલામણ છે. જીવનમાં જડી જતી આવી પુણ્યવંતી પળો કોઈ ચૂકશો નહિ.'' (વૃદ્ધ મુનિ મુકુન્દનો સ્વાધ્યાયપ્રેમ) વૃદ્ધાવસ્થામાં પણ મોટેથી અવાજ કરીને ગોખતા મુકુન્દ નામના મુનિને ગચ્છના કોઈ સાધુએ કટાક્ષમાં કહ્યું, “બુઢા મહારાજ! હવે શું આ ઉંમરે તમારે સાંબેલા ઉપર ફૂલ ઉગાડવાનાં છે કે? વૃદ્ધ મુનિને અચાનક આ શબ્દોની ચાનક લાગી ગઈ. તેમણે સાંબેલા ઉપર ફૂલ ઉગાડવાનું મનોમન નક્કી કરી લીધું. બીજા દિવસથી ઉપવાસ શરૂ કર્યા, અને કાયોત્સર્ગમાં જ લીન રહ્યા. અંતે એકવીસ દિવસે દેવી સરસ્વતીજી સંતુષ્ટ થયા. બીજે દી ભરબજારે તેમણે સાંબેલું મંગાવ્યું. લોકોની ભારે ઠઠ જામી ગઈ. સાંબેલા ઉપર પાણી સીંચતાંની સાથે જ ફૂલો ઊગી નીકળ્યાં. પેલા ટીખળ-સ્વભાવી મુનિ તેમને ઝૂકી પડ્યા. અંત:કરણથી ક્ષમા યાચી. આ વૃદ્ધ મુકુન્દમુનિ ત્યાર બાદ, જૈનશાસનના મહાપ્રભાવક વાદિદેવ આચાર્ય બન્યા. જેઓ વૃદ્ધ વાદિસૂરિજી તરીકે પ્રસિદ્ધ થયા. જેમના શિષ્ય હતા, સિદ્ધસેન દિવાકરસૂરિજી. ( સુકૃતોની અનુમોદના કરીએ ) (૧) સમ્રાટ અશોકના પૌત્ર મહારાજા પ્રતિએ કુલ સવા લાખ જિનમંદિરોનું નિર્માણ કર્યું હતું. તેમાં છત્રીસ હજાર નૂતન જિનાલય હતાં તથા બાકીના જીર્ણોદ્ધાર હતા. તેમણે સુવર્ણ વગેરેની સવા કરોડ પ્રતિમાઓ ભરાવી હતી. (૨) આમ રાજાએ ગોવર્ધન પર્વત ઉપર સાત હાથની વીપ્રભુની પ્રતિમાનું જિનાલય બનાવ્યું હતું. આ જિનાલયનો કુલ ખર્ચ સાડાત્રણ કરોડનો થયો હતો. તેના મૂળ મંડપમાં સવા લાખ સોનામહોર તથા રંગમંડપમાં એકવીસ લાખ સોનામહોર વાપરવામાં આવી હતી. (૩) ગૂર્જરેશ્વર કુમારપાળે ચૌદસો ચુમ્માલીસ નૂતન જિનાલયો બનાવ્યાં હતાં તથા સોળસો જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એક માત્ર ત્રિભુવનપાળ વિહાર' નામના જિનાલયમાં છ– કરોડ સોનામહોરો ખર્ચી હતી. જેમાં તેઓ હંમેશ ચતુરંગિણી સેના સાથે, અનેક કરોડપતિ શ્રીમંતો સાથે મધ્યાહનના સમયે પૂજા કરવા જતા હતા. આ જિનાલયમાં સવા સો આંગળની મૂળનાયકની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy