SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૨૭ નંદિવર્ધન ભગવાન મહાવીરના મોટાભાઈ. મહાવીરસ્વામી અમાસના દિવસે નિર્વાણ પામ્યા એટલે તેઓ શોકાતુર બની ગયા અને પડવાને દિવસે ઉપવાસ કર્યો. એમની બહેન સુદર્શનાએ ભાઈ નંદિવર્ધનને પારણું કરાવીને શોક દૂર કરાવ્યો તે દિવસથી ભાઈબીજનો તહેવાર શરૂ થયો એવી જૈન શાસનની માન્યતા છે. આ તહેવારમાં નિમિત્તરૂપ એટલે નંદિવર્ધન અને સુદર્શના. આ ભાઈ-બહેનની જુગલ જોડી વ્યવહાર અને ધર્મમાં પણ પ્રેરક છે. દંડવીર્ય આ રાજાને નિયમ હતો કે સાધર્મિકને ભક્તિ ભાવપૂર્વક ભોજન કરાવ્યાં પછી જ ભોજન કરવું. રાજાના નિયમની પરીક્ષા કરવા માટે ઇન્દ્રે ક્રોડની સંખ્યા જેટલાં સુવર્ણની ત્રણ તારવાળી જનોઈ નિર્ધા૨વાથી રત્નત્રયના અને વારતિલકના ધારણ કરવાથી બાવ્રતને સૂચન કરવાથી શોભતા ભરત ચક્રવર્તીના મુખારવિંદના મુખથી ઉચ્ચાર કરતા શ્રાવકોને દેખાડ્યા. આ શ્રાવકોને રાજાએ નિમંત્રણ આપીને સાધર્મિકભક્તિ કરી ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો. આમ આઠ દિવસ વીતી જતાં રાજાને આઠ ઉપવાસ થયા. છતાં રાજાનો સાધર્મિકભક્તિના ભાવમાં પ્રતિદિન શુભ પરિણામની ભાવસ્થિતિમાં વૃદ્ધિ કરતા સમય વીતી જતો હતો. અંતે ઇન્દ્ર મહારાજા પ્રસન્ન થયા અને રાજાને દેવતાઈ ધનુષ્ય, બાણ, હાર, કુંડળની જોડી ભેટ આપી શત્રુંજયનો ઉદ્ધાર કરવાની પ્રેરણા આપી વિદાય થયા. આ છે દંડવીર્ય રાજાની સાધર્મિકભક્તિ અને રાજા તરીકેની અલૌકિક પ્રતિભા. આભૂ સંઘવી પ્રાગ્ધાટ વંશના સંઘપતિ--મૂળ થરાદના વતની-શ્રીમાળી વંશમાં ઉત્પન્ન થયેલા. આ મહાપુરુષને ૩૬૦ દિવસ રોજ એક સાધર્મિકને પોતાના જેવી સંપત્તિ ને વૈભવવાળા બનાવ્યા હતા. એવા આભૂ સંઘવી પણ જૈન પ્રતિભાનું એક અણમોલ રત્ન છે. વળી એમના સંઘમાં સાતસો જિનમંદિર હતા. સંઘવીએ બાર ક્રોડ સોનેયાનો ખર્ચ કર્યો હતો. આનું નામ સંઘવી. આ શ્રાવકની પાસે જઈને કોઈ વ્યક્તિ પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર એક સારંગશાહ વખત બોલે તેને એક સોનામહોર આપતો હતો. એક ચારણે એક નવકારમંત્ર સંભળાવ્યો અને તેને એક સોનામહોર આપી. ત્યારપછી ફરીથી નવકાર બોલ્યો. એમ નવ વખત નવકાર બોલવાથી નવ સોનામહોર ચારણને આપવામાં આવી હતી. સુજ્ઞજનો વિચારી શકશે કે સુવર્ણ કરતાં પણ અધિક નમસ્કાર મંત્ર છે. ભૌતિકવાદની ઘેલછામાં આવો મહાન મંત્ર છોડીને મિથ્યાત્વની ઉપાસનાથી બચવા માટે સારંગશાહ શ્રાવકને પ્રતિદિન યાદ કરવા જેવો છે. વાદિદેવસૂરિ) આ સૂરિભગવંતે પોતાની વિદ્વતા અને પ્રતિભાથી સદુપદેશ દ્વારા ત્રણ લાખ લોકોને જૈનધર્મી બનાવ્યા હતા. જૈનધર્મ જન્મથી ન મળ્યો હોય પણ પુણ્યયોગે આવા આચાર્યનો સુયોગ પ્રાપ્ત થતાં જૈનધર્મ અંગીકાર કરીને માનવજન્મની સાર્થકતામાં ઉદ્યમવંત રહ્યા હતા. ભરત ચક્રવર્તીની પાટે થયેલા આ રાજાઓ આઠમ અને |ચૌદશના દિવસે નિયમિત પૌષધવ્રત કરતા હતા. પૌષધ કરવાના આગલા દિવસે નગરમાં પડહ વગડાવીને પૌષધવ્રત કરવા માટેની જાહેરાત કરતા હતા. રાજા પણ કામમાં વ્યસ્ત હોવા છતાં નરભવ પામીને ધર્મનું મહત્ત્વ સમજી પૌષધ કરતા અને શ્રાવકધર્મની આરાધનાથી જીવન ઉજમાળ કરતા હતા. પૌષધવ્રતનો પ્રેમ અને અન્ય લોકો પણ તેનું આચરણ કરે એવી સૂર્યયશા અને ચંદ્રયશા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy