SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૮ ] કલ્યાણની ભાવનાવાળા આ રાજાઓએ પૌષધનો મહિમા દર્શાવ્યો છે. આમરાજા ગોવર્ધન પર્વત ઉપર સાડાત્રણ કરોડ સોનામહોર ખર્ચીને ભવ્ય જિનાલયનું નિર્માણ કર્યું હતું. મૂળ મંડપમાં સવાલાખ સુવર્ણમુદ્રા અને રંગમંડપમાં ૨૧ લાખ સુવર્ણમુદ્રા ખર્ચી હતી. આમ રાજાની પ્રભુભક્તિ અને જિનશાસન પ્રત્યેની શ્રદ્ધાની સાથે ઉદારતાના ગુણોનો પરિચય થાય છે. લક્ષ્મીનો સુકૃતમાં વ્યય કરીને પુણ્યાનુબંધી પુણ્યનો સિદ્ધાંત આમ રાજાના જીવનમાં ચરિતાર્થ થયેલો છે. બપ્પભટ્ટસૂરિનું સવાકરોડ સોનામહોરથી ગુરુપૂજન કર્યું હતું અને આચાર્યપદવીમાં એક કરોડ સુવર્ણમુદ્રા ખર્ચી હતી. ગુરુભક્તિ તો આમ રાજાની પણ સાચી કિંમત નવકારમંત્રની છે, એ આ શેઠ સમજ્યા હતા. આવી શ્રદ્ધા હોય તો નવકાર કરે ભવપાર. આચાર્ય શીલભદ્રસૂરિ બાર વર્ષની વયે ચારિત્ર અંગીકાર કરીને છે વિગઈનો સદાને માટે ત્યાગ કર્યો હતો. એમની તપસ્યાને ધન્ય છે. તપનો પ્રભાવ પણ અનેરો છે. તેઓશ્રી ફલ્ગુમિત્ર નામે યુગપ્રધાન પદે જિનશાસનમાં બિરાજમાન થયા હતા. છ વિગઈનો સર્વથા ત્યાગ એ તપશ્ચર્યાની મહામૂલી સિદ્ધિ છે. કર્મની નિર્જરાની સાથે આહારસંજ્ઞા પર કાબૂ મેળવીને રત્નત્રયીની આરાધનામાં એકાગ્રતા માટેની એમની આવી તપશ્ચર્યાની અનુમોદના કરીને અનુસરણ કરવાની ભાવના જગાડે તેવી છે. કુમારપાળ અને સ્વાધ્યાય કુમારપાળ મહારાજા કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રચિત વીતરાગ સ્તોત્ર અને યોગશાસ્ત્રના ૩૨ પ્રકાશનો નિયમિત સ્વાધ્યાય કરતા હતા. બત્રીસ દાંત ને બત્રીસ પ્રકાશનો સંબધ પણ આશ્ચર્ય ઉપજાવે છે આઠમ અને ચૌદશના પૌષધ ઉપરાંત નરસિંહ, મીરાં, સુરદાસ સમાન સમર્પણ ભાવનાથી જિનપૂજા, ભક્તિ અને આરતી પણ ત્રિકરણ યોગની વિશુદ્ધિથી કરતા હતા. આજે જ્ઞાનપ્રાપ્તિ ને સ્વાધ્યાય ઉપેક્ષિત થઈ ગયા છે ત્યારે કુમારપાળની આ પ્રવૃત્તિનો વિચાર કરીએ તો અનુમોદના કરવાની સાથે જ્ઞાન અને સ્વાધ્યાયની અનિવાર્ય આવશ્યકતા સ્વીકાર્યા વગર છુટકો નથી એમ આત્માર્થી જનને લાગે છે. [ જૈન પ્રતિભાદર્શન આચાર્ય શાંતિસૂરિ પૂજ્યશ્રીએ પોતાનાં જ્ઞાન અને પ્રતિભાના પ્રભાવથી ૪૧૫ રાજકુમારોને જિનધર્મી બનાવ્યા હતા ૭૦૦ શ્રીમાળી કુટુંબોને મૃત્યુના મહાદારૂણ સંકટમાંથી ઉગાર્યા હતા. અને અંતે તે બધા જૈનધર્મના અનુયાયી થયા હતા. સવિજીવ કરું શાસનરસીની ભાવનાવાળા પૂ. આ. શ્રીના જીવનનું આ સુકૃત જિનધર્મી બનાવીને જીવાત્માઓને સન્માર્ગે લાવવા સૌકોઈને માટે પ્રેરક બને છે. શાંતનુ મંત્રીશ્વર ૮૪ હજાર સોનામહોરો ખર્ચીને નિર્માણ કરેલો ભવ્ય, આકર્ષક અને કલાત્મક મહેલ પૂ. વાદિદેવ સૂરિના સદુપદેશથી ઉપાશ્રય તરીકે જાહેર કરીને આરાધનાનું અણમોલ સ્થાન બનાવ્યું. ગુરુ ઉપદેશનો પ્રભાવ અને શાંતનુ મંત્રીની ઊંચી ધર્મભાવનાનું પ્રમાણ આ ઉપરથી જાણી શકાય છે. વિક્રમ રાજા Jain Education International ઉજ્જૈની નગરીના સુવિખ્યાત રાજા વીર વિક્રમના જીવનના અનેકવિધ પ્રસંગો લોકજીભે ચર્ચાતા સાંભળવા મળે છે. એવો જ એક અપૂર્વ અવસર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy