________________
અભિવાદન ગ્રંથ ]
[ પર૯
છે કે રાજાએ એક કરોડ સુવર્ણમુદ્રાથી આ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિનું ગુરુપૂજન કર્યું હતું. ગુરુભક્તિ તો વીર વિક્રમ રાજાની. કવિ માધ
ઓ ઉપમા, અર્થગૌરવ અને પદલાલિત્યના વિશિષ્ટ ગુણોથી અલંકૃત કવિ માધની
0 કાવ્યસૃષ્ટિ હતી. તેઓ માત્ર સંસ્કૃત ભાષાના સર્વોત્તમ કવિ ન હતા પણ અમીરોના દિલની અમીરીને પણ નવ પલ્લવિત કરે તેવા ઉદાર હતા. એમના પિતાએ કવિ માટે ૩૬ હજાર ચરૂ જમીનમાં દાટી રાખ્યાં હતાં. કવિએ આ બધા જ ચરૂનું ધન ગરીબોને દાનમાં આપ્યું હતું. રાજા ભોજ ચાર લાખ સુવર્ણ મુદ્રાઓ આપી. કવિએ આ સુવર્ણમુદ્રાઓની પણ ગરીબોમાં લ્હાણી કરી હતી. સરસ્વતીની ઉપાસના આગળ ધનની કોઈ કિંમત નથી. એ કવિ માધના જીવનમાંથી જાણવા મળે છે. વળી, લક્ષ્મીનો સવ્યય કરીને દીનોદ્ધાર કરવાની એમની ભાવના ઊંચી હતી, જેનું મૂલ્ય આંકી શકાય નહિ.
ડોઆ રાજાને ૧૭ પુત્રો હતા. રાજા અને ૧૭ પુત્રોએ ભેગા મળીને શાસ્ત્રોક્ત રાજા ગુણવર્મા,
Uવિધિપ્રમાણે પ્રભુજીની ૧૭ પ્રકારે પૂજાભક્તિ કરી. આ ભક્તિથી ઉત્કૃષ્ટ પુણ્યબંધ અને કર્મક્ષય થતાં ૧૭ પુત્રો તે જ ભવે મોક્ષે ગયા. ભક્તિનો મહિમા સમજવા માટે ગુણવર્મા રાજા અને એમના પુત્રોનું દૃષ્ટાંત આજે પણ પ્રભુભક્તિમાં એકાગ્રતા ને ભાવ વૃદ્ધિ માટે પ્રેરક બને છે. ધનદત્ત શેઠ
અદત્તાદાન વ્રતપાલનથી દેવલોકનાં અલૌકિક સુખના ભોક્તા થયા હતા. ચોરી ન
Jકરવી. કોઈના આપ્યા વગર લેવું નહિ, પારકાનું ધન ભેદનીતિથી પડાવી લેવું નહિ તે આ વ્રતનું સારભૂત તત્ત્વ છે. , , પરિગ્રહ-પરિમાણ વ્રતના મહાન ઉપાસક હતા આ વ્રતનો નિયમ લીધા પછી
J પર્યયોગે ચિત્રાવળી પ્રાપ્ત થઈ છતાં સ્વીકારી નહિ અને સંતોષવૃત્તિ ધારણ કરી વ્રતનું વિશુદ્ધ રીતે પાલન કર્યું. લક્ષ્મીનંદનો લક્ષ્મી પાછળ કિંમતી માનવજન્મ વેડફી નાખે છે. તેમને માટે આ શેઠનું વ્રત પાલન જીવનમાં પ્રકાશ પાડશે ને સંતોષ સુખમાં રહી આર્ત-રૌદ્ર ધ્યાનમાં નરકગામી પરિણામોમાંથી બચશે. વીરસેન-કુસુમશ્રી
છો આઠમા અનર્થદંડ વ્રતના પાલનથી સુખ-સમૃદ્ધિમાં વિલસતાં હતાં.
વિના કારણે પ્રાણીઓને ત્રાસ આપે તેથી પ્રચંડ પાપ બંધાય છે. સ્નેહી-સ્વજનના નિર્વાહ માટે જયણ રાખીને કામ થાય. ખોટી રીતે કોઈને પણ ત્રાસ ન થાય તે માટે વીરસેન-કુસુમશ્રીની માફક વ્રત પાલન કરવું. શિકીજે બ્રહ્મપુર નગરના યજ્ઞદત્ત બ્રાહ્મણની સ્ત્રી હતી જળકુંભ લઈને જતી વખતે
Jમાર્ગમાં મુનિના ઉપદેશથી પ્રભુના અભિષેકમાં જળ વાપર્યું. સાસુ ક્રોધે ભરાઈ એટલે કુંભારને ત્યાંથી ઘડો લાવીને આપ્યો. સુકૃતના પ્રભાવથી સોમેશ્વરી શ્રીધર રાજાની કુંભ નામની પુત્રી થઈ. સાસુ મૃત્યુ પામી દરિદ્ર કુળમાં ઉત્પન્ન થઈ. શ્રીધર એ પૂર્વજન્મનો કુંભાર. મુનિ પાસે પૂર્વજન્મનું વૃત્તાંત જાણી જાતિસ્મરણ જ્ઞાન થયું. છેવટે આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં જીવન વિતાવ્યું. જળપૂજાનો મહિમા દર્શાવતું સોમેશ્વરીનું ચરિત્ર પ્રભુના અભિષેકનો પ્રભાવ દર્શાવીને જળપૂજા પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા ને ભક્તિ કેળવવા માટે અનુરોધ કરે છે.
ધિનશેઠ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org