________________
૫૩૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
જયસુર અને શુભમતી
વૈતાઢ્ય પર્વત ઉપર ગજપુર નગરમાં વિદ્યાધર જયસુર અને શુભમતિ રાણી રહેતી હતી. સમ્યકૂષ્ટિ દેવ રાણીના ગર્ભમાં આવ્યો એટલે તેના પ્રભાવથી રાણીને જિનપૂજાનો દોહલો ઉત્પન્ન થયો. રાજા રાણીને અષ્ટાપદ પર્વત પર લઈ ગયો અને ત્યાં ભક્તિ-ભાવપૂર્વક પ્રભુપૂજા કરી ત્યાં રહેલા મુનિની દુર્ગચ્છા કરવાથી કર્મબંધ થયો. રાણીએ પુત્રનો જન્મ આપ્યો. પુત્ર યુવાન થયો એટલે રાજ્ય છોડીને દંપતિએ દીક્ષા લીધી. તેઓ કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં ગયા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને દેવીનો જીવ હસ્તિનાપુરમાં જિતશત્રુ રાજાને ત્યાં મદનાવલી નામની કુંવરી તરીકે ઉત્પન્ન થઈ. પણ શરીરમાંથી દુર્ગંધ આવતી હોવાથી કાંઈ પરણવા તૈયાર ન હતું. રાજાએ અલગ મહેલમાં રાજકુમારીને રાખી. રાજકુમારીએ શુકપક્ષીનો વાર્તાલાપ સાંભળીને કીમતી સુગંધી દ્રવ્યોથી જિનપૂજા કરી. પરિણામે તેની દુર્ગંધ દૂર થઈ ગઈ અને અમરતેજ મુનિના પાસે દુર્ગંધનું કારણ જાણ્યું. પછી પૂર્વભવના દેવે તેને પ્રતિબોધ કરી. મદનાવલીએ દીક્ષા લઈ રત્નત્રયીની આરાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. જયસુર અને શુભમતિના પાત્રો ચંદનપૂજાનું પ્રભાવક દૃષ્ટાંત છે. સુગંધી દ્રવ્યો--ચંદનપૂજા એટલે આત્માના ગુણોની સૌરભ પ્રસરે. દેવો, દેવીઓ અને અપ્સરાઓ પણ આ પૂજા કરે છે તો મનુષ્યજન્મની મહત્તા સમજીને સમકિત નિર્મળ કરવા આત્માના-ગુણ પ્રગટીકરણ માટે ચંદનપૂજા અવશ્ય કરીએ.
મેવાડના રાણા પ્રતાપસિંહને આપત્તિના સમયે સહાય કરીને પ્રસિદ્ધિ મેળવનાર
ભામાશાહ જૈનરત્ન અને દેશભક્ત મહાપુરુષ રાણાએ ભામાશાહના વંશજોને રાજ્યના વારસદારને ‘રાજ્યતિલક' કરવાનો ગૌરવવંતો હક્ક આપ્યો હતો. ભામાશાહે સં. ૧૬૪૩ના મહા સુદ ૧૩ના રોજ કેશરિયાજીનો જીર્ણોદ્ધાર કરાવીને દંડકળશાદિની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓશ્રીએ એક વર્ષ સુધી જૈન તીર્થોની અપૂર્વ શ્રદ્ધાથી યાત્રા કરીને અડસઠ લાખ રૂપિયાની માતબર રકમનો સુકૃતમાં સર્વ્યય કર્યો હતો. તપાગચ્છના ભટ્ટારક શ્રી વિજયદાનસૂરિના પહેલા પટ્ટધર શ્રી વિજયરાજેન્દ્રસૂરિને આ મહાપુરુષે સોનેરી શાહીથી લખાવેલા આગમસૂત્રો વહોરાવ્યાં હતાં.
શિલાલેખના આધારે જાણવા મળે છે કે દેદાશા પલ્લીવાલ જ્ઞાતિના અને આહિલ દેદાશા વંશના હતા. તેને પૃથ્વીધર અને ગણધર નામે બે પુત્ર હતા. તેમનું મૂળ વતન નિમાડ પ્રદેશનું નંદુરી ગામ હતું. તેમની પત્ની વિમળાદેવીને સુવર્ણસિદ્ધિની વિદ્યા સાધ્ય હતી. પરિણામે દેદાશા ધનાઢ્ય બન્યા હતા. દેદાશા કોઈ કામ અંગે દોલતાબાદ ગયા હતા ત્યારે ઉપાશ્રયના નિર્માણ અંગે આચાર્ય દેવેન્દ્રસૂરિની નિશ્રામાં ચર્ચા ચાલતી હતી. દેદાશાએ પોતે સર્વ ખર્ચ કરીને ઉપાશ્રય બાંધવાની રજા માગી પણ સંઘે મંજુરી ન આપી. છેવટે સંઘે કહ્યું કે તમારે ઉપાશ્રય બનાવવો હોય તો સોનાની ઈંટોથી બનાવો. દેદાશાએ સંઘની માંગણીનો સ્વીકાર કર્યો પણ આચાર્યમહારાજે આ અંગે સંમત્તિ ન આપી. દેદાશાની ઇચ્છા તો ગમે તે રીતે ઉપાશ્રય બંધાવવાની હતી એટલે તેણે કેસર અને ચૂનામાં સુવર્ણ ઘૂંટાવીને ઉપાશ્રય નિર્માણ કરાવ્યો હતો. આ ઉપાશ્રય કુંમકુંમ ચેલા શાળા નામથી પ્રસિદ્ધિ પામ્યો હતો. જૈન શ્રેષ્ઠિઓની ઉદારતાને સુકૃત કરવાનો દૃઢ સંકલ્પ કેવો હોય છે તેનું ઉદાહરણ દેદાશા છે.
ઝાંઝણશા
Jain Education International
મંત્રીશ્વર પેથડશાના પુત્ર, દિલ્હીના શેઠ ભીમસિંહની પુત્રી સૌભાગ્યદેના સ્વામી માંડવગઢના મંત્રી. વારસાગત ઘીનો વેપાર હતો એટલે તેની સાચી પરીક્ષા કરી
For Private & Personal Use Only
www.jainelibrary.org