SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૧૩૧ જાણતા હતા. તેમની બુદ્ધિ અને ચતુરાઈથી રાજા પ્રસન્નચિત્ત રહેતા હતા. રાજા ભોજનના વખતે તેમને ત્યાંથી રોજે ઘી મંગાવતા હતા. ઝાંઝણશાને રાજાની આ ટેવ પસંદ ન પડી એટલે એકવાર ઘી લેવા આવેલી રાજદાસીનું અપમાન કરી ઘી આપ્યું નહિ. રાજાએ પૂછ્યું ત્યારે બનાવટી જવાબથી સંતોષ થયો અને અંતે રાજાએ ઘીનો સંગ્રહ કરવાની શરૂઆત કરી. ઝાંઝણશા વિષે એક લોકોક્તિ પ્રચલિત હતી કે તે ચોર પકડવામાં અતિકુશળ અને ચતુર હતા. તેણે પિતાના પગલે ચાલીને છ'રીપાલિત સંઘ કાઢીને તીર્થયાત્રાનો અપૂર્વ લાભ લીધો હતો. sળોતે ઝાંઝણશાના પુત્ર. તેણે જીરાવલા પાર્શ્વનાથ તીર્થ અને આબુનો સંઘ કાઢ્યો Jહતો. સિદ્ધગિરિનો ૧૪મો ઉદ્ધાર કરીને તેને મહિમા ગાયો હતો. તીર્થ યાત્રા ભક્તિની અનુપમ શ્રદ્ધાની અનુમોદના. Dિ સંઘપતિ પ્રેમજી પારેખ છે કે તેઓ રાવજી શેઠના પુત્ર અને સુરતના મૂળ વતની હતા. Jતેઓશ્રીએ આચાર્યશ્રી જ્ઞાનવિમળસૂરિના ઉપદેશથી સુરતથી શત્રુંજ્યનો છ'રીપાલિત સંઘ કાઢ્યો હતો. તેમાં આ. શ્રી જ્ઞાનવિમળસૂરિ ઉપરાંત આ. શ્રી લક્ષ્મીસાગરસૂરિ, તપાગચ્છના આ. શ્રી દેવસૂરિ પરિવારના ૫. શ્રી લક્ષ્મીવિજય અને પં. શ્રી અમરવિજય પણ સંઘમાં જોડાયા હતા. શ્રી અમરવિજય ગણિએ નડિયાદમાં ચાતુર્માસ દરમ્યાન સં. ૧૭૭)માં ““પ્રેમજીનો સલોકો” ની રચના કરી હતી. પં. શ્રી ઉદયરત્ન ગણિએ સિદ્ધાચલ મંડણ ભગવાન ઋષભદેવ સ્તવન સાત ઢાળમાં રચ્યું છે તેમાં સંઘપતિ પ્રેમજી પારેખનો અલંકારયુક્ત શૈલીમાં ઉલ્લેખ થયેલો છે. શ્રી મતિસાગર ગણિએ સં. ૧૮૦૪માં સિદ્ધાચલ તીર્થમાળાની રચનામાં પણ આ સંઘનું વર્ણન છે. તે ઉપરથી પ્રેમજી પારેખના સંઘની લોકપ્રિયતાનો ખ્યાલ આવે છે. અમદાવાદ, પાટણ, ખંભાત અને અન્ય ગામોના નાના-મોટા સંઘ પ્રેમજી પારેખના સંઘમાં જોડાયા હતા. પરિણામે સુરતના પ્રેમજી પારેખનો સંઘ એક ઐતહાસિક પ્રકરણની ભૂમિકા પૂરી પાડીને સંઘયાત્રાની પરંપરાના સુકૃતનું પુણ્યસ્મરણ કરાવીને પ્રેરણા અને અનુમોદનામાં ઉપકારક બને છે. એમૂળ પાટણના રવજી શ્રીમાળી વંશના સુરતમાં સ્થાપી થયેલા સિંઘપતિ કચરાકાકા Jકચરાકાકાએ અધ્યાત્મયોગી દેવચંદ્રજીની પ્રેરણાથી સમેતશિખર અને શત્રુંજયના એમ બે જ સંઘ કાઢ્યા હતા. આ સંઘ પાલીતાણા પહોંચ્યો ત્યારે ખંભાત, પાટણ, ઘોઘા, વેરાવળ, ભાવનગર વગેરેના સંઘો પાલીતાણામાં આવીને એમની સાથે જોડાયા હતા. શ્રીસંઘવીએ દેવચંદ્રજીની નિશ્રામાં સં. ૧૮૧૦ના મહા સુદ ૧૩ ના રોજ સુમતિનાથ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી. જૈન પ્રતિભા દર્શનની હારમાળામાં તીર્થયાત્રાના પવિત્ર કાર્યમાં વિવિધ પ્રકારના સંઘ યાત્રા કાઢનારાઓની વિગતો ધ્યાનમાં લઈએ તો એમ લાગે છે કે જીવન, વ્યવહાર ને વેપારમાં પરોવાયેલા હોવા છતાં અપૂર્વ શ્રદ્ધા ને ભક્તિથી છ'રી પાળતા સંઘો કાઢીને અનુકરણીય દૃષ્ટાંતો પ્રાપ્ત થાય છે. Cીતેણે ભટેવરનો કિલ્લો બનાવીને તેમાં ગોહિલી વિહારનું સ્થાન નિર્માણ કર્યું હતું. તેમાં [g Jબુડા ગણિના હાથે આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. ગોહિલ રાણાના વંશજો જૈનધર્મી હતા, એમ માનવામાં આવે છે. ઉપરોક્ત માહિતી ચિત્તોડગઢના ગોમુખ કુંડના લેખ ઉપરથી ઉપલબ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy