________________
૨૩૨ ]
L[ જૈન પ્રતિભાદર્શન
નિગરશેઠ હેમાભાઈએમણે શત્રુંજય તીર્થને સમૃદ્ધ કરવામાં તન-મન અને ધનથી કાર્ય
Jકર્યું હતું. હેમાભાઈની ટુંક આજે પણ એમની સ્મૃતિરૂપે નિહાળી શકાય છે. પ્રજાવત્સલ કાર્યોમાં ઉદાર હાથે દાન આપીને માનવતાની મહેંક મૂકી ગયા છે. હોસ્પિટલ, કન્યાશાળા, સ્કૂલ તેમ જ અન્ય સેવા સંસ્થાઓમાં સંપત્તિનો સદ્ભય કર્યો હતો.
અમદાવાદના નગરશેઠ પરિવારની યાદી મોટી છે. સર્વશ્રી મણિભાઈ ચમનભાઈ, કસ્તુરભાઈ, વિમળભાઈ, શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ, જેસંગભાઈ, રમણલાલ સારાભાઈ, ડાહ્યાભાઈ, વાડીભાઈ, ભોળાભાઈ જેસંગભાઈ વગેરે નગરશેઠની પદવીથી અલંકૃત બન્યા હતા. પદવીને અનુરૂપ ધર્મ અને વ્યવહારમાં સુકૃત્યો કરીને જીવન ધન્ય બનાવ્યું હતું.
આમ નગરશેઠનો પરિવાર એટલે જૈનકુળના ખાનદાની ધાર્મિક સંસ્કારોના વારસાનું સંવર્ધન અને સાથે સાથે માનવતાવાદી વિચારોના અનુસરણથી એક ઐતિહાસિક પ્રકરણ લખી શકાય તેવી નોંધપાત્ર સિદ્ધિ મેળવીને આજની પેઢીને માટે સંસ્કાર અને સેવાના વારસાનું જતન કરવા સતત પ્રેરણા આપે છે.
એમના બહેન ઉજમબાઈએ તપાગચ્છના આચાર્ય મૂળચંદજી મ.ના ઉપદેશથી પોતાનું ઘર જૈન ધર્મશાળા તરીકે અર્પણ કર્યું હતું. આજે પણ ઉજમફઈનો ઉપાશ્રય--ધર્મશાળાનું સ્થાન જાણીતું છે.
, આણંદજી કલ્યાણજી પેઢીના સ્થાપક, રાવબહાદુરનો ઇલ્કાબ પ્રાપ્ત નિગરશેઠ પ્રેમાભાઈ
Jકરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. એમણે લોકોપયોગી કાર્યોમાં નિષ્ઠાપૂર્વક ભાગ લઈને કેટલીક સંસ્થાઓ અને સ્થાનો નિર્માણ કર્યા છે. જ્યાં સેવાકિય પ્રવૃત્તિની સૌરભ આજે પણ પ્રસરી રહી છે. સિવિલ હોસ્પિટલ, હેમાભાઈ ઇન્સ્ટીટ્યુટ, પ્રેમાભાઈ હોલ, ગુજરાત કોલેજ, મુંબઈ મેડીકલ કોલેજ, મ્યુઝીયમ, રાણીબાગ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી વગેરે સંસ્થાઓ સ્થાપીને આર્થિક સહયોગ આપ્યો હતો. તેઓશ્રી તપાગચ્છાધિપતિ મૂળચંદજી મહારાજના પરમ ભક્ત હતા. દહેરાસર જીર્ણોદ્ધાર અને નિર્માણમાં સેવા આપીને એમના વ્યક્તિત્વનો નગરજનો ઉપરાંત જૈન સમાજને પરિચય કરાવ્યો હતો.
s
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org