________________
અભિવાદન ગ્રંથ)
[ ૧૩૩
'ધર્મપ્રભાવનાના અજવાળા
–પ. પૂ. આ.શ્રી વારિણસૂરિજી મ.સા.
છે. ગુજરાતમાં દીક્ષાની ખાણ જેવા ધન્ય છાણી નગરીની પુણ્ય પ્રભાવકતા તો જુઓ જ્યાં! સૈકા પહેલાંના દેવવિમાન તુલ્ય પ્રાચીન મંદિરોનાં દર્શન થાય છે, જ્યાં પ્રભુની ભક્તિ-ઉપાસનાને બળે ૧૫૦ શ્રાવક-શ્રાવિકાઓ પ્રવજયાના પુનિતપંચે આરાધકો બન્યા છે, જેમાં સોળ આચાર્યપદે, છ પંન્યાસપદે, છ પ્રવર્તિનીપદે જિનશાસનની પ્રભાવનાનાં પુષ્પો વિકસાવી રહ્યાં છે.
આ ધર્મનગરીના એક જ પરિવારના પાંચ પાંડવો સરીખા ચંદુભાઈ, મહેશભાઈ, કિરીટભાઈ, મુકુંદભાઈ, તેજપાલભાઈને ચારિત્રની દુર્લભતા સમજાણી અને સંયમયાત્રાના આરાધકો બન્યા.
નવ હજાર આયંબિલસાધક, મરાઠાવાડ ઉદ્ધારક પૂજ્ય આચાર્યશ્રી વારિષેણસૂરિજી મ. સા., પૂ. પં. શ્રી વિનયસેનવિજયજી મ., ગણિવરશ્રી વજસેનવિજયજી મ., મુનિશ્રી વલ્લભસેનવિજયજી મ., મુનિશ્રી વિરાગસેનવિજયજી મ. વગેરે ચિત્રમાં નજરે પડે છે, આ પરિવારની પૌત્રીસાવી પાવનયશાશ્રીજી પણ આરાધના કરે છે.
માતાપિતા સંસ્કારસંપન હોય તો ઘર્મઉદ્યાનમાં અનેક સુવાસિત પુષ્પો મહેકી રહે છે. “સૂરજ આજે પણ પ્રકાશી રહ્યા''ની પ.પૂ.આ.શ્રી વારિષેણસૂરિ મહારાજશ્રીને જે અનુભૂતિ થઈ તે ધર્મપ્રભાવનાનો નિચોડ આ લેખમાં પૂજ્યશ્રીએ આલેખ્યો છે મંગલધર્મનો પ્રકાશ અનેકોને હૈયાં સુધી કેવી રીતે પહોંચ્યો છે. તેની સુંદર રજૂઆત.
પૂજયશ્રીએ કરી છે. તેમનાં ધર્મનિષ્ઠ માતા-પિતાનાં ચિત્ર અને લખાણ આ ગ્રંથમાં R અન્યત્ર દર્શાવવામાં આવ્યાં છે.
સંપાદક
પપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org