________________
અભિવાદન ગ્રંથ ]
ભગવાનની ભક્તિના પ્રતાપી પુણ્યવંતો
—વર્ધમાન તપોનિધિ-પ્રવચન પ્રભાવક પ.પૂ. આ. કે. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા.
વર્ધમાન તપોનિધિ, વ્યવહારદક્ષ, પ્રવચનપ્રભાવક ૫. પૂ. આ... શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ આ લેખના લેખક છે. સત્તર વર્ષની ઉંમરે દીક્ષિત બની પ.પૂ.આ.દે. શ્રી મુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બન્યા. ત્રીશથી વધુ પુસ્તકોના સંપાદનમાં તેમની અગાધ શક્તિના દર્શન ચાય છે. જ્યાં જ્યાં તેમનાં ચાતુર્માસ થયાં ત્યાં ત્યાં આરાધનાનાં ઘોડાપૂર ઊમટચાં છે અને વિવિધ તપોમાં અનેકોને જોડ્યા છે. શૂન્યમાંથી સર્જન કરવાની અદ્ભુત કળા તેમને વરેલી છે. અનેક દહેરાસરો, ઉપાશ્રયો, પાઠશાળાઓ તેમની પ્રેરણાથી બનેલાં છે, નાનામોટા છ'રીપાલિત સંઘો તેમની પાવન નિશ્રામાં નીકળ્યા છે. ઔરંગાબાદમાં ઉપધાન, ચાતુર્માસ, મહોત્સવો સુંદર ચયાં. તેઓશ્રીના સુહસ્તે નિર્માણ પામેલાં જિનમંદિર, ઉપાયોની પાસે જ્યાં જૈનોના ૧૫ ઘરની વસ્તી હતી તે આજે ૧૫૦૦ ઘર સુધી પહોંચી ગઈ છે. અમદાવાદમાં કૃષ્ણનગર, સમ્રાટનગર, ઈશનપુર, રંગસાગર
ફ્લેટ, બાપુનગર, મંગલમૂર્તિ અપાર્ટમેન્ટ વગેરે સ્થળોએ શરૂથી જ સુંદર માર્ગદર્શન આપી ધર્મસ્થાનનું નિર્માણ કરાવ્યું. અનેક સંઘો આજે તેઓશ્રીના ઉપકારને યાદ કરી રહ્યા છે.
[ ૮૫૭
‘“ધન ડુબાડનારું છે, ને ધર્મ તારનારો છે”, ‘‘લોભનો છેડો નહિ છોડો તો તે તમારો છેડો છોડશે નહિ’, ‘‘લોભ કષાય તમને દુર્ગતિના ઝાડા કરાવશે.'' હૈયું હચમચી જાય અને અંતરમાં આનંદનો ઝબકાર થાય તેવા ચિંતનના ચમકારા તેમના લેખોમાં અને પ્રવચનોમાં અવારનવાર વાંચવા અને સાંભળવા મળતા જ રહ્યા છે.
પૂજ્યશ્રીએ પૂર્વકાલીન અને વર્તમાનકાલીન પુણ્યવંતા પુરુષોની ધર્મશ્રદ્ધાની આ લેખમાં ઝાંખી કરાવી છે. પૂજ્યશ્રીના પ્રતાપી વ્યક્તિત્વને અનંત અનંત વંદના!
– સંપાદક
★
શ્રી જૈનશાસનના ગગનમાં અનેક તારાઓ ઊગે છે અને પ્રકાશ આપતા વેરાય છે. ૧૫૦-૧૭૫ વર્ષ પહેલાં એક પ્રતાપી પુરુષ થઈ ગયેલ, જેનું નામ મોતીશાહ શેઠ. મોતી-મણિ જેવા એ શેઠ હતા. મોતી-મણિ સંગ્રહ કરીને રાખે તેમ ઇતિહાસકારો મોતીશાહ શેઠને નહિ ભૂલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org