SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૪૫ સં. ૧૫૫૫ (૧) માગશર સુદિ ૧૩ના શુક્રવારે શ્વે. બાલા ભા. રગી પુ. વેલા ભા. મરવ્યે પોતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદિ ના શનિવારે શ્રીમાલ જ્ઞા. મનોરદ ભા. માંકી સુ. વાહરાજ ભા. જીવની સુ. દેવદાસે ભા. દગા સિ. પાસા, કરણ, ધર્મદાસ, સુરદાસ સહિત વિમલનાથ બિંબ ભરાવ્યું. (૩) શ્રીવંશી શ્વે. નાગમલના ભાઈ શ્રે. મહા ભા. લલતાદે પુ. શ્રે. કમલસી સુ. વિહણસીએ લાડી સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, માંડવગઢમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી (૪) જેઠ સુદિ સોમવારે શ્રીવંશી સોની શ્રી માંડણ ભા. સુશ્રાવિકા તોલા સુત સો. નાગરાજ સુશ્રાવકે ભા. મેલાદે પુ. સો. વર્ધમાન, સો. પાસદત્ત દ્વિ. ભા. શ્રાવિકા વિમલાદે પુ. સો. જિણદત્ત પુત્રી શ્રાવિકા ગુદાઈ, મોટી પુત્રી શ્રા. પદ્માઈ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, માંડવગઢમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૫૬ ઠ સુદિ ૮ના શુક્રવારે ઓસવંશી સા. ખીમશી ભા. ગાંગી પુ. સા. મેહાજલ સુશ્રાવકે ભા. ભાવલ પુ. સા. પૂના, કિકા, ભાઈ સા. વાહડ સહિત ભાઈ સા. વીકા, કંસાના પુણ્યાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, પારકરનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે શ્રીવંશી મં. મહિરાજ ભા. લંગી પુ. મં. નારદ સુશ્રાવકે ભા. પૂરી, વડીલભાઈ મં. મહિયા ભા. રંગી પુ. નં. જિણદાસ પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ ચોવીશી કરાવી, ગોમડલ નગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં.૧૫૫૭ (૧) જેઠ સુદિ ૩ના ગુરુવારે ખંભાતના ગૂર્જરવંશી મં. વદા ભા. રાણી પુ. મં. મહિરાજ, ભા. સંપૂરી પુ. મં. વંકા સુશ્રાવકે ભા. હીરાઈ, નાનાભાઈ મં. સહસા ભા. સહજલદે પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૫૮ (૧) માઘ વંદ ૭ના ગુરુવારે શ્રી શ્રીમાલ જ્ઞાતીય સા. ધરમશી ભા. વાલ્હી પુત્રી સા. જીવા ભા. પુરાઈ પુ. સા. વઈજા શ્રાવકે, ભા. મૃગાઈ પુ. પાસદત્ત સહિત શ્રી શ્રેયાંસનાથ જિનબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૬૦ (૧) માઘ સુદિ ૧૩ના સોમવારે શ્રીવંશી સા. જગડૂ ભા. સાન્તુ સુ. સા. લટકણ ભા. લીલાદેએ શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, ખંભાતમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫. પૂ. આ. ભ. શ્રી ભાવસાગરસૂરિ પ્રકીર્ણ પ્રસંગો ઓસવંશીય, વડેરાગોત્રીય સુરચંદ તથા સુરદાસે કુટુંબના શ્રેયાર્થે ભાવસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૫૭૮માં પાટણમાં શ્રી પાર્શ્વનાથના બિંબની પ્રતિષ્ઠા કરાવી. જૈન ગોત્ર સંગ્રહ'માં હી. હં. લાલન નોંધે છે કે ‘આ બિંબ કાનજી હંસરાજના ઘરમાં પૂજાય છે.' ઓસવંશીય, દેવાણંદ ગોત્રીય, સીરોહીમાં થયેલા ભીંદા અને નેતાએ શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા ભરાવી, જેની પ્રતિષ્ઠા ભાવસાગરસૂરિના ઉપદેશથી થઈ. શ્રીમાલવંશીય, ગૌતમ ગોત્રીય, વાઘા તથા હરખચંદે સં. ૧૫૬૦માં વૈશાખ સુદિ ૩ના દિવસે માંડલમાં ભાવસાગરજીના સૂરિપદ મહોત્સવમાં પચાસ હજાર દ્રવ્ય ખરચ્યું. સંઘવી ભીમાના ભાઈ ૬૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy