SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૬ ] [ જૈન પ્રતિભાદર્શન ભાણાનાં સંતાનો કચ્છી ઓશવાળો થયા અને તેઓ વીસલદેવ રાજાના કારભારી હોવાથી વીસરિયામેતા કહેવાયા. આ વંશમાં થયેલ મંત્રી સલપુએ જૂનાગઢમાં શ્રી આદિનાથપ્રભુનો શિખરબંધ જિનપ્રાસાદ બંધાવ્યો તથા પાટણમાં ચોર્યાસી પૌષધશાળાઓમાં કલ્પમહોત્સવ કરાવી ઘણું દ્રવ્ય ખરચ્યું હતું. ઓસવંશીય, સાલગોત્રીય ઠાકુરના પુત્ર ખરહથ તથા ખીમાએ સં. ૧૫૭૪માં મહા વદિ ૧૩ના દિવસે શ્રી આદિનાથનું બિંબ રણધીરનાં પુણ્યાર્થે ભરાવ્યું અને તેની ભાવસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી. ભાવસાગરસૂરિના શાખાચાર્ય સુવિહિતસૂરિ સ. ૧૫૭૩માં થયા. એમના ઉપદેશથી મંત્રી વીરાના પુત્ર મંત્રી સિંહરાજના પુત્ર સા. હંસરાજે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, જેની ખંભાતના સંઘે પ્રતિષ્ઠા કરાવી. અન્ય અંચલગચ્છીય શ્રાવકોનો નિર્દેશ લાભમંડન કૃત “ધનસાર પંચશાળરાસ' (રચના સં. ૧૫૮૩ કાર્તિક સુદિ ૧૩) દ્વારા મળી રહે છે, જેનો ટૂંક સાર આ પ્રમાણે છે : બધાયે દેશોમાં ગુજરાત દેશ પ્રસિદ્ધ છે, તેનું અમદાવાદ શ્રેષ્ઠ નગર છે, જેમાં લક્ષ્મીએ વાસ કર્યો છે. તે નગરમાં વ્યવહારી પહિરાજ વસતા હતા. તેઓ ધર્મનિષ્ઠ સંજાણમહાજનમાં અગ્રેસર શ્રાવક હતા. તેમની પત્નીનું નામ રૂપી હતું તથા તેમના પુત્રનું નામ સંઘદત્ત હતું, જે જિનવરની ભક્તિ કરતો હતો, અને શ્રી શ્રીવંશનો શૃંગાર હતો. તેની પત્ની ભણું શીલવંતી, સદ્વિચારિણી, અને દાનગુણથી દીપતી હતી. તેની કૂખે જગ-પ્રસિદ્ધ, બુદ્ધિમાં અભયકુમાર જેવો અમીપાલ જભ્યો જેની કીર્તિ જગમાં પ્રતાપે છે, એના સાન્નિધ્યમાં, સૂત્રોનું અધ્યયન કરી રાસની રચના કરી.” સહિજાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, જે અંગે આપણે ઉલ્લેખ કરી ગયા. મંત્રી સહિજાએ પરિવાર સહિત ઉક્ત સૂત્રની પ્રત નિર્દેશિત દિવસે લખાવી. જેસો જગદાતાર ઉકેશવંશમાં લાલણશાખીય સા. વેલાના મહાદાનેશ્વરી પુત્ર જેસાજી પણ ભાવસાગરસૂરિના વખતમાં થઈ ગયા. જેસાજીની માતાનું નામ વિલ્હણદે અને પત્નીનું નામ જસમારે હતું. તેને સુદા, વિજય, જગમાલ વગેરે પુત્રો થયા. ભાવસાગરસૂરિના ઉપદેશથી જેસાજીએ સં. ૧૫૬૧માં વૈશાખ સુદિ ૩ના સોમવારે પોતાના પુણ્યાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, જેની અમરકોટના સંઘે પ્રતિષ્ઠા કરાવી. જેસાજીને “જેસો જગદાતાર' નું બિરુદ હતું, તથા તેણે બંધાવેલાં જિનાલયો, તેણે કાઢેલા સંઘો ઇત્યાદિ બાબતો ઇતિહાસપ્રસિદ્ધ છે. મંત્રી હરપતિના પુત્ર મંત્રી વાઘાના પુત્ર મંત્રી શ્રીરાજ, શ્રીવંત પણ ભાવસાગરસૂરિના શ્રાવકો હતા. તેમનો સં. ૧૫૬૦નો પ્રતિષ્ઠા-લેખ ઉપલબ્ધ છે. તેમણે માંડલમાં ભાવસાગરસૂરિના પદમહોત્સવમાં પ૦ હજાર રૂપિયા ખર્ચા હતા, જે વિષે આપણે ઉલ્લેખ કરી ગયા. તેઓ અમદાવાદમાં રાજ્યમાં મોટો હોદ્દો ધરાવતા હોવાની સંભાવના છે. અથવા તો માંડલમાં જ તેઓ અધિકારપદે પણ હોય. ગમે તેમ, તેઓ રાજ્યમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા એ વાત તો નક્કી જ છે. પાવાગઢ અને ચાંપાનેરના રાજવીઓ અને મંત્રીઓ સાથેનો અંચલગચ્છીય આચાર્યોનો સંબંધ ઇતિહાસ-પ્રસિદ્ધ છે. આ વિષયમાં આપણે સપ્રમાણ વિચારણા કરી ગયા. અંચલગચ્છ-પ્રવર્તક આર્યરક્ષિતસૂરિથી માંડીને તત્કાલીન પટ્ટધર સુધી આ સંબંધો એવા જ ઘનિષ્ટ લેખો દ્વારા સૂચિત થાય છે. સં. ૧૫૭૦ના માઘ વદિ ૯ના શનિવારે શ્રીમાળી જ્ઞાતીય મંત્રી સહદ, ભાર્યા સહજલદે, તેમના પુત્ર મંત્રીવર હાથીએ, તેની ભાર્યા નથી તથા સા. હાંસા, કીકા પ્રમુખ કુટુંબ સહિત અચલગચ્છશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy