SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | L[ ૬૪૭ ભાવસાગરસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, અને તેની ચંપકપુરમાં પ્રતિષ્ઠા કરાવી. મહમદ બેગડાએ પાવાગઢ સર કર્યો હોવા છતાં ત્યાં શ્વેતાંબર જૈનોનું પ્રાધાન્ય એવું જ રહ્યું. એ અરસામાં પાવાગઢની જાહોજલાલી અપૂર્વ હતી. મુઝફરના રાજ્યત્વકાલમાં મંત્રી સહદ અને તેનો પુત્ર મંત્રીવર હાથી થઈ ગયા. એ વખતે ચાંપાનેર ગુજરાતનું રાજકીય રાજધામ હતું, તે પછી પાછી અમદાવાદ રાજધાની થઈ. ગુજરાતનું માળવા પરથી પ્રભુત્વ જતાં ચાંપાનેરનો વેપાર તૂટ્યો. એ પછી ચાંપાનેર કદીયે પહેલાંની સમૃદ્ધિ પ્રાપ્ત ન કરી શક્યું. ચાંપાનેરની સમૃદ્ધિના કાળમાં ત્યાંના જૈનમંત્રીઓના ઐતિહાસિક ઉલ્લેખો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અંચલગચ્છીય આચાર્યોના ઉપદેશથી ત્યાંના મંત્રીઓ અને રાજવીઓએ અનેક ધર્મકાર્યો કર્યાં એ હકીકત આ ગચ્છના ઇતિહાસમાં વિશેષ ઉલ્લેખનીય છે. જાંબૂઝામ-જંબુસરમાં મંત્રી મહિરાજીના પુત્ર મંત્રી બાલા થઈ ગયા, જેમને વિષે પ્રતિષ્ઠા લેખમાંથી આ પ્રમાણે માહિતી મળે છે : સં. ૧૫૬૩ના વૈશાખ સુદિ ૧૧ના શુક્રવારે શ્રી શ્રીવંશી મે. મણિરાજ સુત મંત્રી બાલા ભા. રમાઈ પુત્રી કપૂ સુશ્રાવિકાએ પોતાના શ્રેયાર્થે અંચલગચ્છશ ભાવસાગરસૂરિના ઉપદેશથી શ્રી નમિનાથબિંબ ભરાવ્યું, જાંબૂ ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. - ઓસવંશીય, દેવાનંદ શાખીય મંત્રી સાંગાના પુત્ર મહ. ભાખરે સં. ૧પ૬૭ના પોષ વદિ ૬ના ગુરુવારે ભાવસાગરસૂરિના ઉપદેશથી કોટડાદુર્ગમાં શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા-લેખો ભાવસાગરસૂરિના ઉપદેશથી પણ અનેક પ્રતિષ્ઠાઓ થઈ છે, જે અંગેનાં પ્રમાણ પ્રતિષ્ઠાલેખો દ્વારા મળી રહે છે. ઉપલબ્ધ પ્રતિષ્ઠાલેખોનો સાર આ પ્રમાણે છે :--- સં. ૧૫૬૦ (૧) વૈશાખ સુદિ ૩ના બુધવારે શ્રી શ્રીવંશી . હરપતિ ભા. રતન પુ. મ. વાઘા સુશ્રાવકે ભા. વહાલી પુ. નં. શ્રીરાજ, શ્રીવંત સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથબિંબ ભરાવ્યું, માંડલમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદિ ૧પના શનિવારે શ્રી વીરવંશી સં. ખોખા ભા. ચાઈ પુત્ર સં. સમધર સુશ્રાવકે ભા. રહી પુત્ર સં. સૂરા, વીરા, ભાઈશ્રી સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) જેઠ વદિ ૭ના બુધવારે ઓસવંશી સા. કા.....એ સુ. સહસકિરણ સહિત ભાર્યા મલાઈ પુણ્યાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૬૧ (૧) પોષ વદિ પના સોમવારે સવંશી લોઢાગોત્રે ચઉધરી લાધા ભાર્યા મહેમણિ સુ. પ્રેમપાલ... સુશ્રાવકે...તેજપાલના શ્રેયાર્થે શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદિ ૩ના સોમવારે ઉસવંશી લાલણશાખીય સા. વેલા ભાર્યા વિલ્હણદે સત સા. જેસા સુશ્રાવકે ભા. જસમાદે પુ. સુદા, વિજયા, જગમાલ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, અમરકોટ નગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ વદિ પના બુધવારે ઉસવંશી સા. હાંસા ભા. હર્ષ પુ. સા. ગુણીયા ભા. ગંગાકે પુત્ર સા. મેઘરાજ સુશ્રાવકે ભાર્યા વીરાઈ, વડીલ ભાઈ સા. કૂરા, નાનાભાઈ હેમરાજ, સૂરા મુખ્ય કુટુંબ સહિત પોતાની માતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૬૩ (૧) વૈશાખ સુદિ ૬ના શનિવારે શ્રી શ્રીવંશી સા. વાચ્છા ભા. રૂપાઈ સુ. સાલ્લા ભા. [ કપૂ પુત્ર શ્રી ચંદ્ર સુશ્રાવકે ભા. વિમલાદે, પુત્ર નાકર સહિત શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy