SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ [ જૈન પ્રતિભાદર્શન પૂર્વભવમાં નાગકેતુ કોઈ એક વણિકના પુત્ર હતા. નાનપણમાં જ એમની માતા મરી ગઈ અને એથી એમના પિતા બીજી કન્યા પરણ્યા. એ નવી આવેલી સ્ત્રીને એની શોક્યનો આ પુત્ર શલ્યની જેમ ખૂંચવા લાગ્યો અને એથી ઘણા પ્રકારે એને પીડવા લાગી. પૂરતું ખાવાનું ન આપે, ઘરકામ ઘણું કરાવે અને મૂઢ માર મારે. ઘણા વખત સુધી આ પીડા સહન કરતાં કરતાં તે ત્રાસી ગયો અને ઘર છોડી બીજે ભાગી જવા માટે એક સાંજે ઘરેથી નીકળ્યો. ૨૬૪ ] નાસી જતાં—તે નગર બહાર નીકળતાં પહેલાં જિનેશ્વરનાં દર્શન કરવા એક દેરાસરમાં જઈ સ્તુતિવંદના કરી, તેના ઓટલે બેઠો હતો. સદ્ભાગ્યે તેનો એક મિત્ર દહેરાસરમાંથી બહાર નીકળ્યો અને મિત્રને નિરાશ વદને બેઠેલો જોઈ તેને પૂછ્યું : “કેમ ભાઈ, શું ચિંતામાં છે?’' વણિકપુત્રે જવાબ આપ્યો કે, ‘કંઈ કહેવાય એવું નથી. અપાર દુઃખિયારો છું અને હવે ત્રાસી જવાથી ઘરેથી ભાગી જવા નીકળ્યો છું.'' પેલા મિત્રે તેને સાંત્વન આપતાં કહ્યું, ‘ભાઈ, ગભરાઈશ નહીં. ધર્મથી બધાં સારાં વાનાં થાય છે. તપથી ઘણાં કર્મો ખપે છે. પૂર્વભવમાં તે તપ કર્યું નથી માટે તું દુ:ખી થાય છે. માટે તું એક અઠ્ઠમ કર.'' આવતા વર્ષે પર્યુષણ પર્વ આવે છે ત્યારે અઠ્ઠમ તપ કરવાનો એણે નિશ્ચય કર્યો, એટલે બહારગામ નાસી ન જતાં પાછો રાત્રે ઘરે આવ્યો. ઘરના દરવાજા તો બંધ હતા એટલે ઘર બહાર ઘાસની ગંજી હતી તે ઉપર તે સૂઈ ગયો. પણ મનમાં અઠ્ઠમ તપ જરૂર કરીશ એવી ભાવના ભાવતો રહ્યો. અપરમાતાએ બારીમાંથી જોઈ લીધું કે, આ શલ્ય આજે ઠીક લાગમાં આવ્યો છે. ગંજીને આગ ચાંપી દઉં તો આ મરી જાય, અને મારી ઘણા વખતની ઇચ્છા આનું કાશળ કાઢવાની છે તે પૂરી થાય. એમ વિચારી ઘોર રાત્રીએ ઘાસની ગંજી અને બહારનો પવન તથા અગ્નિ સાથે મળતાં થોડા જ વખતમાં ઘાસની ગંજી ચારે બાજુથી સળગી ગઈ અને એ વણિકપુત્ર જીવતો બળી ભડથું થઈ ગયો. પણ મરતાં મરતાં પણ અક્રમ કરવો છે તે ભાવના છેલ્લી ક્ષણે પણ રહી. ત્યાંથી મરીને ચંદ્રકાંત નામની નગરીમાં વિજયસેન નામના રાજાના રાજ્યમાં શ્રીકાંત નામના શેઠને ત્યાં તેની સખી નામની ભાર્યાની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ નાગકેતુ પાડ્યું. અહીં એનાં માતાપિતા બહુ ધર્મશીલ હતાં અને પર્યુષણ આવતાં હોવાથી રાત્રે એકાંતે અઠ્ઠમ તપ કરવાની વાતો થઈ. આ સાંભળતાં નાગકેતુને જાતિસ્મરણજ્ઞાન થયું અને એ જ્ઞાન બળે પોતાનો પૂર્વભવ જાણ્યો અને અઠ્ઠમ કરવો છે, ચોક્કસ કરવો છે તેનું સ્મરણ થયું. આ ભાવનાને સફળ કરવાને તેણે પણ પર્યુષણમાં અઠ્ઠમ તપ આદર્યું. તરતના જન્મેલ નાગકેતુનું શરીર તદ્દન કોમળ હતું. તેનો આત્મા જ્ઞાન પ્રગટવાથી બળવાન બન્યો; પણ શરીરમાં એટલું બળ ચાં હતું? દૂધ નહીં પીવાથી એનું શરીર કરમાવા માંડ્યું. એનાં માતાપિતાને ખબર નથી કે બાળકે અઠ્ઠમનું તપ કર્યું છે, માટે ધાવતો નથી, પાણી પણ લેતો નથી. તેઓએ અનેક ઉપચાર કરવા માડ્યાં. આ તો ન ધાવે કે ન દવા પીએ. પરિણામે અશક્તિ એટલી વધી જવા પામી કે, તે બાળક મૂર્છા પામી ગયો. મૂર્છા પામેલ બાળકને આ લોકોએ મરી ગયેલો માની લીધો અને એને જંગલમાં જઈને દાટી પણ દીધો. પોતાનો પુત્ર મરી ગયો એમ માનવાના કારણે શેઠને બહુ આઘાત લાગ્યો. શેઠ મૂળ તો નિઃસંતાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy