SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1033
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૪ ] [ જેને પ્રતિભાદર્શન સૌભાગ્યસૂર્ય એટલો ઉદયવંતો હતો કે જામનગરના સ્થાનિક જૈન સમાજ ઉપરાંત અમદાવાદ, પાટણ વગરે શહેરનો જૈન સમાજ તેની ખૂબખૂબ ચાહના રાખે. અને હુન્નર-ઉદ્યોગશાળાનું ઉદ્ઘાટન અથવા તેવા કોઈપણ મેળાવડાના શુભ પ્રસંગે આ પુણ્યશાલીને પ્રધાનપદ આપી પોતાની ભાવના વ્યક્ત કરે. સંઘવી પોપટભાઈ પાલીતાણા--આગમમંદિરમાં સ્વર્ગવાસ પામ્યા, આગમમંદિરના નિર્માણમાં તેઓ મુખ્ય સહયોગી હતા. તેની બાજુનું ગણધરમંદિર પણ તેઓએ પોતાના સ્વદ્રવ્યથી બનાવ્યું હતું. અ.સૌ. સંઘવણ ઉજમબેન ) સંસાર અટવી ઉલ્લંઘવા માટે ધર્મરથ કહ્યો છે, પુરુષ અને સ્ત્રી એ બે તેનાં પૈડાં છે. બન્ને સમાન ગુણધર્મી હોય તો સંસાર અટવી જલદી પાર પામી શકાય. સંઘપતિ પોપટભાઈની જેવી સધર્મભાવના આપણે જોઈ ગયા છીએ તે જ પ્રમાણે તેમનાં ધર્મપત્ની સંઘવણ ઉજમબહેન ધર્મભાવનામાં ઓછા ઉતરે તેવા નથી. શેઠાણીમાં ગુરુભક્તિ, તપશ્ચર્યા, વૈયાવચ્ચ અને વ્રતનિયમની આરાધના સગુણો વિશેષ ઝળકી ઉઠતા હોય એમ અનુભવાય છે. શ્રાવકોની કઠિન ગણાતી ત્રણે ઉપધાનની મંગલમય ક્રિયા સિદ્ધક્ષેત્ર, રતલામ અને જામનગરમાં અનુક્રમે કરવામાં તેઓ ભાગ્યશાળી થયાં. વરસીતપ જેવી ઉગ્રતપસ્યા પણ ઉજમબહેને કરેલ છે. હજારોને ખર્ચ કરેલું શ્રી નવપદજીનું તથા જ્ઞાનપંચનાં તપનું ઉજમણુ જામનગરની જૈન-જૈનેતર પ્રજા આજે પણ યાદ કરે છે. આ ઉપરાંત છ8, અટ્ટમ, આયંબિલ વગેરે તપસ્યા સાથે સામાયિક પ્રતિક્રમણ તેમજ પર્વતિથિએ પૌષધાદિ ધર્મકૃત્યો કરવામાં ઉજમબેન પૂરેપૂરા રંગાયેલા. સંતાન નહીં છતાં નાની વયમાં પતિદેવની ઇચ્છાનુસાર આજીવન વ્રતશિરોમણી બ્રહ્મચર્યનો સ્વીકાર અને તેના પાલનમાં નિરંતર જાગૃતિ એ ઉજમબેનની ઉચ્ચ ધર્મભાવના દર્શાવે છે. સૌજન્ય : શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ જૈન વિદ્યાર્થીભવન જામનગર ( સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી ) હમણાં જ, વિ. સં. ૨૦૫૪નો મહા વદી ૭ને બુધવાર; તા.૧૮-૨-૯૮ના રોજ પોતાના વતન ધ્રાંગધ્રાનાં ૭૭ વર્ષની ઉંમરે પંડિત પનાલાલ ગાંધીએ સમાધિપૂર્વક દેહ છોડ્યો, જૈનશાસને એક આત્મજ્ઞાની મહાત્મા ગુમાવ્યો. આજીવન બાલબ્રહ્મચારી પંડિત પનાભાઈ દીક્ષિત સાધુ થઈ ન શક્યા પણ એમની ઉચ્ચ આત્મદશાને લક્ષમાં રાખી શ્રી ધ્રાંગધ્રા તપગચ્છ સંધે એમની પાલખી કાઢી અને ભવ્ય ઉત્સવપૂર્વક એમના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા. - શ્રી પનાભાઈનો જન્મ સૌરાષ્ટ્રમાં વાંકાનેરમાં વિ. સં. ૧૯૭૬ના મહા વદ ૪ના રોજ થયો હતો. પિતાનું નામ જગજીવન સોમચંદ ગાંધી અને માતાનું નામ પાર્વતીબહેન હતું. શ્રી પનાભાઈની યોગસાધના ઘણી જ ઊંચ કોટિની હતી. પદ્માસનમાં તેઓ ઘણા કલાકો સુધી બેસી શકતા. તેમણે ઉપધાનતપ કર્યા, દસ વર્ષ સુધી એકાસણાં કર્યા, પર્યુષણમાં ચોસઠ પહોરી પૌષધ કરતા એમણે અહમ્ પદનો સળંગ જાપ સુદીર્ઘકાળ સુધી કર્યો હતો તેથી એમની ચેતનાશક્તિ કુંડલિની જાગૃત થઈ હતી. એમના અસાધારણ ક્ષયોપશમને કારણે અંદરનો ઉઘાડ ઘણો મોટો હતો. સ્વરૂપજ્ઞાન વિષે કે આત્મજ્ઞાન વિષે, ગુણસ્થાનક વિશે, પંચાસ્તિકાય વિષે કે પદ્રવ્ય વિષે બોલવાનું ચાલુ કરે ત્યારે અમ્મલિત પ્રવાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy