SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1032
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૮૩ મળ્યો. તીર્થાધિરાજ શ્રી સિદ્ધિક્ષેત્રની યાત્રા કરવા માટે જ્યારે જ્યારે જે દિવસે તેઓ પાલિતાણામાં આવે અને ગિરિરાજની યાત્રા કરે તે પ્રથમ દિવસે તેમને ઉપવાસ જ હોય અને જ્યારે ત્યાંથી ઘર તરફ જાય ત્યારે પ્રાયઃ આયંબિલ જ હોય, એ તપોધર્મના મંગલપણામાં તેમનો સદ્ભાવાતિરેક જાણવા માટે બસ છે. દાન-શીલ અને તપ એ ત્રણેય ધર્મના પ્રકારો ભાવથી સંગત હોય તો જ સંપૂર્ણ ફળ આપનારાં શાસ્ત્રકારોએ કહ્યાં છે. આ સંઘપતિજી જે કાંઈ દાનાદિ ધર્મનું આરાધન કરવા કટિબદ્ધ થાય છે તેમાં તેમની સંપૂર્ણ ભાવનાનો સુયોગ જ હોય. કોઈની પ્રેરણાથી પરાણે ભાવના વિના કરવું એ તેમને ઓછું રૂચિકર છે, તે ઉપરાંત ભાવધર્મના બે ભેદ પૈકી ચારિત્રધર્મના પ્રથમ ભેદનું સ્વયં યદ્યપિ આરાધન કરી શકતા નથી તોપણ ઉમેદવારી તરીકે સમ્યક્ત્વ મૂળ બાવ્રત રૂપી દેશવિરતિ ધર્મનું આરાધન કરવામાં તેઓ હંમેશા તૈયાર રહ્યા. સદ્ગુરૂની અધ્યક્ષતામાં નાણ મંડાવીને તેઓએ બાર વ્રત ઘણાં વર્ષો થયાં ઉચ્ચરેલ; એટલુ જ નહિ, પરંતુ પોતે તેમ જ પોતાનાં ધર્મપત્નીએ કરેલાં પંચમી-નવપદજીની ઓળી વગેરે તપસ્યાની પૂર્ણાહુતિ પ્રસંગે ઘણા જ ઠાઠથી હજારોના ખર્ચે ઉજવેલ ઉદ્યાપન મહોત્સવ પ્રસંગે દેશિવરતિ ધર્મારાધક સમાજને પોતાને આંગણે નોતરી જનતાએ આપેલા સ્વાગતાધ્યક્ષપદને યથાર્થ સફલ કરેલ છે રાજનગર નિવાસી ધર્મરસિક શ્રીમાન્ શેઠ પનાલાલ ઉમાભાઈના પ્રમુખપણામાં તેમ જ આપણા સંઘપતિની સ્વાગતાધ્યક્ષતામાં ઉજવાયેલ એ ઉજ્જવલ ધર્મ પ્રસંગને જામનગરની જૈન-જૈનેતર પ્રજા હજુ અનેક વાર યાદ કરે છે. એમની યોગ્યતાને અનુરૂપ પાનસર અને મહેસાણામાં ઉજવાયેલ દેશવિરતિ ધર્મારાધક સમાજના અધ્યક્ષ તરીકે જૈન સમાજે તેમની વરણી કરી, અને તેઓએ પણ પોતાની કાર્યદક્ષતાથી સમાજે આપેલા સુકાનીના પદને ઘણું જ શોભાવ્યું. આ સંઘપતિજી અંગે જણાવ્યા મુજબ એકલા ધર્મકુશલ જ નહોતા, પરંતુ તેમની વ્યવહારકુશળતા પણ ઘણી અજબ હતી. ગમે તેટલાં કાર્યો હોય તો પણ તેમની કાર્યવ્યવસ્થાની શક્તિ સહુ કોઇને હેરત પમાડે છે. સ્વયં ચકોર-કાર્યદક્ષ અને દૂરંદેશી એટલું જ નહિ પરંતુ કોઈ પણ કાર્યનું સારુંમારું શું ફળ આવશે તેનું સાચું અનુમાન કરવાની તેમની સૂઝ અવર્ણનીય હતી. એમનું કહેવું હંમેશા દલીલપૂર્વક જ હોય છે. તેઓ બહુ પરિમિત બોલવાવાળા, પરંતુ જે બોલે છે તે ઘણો જ વિચાર કરીને બોલે. તેમની ભાષામાં એટલી મીઠાશ હોય છે કે તે બોલતા હોય ત્યારે હજુ શેઠ બોલ્યા જ કરે’ એમ સાંભળનાર સહુ કોઈની ચાહના રહે છે. પૂ. આચાર્ય મહારાજાઓ, ઉપાધ્યાય મહર્ષિઓ વગેરે અનેક સાધુઓના પરિચયમાં આવવા ઉપરાંત રાજા-મહારાજા, મહામાત્ય, શેઠ, શાહુકાર અને વિદ્વાન વર્ગના સંસર્ગમાં ઘણી વખત તેઓ આવેલા હોવાથી એમની કાર્ય કરવાની સૂઝ-સમજ અને શક્તિ ઘણી જ ખીલેલી છે. પ્રસંગોપાત તેઓ સારું ભાષણ પણ આપી શકતા. જામનગરના શાસનરસિક સંઘમાં શ્રી પોપટભાઈની આગેવાની પ્રત્યેક ધર્મપ્રેમી ભાઈઓ-વ્હેનોને ઘણી જ ઇચ્છનીય થઈ પડેલ છે. સરલ આત્માઓને ધર્મમાં જોડવાને માટે સદા તેઓ તૈયાર જ હોય છે. તેમના સમાગમમાં આવ્યા બાદ અનેક આત્માઓને ધર્મનો અવિહડ રંગ લાગેલો છે, અનેક વ્યક્તિઓ વ્રત-નિયમ-પચ્ચક્ખાણ ધારવાવાળા થયાં છે, કંઇક જીવો દુર્વ્યસનથી મુક્તિ મેળવી જીવનપલટો પામ્યા છે. જામનગરની યંગમેન્સ જૈન સોસાયટીના તેઓ પ્રાણ હતા. શ્રીમાન સંઘપતિનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy