________________
અભિવાદન ગ્રંથ |
[ ૯૮૫
વહેતો જ રહે. તેમનું સમ્યગ્દર્શન વિશુદ્ધ હતું અને ઊંડુ સ્વરૂપચિંતન હતું; પદાર્થના જ્ઞાતા હતા.
કિશોરાવસ્થા ધ્રાંગધ્રામાં વિતાવ્યા પછી યુવાવસ્થાથી માંડીને છેલ્લે સુધી તેમની કર્મભૂમિ મુંબઈ રહી. શ્રી પનાભાઈએ પોતાનો સંબંધ અધ્યપન અને અધ્યાપન સાથે જોડી દીધો હતો. ગજબની કોઠાસૂઝ હતી. મૌલિક વિચારધારા સાથે ધર્મને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પારખવાની તેમની શક્તિ ગજબની હતી. તેમના પ્રવચનોનું લગભગ ૮OOO પાનાનું લખાણ આજે પણ ઉપલબ્ધ છે. તેમના પ્રવચનોની ધ્વનિમુદ્રણ કરેલ કેસેટો આજે પણ તેમના અભ્યાસી ચાહકો પાસેથી મળી શકે છે.
શ્રી પનાલાલભાઈની વિદ્વતા અને મૌલિક વિચારધારાનો લાભ અનેક શ્રમણભગવંતો અને સાધ્વી ભગવંતોએ પણ લીધેલ છે. તેમની વિશાળ જ્ઞાનગંગાનું આચમન કરનારમાં સ્થાનકવાસી સંપ્રદાયનાં મહાસતીજીઓ અને ખરતરગચ્છનાં સાધુ સાધ્વીઓનો પણ ઉલ્લેખ કરી શકાય.
શ્રી પનાલાલભાઈ મૂર્તિપૂજાનો નિષેધ કરનારાઓ સમક્ષ મૂર્તિપૂજાની તાર્કિકતા અને વૈજ્ઞાનિકતા દર્શાવીને પ્રતિપક્ષીઓની પાસે બુદ્ધિગમ્ય દલીલોથી પોતાનો મત વ્યક્ત કરતા; અલબત્ત આમ કરવામાં તેમણે ક્યાંય ડંખ કે દ્વેષને સ્થાન આપ્યું નથી.
પ્રબુદ્ધજીવન સામયિકમાં પ્રકાશિત થયેલા તેમના લેખો માટે શ્રી મુંબઈ જૈન યુવક મંડળ તરફથી તેમને પુરસ્કારો પણ મળ્યા છે. બુદ્ધિજીવીઓને ધર્માભિમુખ કરવાની તેમની શક્તિ ખરેખર દાદ માગી લે તેવી હતી. પનાલાલભાઈની બે બહેનોએ દીક્ષા ગ્રહણ કરેલ છે, તો પનાલાલભાઈ પણ દીક્ષાર્થી જેવા જ હતા. તેમની જાગરૂકતાનાં દર્શન તેમની નિકટના પરિચયમાં આવનાર વ્યક્તિએ કર્યા છે.
તેમની પાસે એવી શૈલી અને દૃષ્ટિ હતી કે જેના દ્વારા શ્રી આનંદઘનજી મહારાજની ચોવીશી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની સમકિતના અડસઠ બોલની સજઝાય તેમજ શ્રીમદ્ રાજચંદ્રજીની આત્મસિદ્ધિ સમજાવવામાં તેમને ખરેખર સફળતા મળી હતી. જેમણે જેમણે આ બધો લાભ લીધો તે સૌ કોઈ પ્રસન્ન અને પ્રભાવિત થયા હતા.
તેમની દૃષ્ટિ અને જ્ઞાનગંગા કોઈ છીછરા-કુંડાળામાં બંધાઈ નહોતી. જે જે ઘર્મોમાંથી ઉત્તમ તત્ત્વો મળ્યાં તે સૌને અપનાવી લીધા હતાં. વેદાંત હોય કે ભગવદ્ગીતા હોય-અન્ય ધર્મોના આવા મહાન ચિંતનોને તેમણે જૈન દર્શનના સંદર્ભમાં મૂલવ્યા છે. આવી અદ્ભૂત સિદ્ધિએ તેમને સૌના આદરપાત્ર બનાવી દીધા હતા.
જૈનધર્મના સૂક્ષ્મ ગહન તત્ત્વોના અભ્યાસી પંડિત પનાલાલભાઈ “સ્વરૂપ મંત્ર” પુસ્તક ધ્રાંગધ્રા જૈન છે. મૂ.પૂ. તપગચ્છ સંધે પ્રકાશિત કરી ગૌરવ લીધું છે. શ્રી ગાંધીએ નવકારમંત્ર વિષે લખેલા લેખોમાં નવકારમંત્રને યોગ્ય રીતે જે સ્વરૂપમંત્ર તરીકે ઓળખાવ્યો છે, જેમાં તેમની વિશિષ્ટ, મૌલિક છતાં શાસ્ત્રસંમત એવી દૃષ્ટિનો પરિચય થાય છે. નવકારમંત્રની આરાધના કરનાર પ્રત્યેક વ્યક્તિએ આ પ્રકાશનમાં જરૂર નજર કરવા જેવી છે.
છેલ્લે તેમને કેન્સર થયું. મુંબઈમાં ઘણા ડોકટરો તેમના ભક્તો હતા. તેમણે ટ્રીટમેન્ટ ઘણી કરેલી; પણ દર્દ વધી ગયેલું. છ માસ સુધી દર્દ સહન કરી કોઈ જાતની પીડા તેમણે જણાવવા ન દીધી. | બોલતા અને વાર્તા કરતા નવકારમંત્રના સ્મરણમાં જ તેમણે દેહ છોડ્યો. ડોકટરોએ કહેલું કે એ દર્દ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org