________________
૯૮૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
સહન થાય જ નહીં, પણ પનાભાઈની સહનશક્તિ ઘણી કહો કે કોઈ દિવ્ય શક્તિની સહાય કહો! એમના અંતિમ સંસ્કાર વખતે એમને મળેલું માન જે ધ્રાંગધ્રામાં શિરમોર હતું.
શ્રી પનાલાલભાઈ જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાના આત્મસ્વરૂપમાં જ મસ્ત હતા. તેઓ રોજ અમુક નક્કી કરેલો મંત્રજાપ અચૂક કરતા. પાર્શ્વનાથ અને પદ્માવતીજીનો જાપ પણ કરતા. આ સાધુપુરુષની ચિંતનધારા હંમેશ માટે અમર રહેશે.
( શ્રી પ્રતાપરાય પ્રેમજીભાઈ)
સંપૂર્ણ વૈભવની સગવડ હોવા છતાં સંપૂર્ણ સાદું જીવન જીવી જનાર જુની પેઢીના સ્વ. શેઠશ્રી પ્રેમજી ભીમજી મૂળ સૌરાષ્ટ્રના વેરાવળના વતની, જેઓ ઘણાં વર્ષોથી મુંબઈ આવીને વસ્યા, મુંબઈમાં જ સ્થિર થયા અને ઉજ્જવળ કારકિર્દીનો પાયો પોતાના વતન તેમજ મુંબઈમાં નાખ્યો. તેમના પુત્ર શ્રી પ્રતાપરાયભાઈ મૂળજી જેઠા માર્કેટમાં પિતાશ્રીએ સ્થાપેલી વર્ષોજૂની પ્રતિષ્ઠાસંપન્ન પેઢીનું સંચાલન કરે છે. મેટ્રિક સુધીનો જ અભ્યાસ પણ નીતિ અને પ્રમાણિકતા, સ્પષ્ટ
હાજરજવાબી, હસમુખા અને મિલનસાર સ્વભાવથી તેઓ પેઢીનું ઉત્તમ શ્રી પ્રેમજી ભીમજી
I સંચાલન કરી રહ્યા છે. તેમના પુત્ર જસ્મીનભાઈ ગ્રેજ્યુએટ થઈને સાથે રસ લઈ રહ્યા છે અને નામના વધારી રહ્યા છે. ધન-દોલત જે કંઈ કમાયા તે દૈવી સંપત્તિમાંથી ગામની અને પરગામની અનેક સંસ્થાઓને યથાશક્તિ આપી દાનગંગા વહેતી રાખે છે અને તન-મન અને ધનથી અનેક શુભ પ્રવૃત્તિઓને પ્રોત્સાહક બળ આપી રહ્યા છે. વતનમાં વેરાવળ ખાતે નૂતન ઉપાશ્રયમાં શા. પ્રેમજી ભીમજી વ્યાખ્યાનહોલ બંધાવીને એ સુંદર કામમાં યશભાગી બન્યા છે તેમજ પ્રભાસપાટણમાં નૂતન જિનાલયમાં શ્રી મુનિસુવ્રતસ્વામીજીની મૂર્તિ, પાલીતાણા ખાતે તીર્થાધિરાજ શત્રુંજયની તળેટીમાં કેસરિયાજીનગરમાં શ્રી સુવિધિનાથપ્રભુની મૂર્તિ અને આચાર્યદેવ શ્રી સ્વ. પ્રતાપ-સૂરીશ્વરજી મ.ની ગુસ્મૃતિમાં આચાર્યદેવના જન્મસ્થળ વેરાવળ પાસે આદ્રી ગામે પ્રતિષ્ઠિત કરાવવાનો અનેરો લ્હાવો લીધો છે. વેરાવળ ખાતે જૈન દવાખાનામાં પણ સારો રસ લઇ રહ્યા છે તેમ જ તેમના ભાઈ તરફથી વેરાવળમાં પ્રાથમિક શાળા ખૂલેલી છે. માટુંગા ખાતે પ્રથમવાર જ થયેલા ઉપધાન તપમાં પણ યથાશક્તિ લાભ લીધો અને માટુંગામાં પ્રથમવાર શ્રી જ્યાનંદસરિજી મ. સા.ની નિશ્રામાં શ્રી પાર્શ્વપદ્માવતી પૂજન ભણાવેલ છે. શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘના પેટ્રન તેમ જ શ્રી પૂના જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠમાં લાઇફ મેમ્બર તેમ જ બીજી પણ ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમના બહોળા મિત્ર-સમુદાયથી મુંબઈ તેમ જ વેરાવળમાં ઘણાં કાર્યો કરવાની તક મળ્યા જ કરે છે.
તેમનાં માતુશ્રીએ અનેક તીર્થયાત્રાનો લાભ લીધો છે. તેમના ધર્મપત્ની અ.સૌ. મંજુલાબેને પણ ભારતનાં ઘણાં તીર્થોની યાત્રાનો લાભ લીધો છે. જૈન સકળ સંઘના નાનામોટા ધાર્મિક પ્રસંગોમાં યથાશક્તિ પ્રદાન અર્પણ કરી પોતે ધન્યતા અનુભવે છે; અને આ બધું પૂજ્ય પિતાશ્રીની પુજાઈનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org