________________
અભિવાદન ગ્રંથ |
[ ૯૮૭
અને દેવ-ગુરુ-ધર્મના આશીર્વાદનું જ ફળ છે એમ સમજે છે. તેમના સ્વ. પિતાશ્રી પ્રેમજીભાઈ ખરે જ નિરાભિમાની, જૈનધર્મના ઊંડા અભ્યાસી, ધાર્મિક વૃત્તિવાળા, જૈનશાસન પ્રત્યે અવિચળ શ્રદ્ધાવાળા તેમ જ સંપૂર્ણ સાદું જીવન, પરોપકારવૃત્તિ એ તેમના વિશિષ્ટ ગુણો હતા વતનની પણ નાનીમોટી જૈન અને જૈનેતર સંસ્થાઓને હૂંફ આપતા. તે પ્રમાણે શ્રી પ્રતાપરાયભાઈ પણ યથાશક્તિ સંસ્થાઓને હૂંફ આપે છે. આ બધા કાર્યોમાં તેમના સ્વ. માતુશ્રી કંકુબેન, ધર્મપત્ની અ.સૌ. મંજુલાબેન, પુત્ર જમીનભાઈ અને પુત્રવધુ ભવ્યાબેનનો પણ હિસ્સો નાનોસૂનો નથી પુત્રીઓ ડો. કૌમુદીબેન દર્શનાબેન તથા જ્યોતિબેનનાં લગ્ન સારા ઠેકાણે કરેલાં છે. તેમનું બહોળું કુટુંબ પણ બધા મુંબઈમાં જ છે. વતનમાં પણ પોતાના ખેતરે ખેડૂત જેવું જીવન માણવા ઇચ્છે છે. વતનમાંથી આવેલ કોઇપણ વ્યક્તિને મળવાની અને ત્યાનાં ખબર-અંતર પૂછવાની ઇચ્છાઓ ધરાવે. દેશમાં પણ પ્રવૃત્તિઓ કર્યા કરવી; ત્યાંની સંસ્થાઓમાં પણ હોદ્દાનો મોહ રાખ્યા વગર, દરેક કાર્ય સંઘનું કે જ્ઞાતિનું કે સમાજનું સાથે રહીને ઉમંગથી કરવું તેમ જ અન્ય ભાઈઓ પણ કામમાં સલાહ-સૂચનો માટે જરૂર મળે, અને યોગ્ય વ્યવસ્થા કરવી, પિતાશ્રીની માફક ગુપ્તદાનની પ્રણાલિકા જાળવવી, એવી ઇચ્છા સતત રાખે. કોઈને પણ તેમની પાસે બેઠા પછી ઊઠવાનું મન ન થાય તેવી લાક્ષણિક વાતો કરવાની તેમની આગવી વિશેષતા છે.
( શેઠશ્રી પ્રાણજીવનદાસ રામચંદ દોશી
શેઠશ્રી પ્રાણજીવનભાઈનો જન્મ સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા ગામે તા. ૩૦-૭-૧૯૧૧ના થયો હતો. તેમના પિતાશ્રી શેઠશ્રી રામચંદભાઈ દોશી ધાર્મિક વૃત્તિના હતા. તેમનાં માતુશ્રી લાડકીબાઈ પણ ખૂબ ધાર્મિક ભાવનાવાળાં હતાં અને તેમના નામથી એક ધાર્મિક પાઠશાળા સાવરકુંડલામાં ચાલે છે. આ રીતે શ્રી પ્રાણજીવનભાઈને ઉચ્ચ ધાર્મિક સંસ્કારો તેમનાં માતા-પિતા પાસેથી મળ્યા હતા.
શ્રી પ્રાણજીવનભાઈ એક સામાન્ય સ્થિતિમાંથી ઉચ્ચ સ્થિતિએ આવ્યા છે. સાત વર્ષ સુધી મુંબઈમાં નોકરી કર્યા બાદ એક વખત પરમ પૂજ્ય સિદ્ધિસૂરિદાદા (બાપજી મહારાજ) પાસે વાંદવા ગયા હતા ત્યારે બાપજી મહારાજએ કહ્યું કે તારી ફિકર ભગવાનને છે; તું નોકરી છોડી દે અને સ્વતંત્ર ધંધો શરૂ કર. એટલે તેમણે શ્રી કાંતિલાલ પ્રાણજીવનદાસના નામની કરિયાણા-કમિશનની સં. ૧૯૯૬માં પેઢી શરૂ કરી. ત્યાર પછી તેમની આર્થિક સ્થિતિમાં પલટો આવ્યો અને તેઓ દિન-પ્રતિદિન સમૃદ્ધિ મેળવતા ગયા.
શ્રી પ્રાણજીવનદાસભાઈનાં ધર્મપત્ની શ્રીમતી રંભાબેન શ્રી પ્રાણજીવનભાઈને પુણ્યાનુબંધી પુણ્યથી ઉપાર્જન કરેલા દ્રવ્યનો શુભ માર્ગે વ્યય કરવામાં હંમેશાં સહાયરૂપ થયાં છે.
- શ્રી પ્રાણજીવનભાઈને ગોડીજી જૈન ટેમ્પલમાં ટ્રસ્ટી તરીકેની સેવા કરવામાં પચીસ વર્ષ પૂરાં થયાં. સાયનમાં પણ સેવા આપી. વડોદરામાં પણ સેવા આપી. સાવરકુંડલા જૈન વિદ્યાર્થીગૃહમાં ચેરમેનપદે ૧૩ (તર) વર્ષ રહ્યા અને ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી. તેમનાં પત્ની સં. ૨૦૩૨માં સ્વર્ગવાસી થયાં. તેઓ ધર્મ-પરાયણ હતાં. અનેક તીર્થોની યાત્રા કરી. ઉપધાન, વરસીતપ અને બીજી ઘણી તપશ્ચર્યાઓ કરી. પાંચ દીકરા અને ચાર દીકરી-બધાં ખૂબ જ સુખી અને સંસ્કારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org