________________
૯૮૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
૮૩ વર્ષની જૈફ ઉમરે છેલ્લી ઘડી સુધી નવકાર મહામંત્રના સ્મરણ સાથે, પર્યુષણ પર્વમાં, ભ. મહાવીર જન્મવાચનના પવિત્ર દિવસે, એક તરફ સાયન (મુંબઈ)માં સુપનનો કાર્યક્રમ ચાલુ હતો અને બીજી તરફ આ ધર્માત્માએ દેહ છોડ્યો.
( સ્વ. શાહ મણિલાલ મગનલાલ )
સૌરાષ્ટ્રની ધરતી સંતો અને શ્રેષ્ઠીઓની જન્મભૂમિ તરીકે હંમેશાં ખ્યાતનામ બની છે. ઝાલાવાડ (હાલ સૂરેન્દ્રનગર) જિલ્લામાં ધ્રાંગધ્રાની બાજુમાં કોંઢ ગામમાં માતા ઉજમબાઈની કુખે મણિભાઈનો જન્મ થયો. માતા ઉજમબાઈ અને પિતા મગનભાઈ જેઓ ખૂબ જ ધાર્મિક અને ભદ્રિક હતાં; ગામડામાં રહેવા છતાં શુદ્ધ ધર્મ પાળવા સાથે નિયમિત પ્રભુભક્તિ, સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ વગેરે કરતાં. આવા વાતાવરણમાં મણિભાઈનો ઉછેર અને ભણતર થયું. એ જમાનામાં સાત ગુજરાતી
ભણીને પિતાને મદદરૂપ થવા અને ભાવિ વિકાસ માટે તેઓએ વ્યાપારશ્રી મણિલાલ છગનલાલ શાહ ધંધામાં ઝંપલાવ્યું અને તેમાં કુદરતે યારી આપી.
આ ધર્મનિષ્ઠ પરિવારે સંપત્તિનો ઘણો સદુપયોગ કર્યો. કોંઢ ગામે દેરાસર, ઉપાશ્રય વગેરેના જીર્ણોદ્ધાર કરાવ્યા. માતા-પિતાના નામે જૈન ભોજનશાળાનું નિર્માણ કરાવ્યું. કોંઢમાં હાઈસ્કુલ નિર્માણમાં સહાયરૂપ બન્યા. ધંધાના વધુ વિકાસ અર્થે ધ્રાંગધ્રામાં રહેવા આવ્યા. ગામડામાંથી શહેરમાં આવી સોનામાં સુગંધ ભળે તેમ સમસ્ત જૈન સમાજમાં ઉપયોગી બની સારી ખ્યાતિ પામ્યા. પ્રભુભક્તિ, જીવદયા, સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ, સાધર્મિક બંધુઓને સહાય અને ભોજનશાળામાં ખૂબ જ રસ લીધો. દરેક સંસ્થાને આર્થિક રીતે પગભર બનાવી, જે આજે પણ ખૂબ સારી રીતે ચાલે છે.
સં. ૧૯૯૬ના કારમાં દુષ્કાળ સમયે સૌરાષ્ટ્રના પીઢ નેતા શ્રી ઢેબરભાઈ સાથે તથા ધ્રાંગધ્રાના નગરશેઠ શ્રી મોતીલાલ શેઠ સાથે રહીને ગામડે ગામડે ફરી લોકોને ખૂબ જ સહાયરૂપ બન્યા. જૈનશાસન પ્રત્યે અનહદ રાગ હતો તેથી ધ્રાંગધ્રા ઉપરાંત બહારના તીર્થક્ષેત્રે, મહેસાણાના સીમંધરસ્વામી તીર્થમાં, શંખેશ્વર-આગમ મંદિર નિર્માણમાં પોતે અગ્રીમ ભાગ લીધો. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી-અમદાવાદમાં ધાંગધ્રાના પ્રતિનિધિ તરીકે રહી સેવા આપી. પાંજરાપોળમાં પણ સેવા આપી. ધ્રાંગધ્રામાં પોતાના નિવાસસ્થાનની બાજમાં કલબરોડ ઉપર કોંઢવિહાર-મહાવીરસ્વામી જૈન દેરાસર રંગમંડપ સાથે સં. ૨૦૧૮માં પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા.ની પ્રેરણાથી ખનનવિધિ તથા સં. ૨૦૩૦માં પ્રતિષ્ઠાવિધિ કરાવી ભવ્ય જિનાલય બનાવ્યું. આજે આ દેરાસર-ઉપાશ્રયનો વહીવટ તેમના કુટુંબીજનો સુંદર રીતે કરી રહ્યા છે.
શંખેશ્વર દાદાના તેઓ પરમ ભક્ત હતા. મહિનામાં બે-ત્રણ વખત શંખેશ્વર અચૂક જતાં. છેલ્લે અંતિમ સમયે પણ શંખેશ્વરની યાત્રા બાદ પ્રયાણ કર્યું. સં. ૨૦૩૬ના આસો વદ-૧૧ની સંધ્યાએ નવકારમંત્રની ધૂન વચ્ચે સમાધિમરણ પામ્યા. તેમના ધર્મપત્ની દિવાળીબહેન ધર્મકાર્યોમાં હંમેશાં પ્રેરણારૂપ હતા. તેમની પાછળ ચાર પુત્રો અને એક પુત્રીનો પરિવાર તેમાં આજે પણ બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org