________________
અભિવાદન ગ્રંથ |
[ ૯૮૯
નંબરના પુત્ર શ્રી મહેન્દ્રભાઈ શ્રી તપગચ્છસંઘ-ધ્રાંગધ્રાના પ્રમુખ, પાંજરાપોળના ટ્રસ્ટી, મહાવીરસ્વામી દેરાસરના ટ્રસ્ટી ઉજમબાઈ સાધર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટી, જૈન ભોજનશાળા તથા વૈદકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે તથા અનેક સંસ્થાઓમાં પિતાશ્રીનાં પગલે પોતાની તન-મન-ધનથી ઉમદા સેવા આપી રહ્યા છે. ત્રીજા સેવંતીભાઈ તથા ચોથા સુરેશભાઈ પણ સાધર્મિક અને માનવસેવાનાં કાર્યોમાં ઉંડો રસ લે છે. પાલીતાણા કેસરીઆજી નગરમાં અને શત્રુંજય પહાડ ઉપર નવી પ્રતિમાઓ ભરાવી પ્રતિષ્ઠા કરાવી તથા તળેટી ઉપર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ દેરાસરમાં પણ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવી. આ બધી પ્રવૃત્તિઓ જૈનશાસન માટેની તેમની ભાવનાની પ્રતીતિ કરાવે છે.
( શ્રી માણેકલાલ કે. શાહ ) જૈન જાગૃતિ સેન્ટર જેવી અનોખી અને માતબાર સંસ્થાના સુકાની શ્રી માણેકલાલ કે. શાહ આજે આપણા જૈનસમાજના ગૌરવશાળી રત્ન છે.
શ્રી માણેકલાલનો જન્મ ઉત્તર ગુજરાતમાં બેચરાજી પાસે ૫00 માણસોની વસ્તી ધરાવતા સણજના પરામાં તા. ૧૧-૩-૩૩ના દિવસે થયેલ. વતનમાં ૪ ધોરણ સુધી અભ્યાસ કરી જૈન વિદ્યાર્થીભવન-કડીમાં ૧૯૪૪ થી ૧૯૫૧ સુધી રહી એસ. એસ. સી. પસાર કરી. ત્યારબાદ મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહી સીડનહામ કોલેજમાં અભ્યાસ કરી ૧૯૫૫માં બી. કોમ.ની ડિગ્રી મેળવી. ૧૯૫૮માં ચાર્ટડ એકાઉન્ટન્ટસની પરીક્ષામાં પ્રથમ પ્રયાસ સફળતા મેળવી. તે વખતના ત્રણ ટકાના રીઝલ્ટમાં આવી સફળતા શ્રી માણેકભાઈએ પ્રાપ્ત કરી તે સિદ્ધિ અલ્પ ન ગણાય.
વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે હરીદાસ એન્ડ કું.ના સીનીયર પાર્ટનર છે. સનસેમ સરફેસ કોટીગ્સ પ્રા. લી.ના ચેરમેન અને ડાયરેકટર છે. અપોલો સ્ટ્રેસ પ્રા. લી.ના પણ ચેરમેન અને ડાયરેકટર છે. અગાઉ કલીક નીકસન લી. અને સ્નોસેમ ઇન્ડિયા લી.ના ડાયરેકટર તરીકે રહી ચૂકેલ છે.
સમાજસેવા, જીવદયા, કેળવણી સહાય અને ધર્મ આરાધના તેમના જીવનમાં જોવા મળે છે. આવા અનુરાગના કારણે જ તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાએલા છે. તેઓ નીચેની સંસ્થાઓમાં સક્રિય સેવાઓ આપી રહેલ છે.
ચેરમેન : જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ તથા જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ.
પ્રમુખ : શ્રી જૈન છે. મુ.પૂ. વિદ્યાર્થીભવન અને કન્યા છાત્રાલય-કડી, જૈન જાગૃતિ સેન્ટર-અંધેરી તથા શ્રી મહાવીર જૈન વિદ્યાલય એલમ્ની ફેડરેશન.
ઉપપ્રમુખ : જૈન આધ્યાત્મ સ્ટડી સર્કલ–વિલેપાર્લા.
મંત્રી : શ્રી વિલેપાર્લા ગુજરાતી મંડળ, નવિનચંદ્ર પોપટલાલ કાપડિયા (ઠક્કર) વિદ્યામંદિરવિલેપાર્લા, વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહ-ગોવાલિયા ટેન્ક-મુંબઈ.
ટ્રસ્ટી : જીવદયા મંડળી-પાયધૂની-મુંબઈ, જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય એલમ્ની ફાઉન્ડેશન.
પોતાના વતન બેચરાજીમાં તેમનાં માતુશ્રી છબલબેન કેશવલાલ શાહના નામની ધર્મશાળા ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org