SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૭૭ પૂ. આ. શ્રી વિજયહેમપ્રભસૂરિજી મ. સા.ની પ્રેરક નિશ્રામાં નીકળેલા સંઘો વિ. સં. ૨૦૩૬ ખિવાન્દીથી સિદ્ધગિર તીર્થ-પાલીતાણા સંઘયાત્રામાં ૪૦૦ યાત્રિકો હતા. આ સંઘના સંઘપતિ શાહ નરસિંગજી રીખબાજીએ શાસનપ્રભાવનાનો સારો લાભ લીધો હતો. વિ. સં. ૨૦૩૯ સુદાસણાથી તારંગા તીર્થના યાત્રાસંઘમાં ૩૦૦ જેટલા યાત્રિકો હતા. વિ. સં. ૨૦૪૪ જાખોડાથી મહેસાણા સંઘ સમિતિના ઉપક્રમે ૨૦૦ યાત્રિકો હતા. વિ. સં. ૨૦૪૬ જાખોડાથી જેસલમેરના યાત્રાસંઘમાં પ. પૂ. આ. શ્રી અરિહંતસિદ્ધસૂરિજી મ. સા. તથા પ. પૂ. આ. શ્રી હેમપ્રભસૂરિજી મ. સા.ની નિશ્રા હતી. ૧૫૦ પૂ. સાધુ-સાધ્વીજીઓ તથા ૩૦૦ જેટલા યાત્રિકો હતા. વિ. સં. ૨૦૪૮ મોરવાડાથી પાલીતાણા સંઘયાત્રાનું ૨૯ દિવસનું આયોજન હતું. સંધમાં ૫૦૦ જેટલા યાત્રિકો હતા. સંઘવી રાજકરણ રીખવચંદ દોશી અને તેમના સુપુત્રો સુરેશભાઈ, અશોકભાઈ, અરવિંદભાઈ વગેરેએ શાસનપ્રભાવનાનો અમૂલ્ય લ્હાવો લીધો હતો. વિ. સં. ૨૦૪૯ પાટણથી ગાંભુ સંઘનું ચાર દિવસનું આયોજન હતું. મુંબઈવાળા નવીનચંદ્ર અંબાલાલ સંઘવી હતા. ૨૫૦ જેટલા યાત્રિકો હતા. વિ. સં. ૨૦૪૯ પાટણથી ચારૂપના સંઘમાં પ૦૦ જેટલા યાત્રિકો હતા. વિ. સં. ૨૦૪૯ મહેસાણાથી શંખેશ્વર. આ યાત્રાસંઘ મહેસાણા જૈન સંઘ આયોજિત હતો. વિ. સં. ૨૦૫૦ ઉત્તર ગુજરાતમાં ઉણથી રૂણી તીર્થસંઘમાં ૧૫૦ યાત્રિકો હતા. વિ. સં. ૨૦૫૩ જાખોડાથી સમેતિશખર સુધીના આ યાત્રાસંઘમાં પૂ. આ. શ્રી અરિહંતસિદ્ધસૂરિજી મ. સા. તથા પૂ. આ. શ્રી હેમપ્રભસૂરિજી મ. સા. એમ બે આચાર્ય ભગવંતોની શુભ નિશ્રા હતી. પ્રસંગોપાત યોજાયેલા અનેક છ’રી Jain Education International પાલક યાત્રાસંઘોમાં આ જવેરી પરિવારનું ભારે મોટું યોગદાન નોંધાયું છે. શ્રી અમરચંદ રતનચંદ જવેરી શ્રી પ્રવિણચંદ્ર રતનચંદ જવેરી વિ. સં. ૨૦૫૪ ક્ષત્રિયકુંડથી શિખરજી સુધીના ૧૩ દિવસના આ યાત્રાસંઘમાં બે પૂજ્ય આચાર્ય ભગવંતોની શુભ નિશ્રા હતી. ૨૨૦૦ યાત્રિકો જોડાયા હતા. આ અદ્ભુત યાત્રાસંધના સંઘવી રતનચંદ પ્રેમચંદ ઝવેરી તથા સંઘવી હિમાંશુભાઈ ઝવેરી-મુંબઈ પિરવારે ભારે મોટી શાસનપ્રભાવના કરી હતી. વિશિષ્ટ અનુકંપાદાન, ગરીબોને અનેક પ્રકારની સહાય, લાઈટ-માઈકની સગવડતા વગરના આ સંઘમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy