SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ) [ જૈન પ્રતિભાદર્શન દેશી વસ્તુઓનો જ ઉપયોગ. સંઘવીએ સંઘમાળ પોતે પહેરવાને બદલે ઉછામણી બોલાવરાવી; મુક્તિલાલ ખેમચંદ કોઠારીએ માળ પહેરેલ. રૂપિયા દોઢેક કરોડનો ખર્ચ કર્યો. પ્રાચીન ઇતિહાસને તાજો કરવામાં આ પરિવાર નિમિત્ત બનેલ. વિ. સં. ૨૦૫૫ ધર્મવિહાર-પાલડી-અમદાવાદથી પાલીતાણા સંઘનું સામુદાયિક આયોજન હતું. સત્તર દિવસના આ યાત્રાસંઘમાં ૪૦૦ યાત્રિકો જોડાયેલ. પૂ. આ. શ્રી ધર્મસૂરિજી મ. સા.ના સમુદાયના પૂ. સાધ્વીશ્રી કુમુદશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી કલ્પલત્તાશ્રીજી મ.ની વિશેષ પ્રેરણા પ્રાપ્ત થયેલ. વિ. સં. ૨૦૫૫ વલ્લભીપુરથી પાલીતાણા સુધીના આ યાત્રાસંઘનું વિશિષ્ટ આયોજન બે પ્રભાવક પરિવારોનું સંયુક્ત આયોજન હતું. સંઘવી સુધીરભાઈ કેશવલાલ ભણસાલી કલકત્તાવાળા તથા શશીબહેન કાંતિલાલ મહેતાએ સાત દિવસના આ યાત્રાસંઘની શાસનપ્રભાવનાનો સારો લાભ લીધેલ. પૂ. આ.શ્રી વિજયમોહનસૂરિજી મ.સા.ના સમુદાયના પૂ. આચાર્યભગવંતો આદિની નિશ્રામાં નીકળેલા કેટલાક સંઘોની સંક્ષિપ્ત નોંધ (૧) પૂ. યુગદિવાકર આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી મ. સા.ની નિશ્રામાં હિંમતનગર સાબરકાંઠા)ના શ્રેષ્ઠિશ્રી ફતેચંદભાઈએ હિંમતનગરથી કેસરિયાજી તીર્થનો ૨૧ દિવસનો સંઘ કાઢેલ. ૨૦૦ સાધુ-સાધ્વીજી મ. સા. અને યાત્રિક ૧૫૦ હતા. (૨) માંગરોળથી શ્રેષ્ઠિ જમનાદાસ મોરારજીએ શ્રી ગિરનાર તીર્થનો સંઘ છ દિવસનો પૂ. આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. સા.ની પાવન નિશ્રા કાઢેલ ૧OO પૂ. સાધુ-સાધ્વીજી મ. સા. તથા ૧OO સંઘયાત્રિકો હતા. (૩) મુંબઈથી પાલીતાણા : વિ. સં. ૨૦૩૩માં મુંબઈથી શત્રુંજય મહાતીર્થ તથા વિ. સં. ૨૦૩૪માં પાલીતાણાથી ગિરનાર તીર્થ. મુંબઈના અગિયારેક શ્રેષ્ઠિવર્યોએ સંઘ કાઢેલ. શાસનપ્રભાવક મહારથીઓ પૂ. પ્રવચન પ્રભાવક આચાર્યભગવંતશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. સા., યુગદિવાકર પૂ. આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા., પૂ. સાહિત્યકલારત્ન યશોવિજયજી મ., પૂ. શતાવધાની જયાનંદવિજયજી મ આદિની નિશ્રામાં સંઘ નીકળેલ. પૂ. સાધુ-સાધ્વીજી મ. સા. ૩૦. ઠાણા સહસંઘ યાત્રિકો ૨૦OO હતા. પુરા સાજ સાથે સાતેય ક્ષેત્રોમાં વિપુલ સંપત્તિનો સદ્ભય કરેલ. દોઢ માસનો રસાલા સાથે સંઘ આવેલ. ભવ્ય યાત્રા સંઘો તરીકે પંકાયેલા અને ઐતિહાસિક રીતે બિરદાવેલા આ બન્ને મહાસંઘોમાં અદ્ભુત ઔદાર્યથી ગામે-ગામ ધર્મક્ષેત્રે અને અનુકંપાક્ષેત્રે સંપત્તિનો જોરદાર સવ્યય થયો હતો. (૪) ઉપરોક્ત પ્રમાણે જ બન્ને આચાર્યો તથા નૂતન આચાર્યશ્રી વિજયયશોદેવસૂરિજી મ. સા. તથા આચાર્યશ્રી વિજય જયાનંદસૂરિજી મ.સા. આદિની શુભ નિશ્રામાં ગિરનારગિરિવરનો સંઘ નીકળેલ. (૫) (જેતપુર કાઠીનું) જેતપુરના મુખ્ય પોરવાડ શ્રેષ્ઠિ વલ્લભદાસ ફૂલચંદ પરિવાર તથા વસા હીરાચંદ ચત્રભુજ પરિવાર તરફથી શ્રી મોહનસૂરિ સમુદાયનાં નવકારાદિ કરોડ મંત્રજાપના આરાધક સાધ્વીરત્ના પૂ. પાયશાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી જેતપુરથી ગિરનારનો સંઘ નીકળેલ. પૂ. સાધુ ભગવંતસાધ્વીજી મ. સા. ઠાણા ૧૦ તથા યાત્રિકોની સંખ્યા ૨૦૦ હતી. = = == = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy