________________
અભિવાદન ગ્રંથ 7
[ ૧૭૯
(૬) જેતપુરથી (જુનાગઢ) ગિરનાર : જેતપુરના પાંચ શ્રેષ્ઠિઓ ૨00 સંઘ યાત્રિકો સહ સંઘ કાઢેલ. શ્રી સાગરજી મ. સા.ના સમુદાયના પૂ. પપ્યોદયસાગરજી મ. સા. આદિ ઠાણા-૧૦ તથા સાધ્વીજી આદિ ઠાણા-૮. સાધ્વીરત્ના પૂ. પદ્મયશાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી સંઘ નીકળેલ. તપસ્વી પૂ. સા. શ્રી ઋજુકલાશ્રીજી મ., પૂ. સા. શ્રી પુનિતકલાશ્રીજીએ આ સંઘમાં નિશ્રા આપી હતી. 'કવિકુલકીરિટ પૂ. આ.શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા. અને
તેઓશ્રીના સમુદાયના પૂ. આચાર્યભગવંતોની નિશ્રામાં નીકળેલા સંઘો
(૧) પંજાબ દેશોદ્ધારક પૂ. આત્મારામજી (આ. ભગવંત વિજયાનંદસૂરીશ્વરજી) મ. સા.ના પટ્ટાલંકાર પંજાબી પૂ. આ. ભ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી લક્ષ્મણસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરિજી મ. સા. આદિ વિશાલ પરિવાર સાથે વડોદરાથી કોઠારી પરિવારે સમેતશિખરજી તીર્થનો મહાન સંઘ કાઢેલ. ઠેર ઠેર જિનશાસનની પ્રભાવના કરતો સંઘ અનેરા ઉત્સાહપૂર્વક શિખરજી તીર્થે પહોંચ્યો હતો. મહિદપુરનો પણ સંઘ કાઢેલ અને
-અજીમગંજ (બંગાળ)નો પણ છરીપાલિત સંઘ કાઢેલો. તેમાં પ્રભાવનાઓમાં ભાવિકો સોનાની ગીનીઓ તથા સોનામહોરો લાડની અંદર મૂકીને પણ આપતા. આમ એકંદરે પંજાબી પૂ. આ. ભગવંતશ્રી કમલસૂરિજી મ. સા.ની નિશ્રામાં નાના-મોટા અનેકાનેક છ'રીપાલિત સંઘો નીકળેલા. તે શાસનપ્રભાવનાઓ સારી થઈ હતી.
(૨) પૂ. આ. ભ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં ખંભાતથી પાલીતાણાનો સંઘ સંઘવી કાંતિલાલ કેશવલાલ વજેચંદે સં. ૨૦૦૧માં સંઘ કાઢેલ. સંઘવીજીએ ઉદાર હાથે સંપત્તિનો સવ્યય કર્યો હતો. પૂજ્યપાદકી સાથે પૂ. આ.શ્રી લક્ષ્મણસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરિજી મ. સા., મુનિશ્રી જયંતવિજયજી મ., મુનિશ્રી વિક્રમવિજયજી મ., મુનિશ્રી પ્રવિણવિજયજી મ. આદિ હતા.
(૩) ૧૯૯૮-૯૯માં ફલોદીથી જૈસલમેરનો સંઘ પૂ. આ. ભ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સા ની નિશ્રામાં ભારમલજી લુક્કો કાઢ્યો હતો. પૂ. આ. ભ. શ્રી ભુવનતિલકસૂરિજી મ. સા.ના ઉપદેશથી સંઘવીજીએ અનુકંપા, જીવદયા અને સાતેક્ષેત્રોમાં સારો લાભ લીધેલો. વિશિષ્ટ કાર્યો થવા સાથે સંઘયાત્રાનું વિશિષ્ટ આયોજન સંપન્ન થયું હતું. સંઘમાં પૂજ્યશ્રીનો વિશાળ પરિવાર અનેક સાધુ-સાધ્વીજી મહારાજ પધાર્યા હતા.
(૪) કવિકુલકિરિટ પૂ. આ.શ્રી લબ્ધિસૂરિજી મ. સા. અને પૂ. આ.શ્રી ભુવનતિલકસૂરિજી મ. સા.ની નિશ્રામાં નાના-મોટા બીજા પણ સંઘો નીકળ્યા હતા.
(૫) સિકંદરાબાદથી કુલપાકજી તીર્થની સંઘયાત્રા હૈદરાબાદવાળા કેસરીમલજી ભંડારીએ કાઢી હતી. તેમાં નિશ્રા પૂ. આ. ભ. શ્રી ભુવનતિલકસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી જયંતસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી વિક્રમસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી નવીનસૂરિજી મ. સા. આદિની હતી.
(૬) સિકંદરાબાદથી સમેતશિખરજી તીર્થના નિશ્રાદાતા પૂ. આ. શ્રી જયંતસૂરિજી મ. સા. પૂ. આ. || શ્રી વિક્રમસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી નવીનસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી ભદ્રકરસૂરિજી મ. સા. પૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org