SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮o 7 [ જૈન પ્રતિભાદર્શન આ.શ્રી પુણ્યાનંદસૂરિજી મ.સા. હતા. વચમાં આ. શ્રી નિપૂણસૂરિજી મ. સા. આદિ અનેકાનેક સાધુસાધ્વીજી પણ પધાર્યા હતા. છેલ્લાણી સુગમચંદજી, ઇન્દ્રચંદજી ધોકા, કંવરલાલજી વગેરે સંઘપતિઓ હતા ઠેર ઠેર અનેક તીર્થોમાં. શહેરોમાં ખૂબ-ખૂબ શાસનપ્રભાવના થઈ હતી. વર્ષોના ઇતિહાસમાં આવી સંઘયાત્રા પહેલી જ હતી. (૭) કલકત્તાથી કંચનગિરિની સંઘયાત્રા પૂ. આ. શ્રી જયસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી વિક્રમસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી નવીનસૂરિજી મ. સા.ની નિશ્રામાં નીકળી હતી. તેમાં સંઘપતિઓ હૈદરાબાદવાળા પ્રવિણભાઈ, નેમચંદજી ભગત-કલકત્તાવાળા, વિગેરે નટવરલાલ-મુંબઈ (ખંભાતવાળા) આદિ સંઘપતિઓ હતા. (૮) સોલાપુરથી કુલપાકજી તીર્થનો સંઘ પૂ. આ. શ્રી ભદ્રકરસૂરિજી મ. સા. તથા પૂ. આ.શ્રી પુણ્યાનંદસૂરિજી મ.સા.ની નિશ્રામાં મોતીલાલજી લુંકડ, સંપતરાજજી તથા મોહનભાઈ કોઠારી, રમણીકભાઈ, કેસરબાઈ શીવલાલજી આદિ સંઘપતિઓએ કાઢ્યો. સિકંદરાબાદ, હૈદરાબાદમાં શાસનપ્રભાવના ખૂબ જ સારી થયેલ. અનેકાનેક સાધુ-સાધ્વીજી આ યાત્રાસંઘમાં જોડાયા હતા. (૯) બેંગ્લોરથી કુંભોજગિરિ છરીપાલિત સંઘ પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરિજી મ. સા. તથા પૂ. આ.શ્રી પુણ્યાનંદસૂરિજી મ.સા.ની નિશ્રામાં રિખવચંદ ઘેવરચંદજીએ કાઢેલ. તેમાં પણ અનેકાનેક સાધુ-સાધ્વીજીઓ હતા અને શાસનપ્રભાવના સારી થઈ હતી. (૧૦) છાણીથી ગંધાર તીર્થની સંઘયાત્રા પૂ. આ. શ્રી ભદ્રકરસૂરિજી મ. સા. આદિની નિશ્રામાં નીકળી હતી. આમોદથી ગંધારનો સંઘ પૂ. આચાર્યશ્રીની નિશ્રામાં રમણલાલ હરીચંદ શાહે કાઢ્યો હતો. (૧૧) આ. શ્રી હિરણ્યપ્રભસૂરિજી મ. સા.ની નિશ્રામાં; સાધ્વીશ્રી પદ્મલતાશ્રીજી, સા. શ્રી હર્ષપ્રભાશ્રીજીની પ્રેરણાથી; શૌરીપુર તીર્થનો સંઘ નીકળ્યો હતો. આગ્રાથી આ સંઘમાં સારા એવા ભાવિકો જોડાયા હતા. (૧૨) પીંડવાડાથી પાલીતાણાનો સંઘ (છ'રીપાલિત સંઘ) પૂ. આ. શ્રી ભદ્રકરસૂરિજી મ. સા.ની નિશ્રામાં પંન્યાસશ્રી કુલચંદ્રવિજયજી મ. સા.ના સંસારીબંધુ રીખવચંદજી પીંડવાડાવાળાએ કાઢ્યો હતો. વચમાં શંખેશ્વર આદિ અનેક તીર્થો અને શહેરો આવેલા. જેમાં અનેરી શાસનપ્રભાવના થઈ હતી. (૧૩) 3ૐકારતીર્થ પ્રેરક પૂ. આ. શ્રી વિજયપુણ્યાનંદસૂરિજી મ. સા.ની નિશ્રામાં કોલ્હાપુરથી ભોજગિરિ તથા સાંગલીથી કુંભોજગિરિ તીર્થની ભવ્ય સંઘયાત્રા નીકળી હતી. આ ઉપરાંત કુંભોજગિરિ, કોલ્હાપુરથી સીમંધરધામ તીર્થ, છાણીથી ઓમકારતીર્થ, છાણીથી કાપી તીર્થ, છાણીથી વરછણા તીર્થ, આમોદથી ગંધાર તીર્થ, રાજપીપળાથી જગડીયા તીર્થ, બલરામપુરથી શ્રાવસ્તી તીર્થ, ઇચલકરંજીથી કુછંદવાડ તીર્થ, સાંગલીથી કલાપુર તીર્થ, તાસગાંવથી કવલપુર તીર્થ વગેરેના સંઘો યાદગાર બની રહ્યા. . (૧૪) હિંગોલી (મહારાષ્ટ્ર, સિદ્ધાચલ તીર્થનો સંઘ સં. ૨૦૪૮માં પૂ. તપસ્વી આ. શ્રી વારિષણસૂરિજી મ. સા.ની નિશ્રામાં સંઘવીજી ઇન્દ્રચંદજી પ્રેમરાજજી સોની (હિંગોલી), ચંદનમલજી બરડીઆ (કારંજા) અને સાવંતરાજજી કોઠારી દ્વારહ્યાવાલા (મહારાષ્ટ્ર)એ કાઢ્યો હતો. રસ્તામાં અનેકવિધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy