SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ] [ જૈન પ્રતિભાદર્શન (૩) ચક્રી બ્રહ્મદત્ત સગી માતા ચુલની સ્વપતિના પરલોકગમન પછી પરપુરુષ દીર્ઘરાજાના મોહમાં પડી અને પોતાને લાગતા આડખીલી જેવા પુત્ર બ્રહ્મદત્તને દીર્ઘરાજાની મંત્રણા મુજબ લાખનું ઘર બનાવી બાળી નાખવા મથી પણ બાળ બ્રહ્મદત્તનું પુણ્યબળ બળવાન નીકળ્યું. જેથી ધનમંત્રીના વરધનું પત્રનો મળવાથી બળતા ગુહથી પણ બચી જંગલમાં ભાગ્યો. જ્યાં ક્રમે પુણ્યોદય થકી સામે ચડીને અનેક કન્યાઓ તેને વરી. પોતાનું સૈન્યબળ બનતાં ને વધતાં પછી દીર્ઘરાજાને યુદ્ધ કરવા લલકારી પોતાના ચક્રરત્નથી તેની હત્યા કરી પખંડપણું મેળવ્યું. જોકે આરંભ-સમારંભવાળું જીવન વિતાવી ભોગસુખના વિપાકરૂપે સાતમી નારકી પ્રાપ્ત થઈ છે, પણ પુણ્યોદય કાળને પામી તે જ બ્રહ્મદત્તનો જીવ આવતી ચોવીશીમાં અનંતવીર્ય નામે ત્રેવીસમા તીર્થંકર થશે, ને જગતને પ્રતિબોધ કરી સ્વનું પણ નિઃશ્રેયસ્ પદ સાધી લેશે. (૪) લલિતાંગ દાન વ્યસની તેને દાન દેતાં પિતા રાજા નરવાહને વાર્યો, ઉપરાંત સજ્જન મિત્રે પણ રોક્યો તેથી સ્વમાનનો પ્રશ્ન ઊભો કરી દાનધર્મને ઇચ્છા મુજબ આત્મસાત કરવા સ્વયં સ્વયંની મૂડી-કમાણી કમાવા પરગામ ચાલ્યો ગયો. સજ્જને માર્ગમાં અધવચ્ચે કપટ વડે “અધર્મની બોલબાલા હોય છે”ની વાત બે વખત સાબિત કરી આપી લલિતાંગને પ્રપંચથી હાર આપી, અને શરત પ્રમાણે તેની આંખો કઢાવી નાખી ઘોડો લઈ લીધો. પણ પુણ્ય બે ડગલાં આગળ હતું તેથી ત્યાં આવેલ ભાખંડ પક્ષીની વાતથી ઔષધિ બનાવી દૃષ્ટિ મેળવી, ઔષધ વડે જ રાજપુત્રી પુષ્પાવતીનો જન્માંધાપો દૂર કરી જાહેરાત ને ઢંઢેરાની વાત મુજબ તેણીને જ પરણ્યો ને રાજસુખનો ભાગી બન્યો. મિત્ર સજ્જન ભટકતો આવ્યો તો કૃપા કરી પ્રધાનપદું આવ્યું પણ મિત્રે દુર્જનતા કરી રાજાની સમક્ષ પોતે ખરો જમાઈ છે તેવું સાબિત કરવા મિથ્યા પ્રયત્ન કર્યો ત્યારે લલિતાંગને મારી નાખવા મોકલેલ સૈનિકના હાથે ભૂલમાં સજ્જન જ મરાણો અને નિર્દોષ લલિતાંગ બચી ગયો, રાજગાદીનું સુખ માણી દેવલોક પણ ગયો. (૫) પુરંદરયશા બનેવી દંડકરાજાના પ્રમાદથી પાપી પાલકે સ્કંદક મહર્ષિ સહિત પાંચસો શિષ્ય મુનિરાજોને ઘાણીમાં પીલી નાખ્યા. તેમાં કંઇકમુનિ સમાધિ ચૂકી અગ્નિકુમાર દેવ બન્યા ને રાજા-મંત્રી બેઉને નગરી સંપૂર્ણ સાથે ભસ્મીભૂત કરવા દેવતાઈ શક્તિઓ લગાડી દીધી. ત્યારે રાણી પુરંદરયશા છે કે જીંદકાચાર્યની સંસારી વ્હેન હતી, તેણી ચરમાવતારી હોવાથી ભળભળતી નગરી વચ્ચે પણ દેવે તેણીની રક્ષા કરી આકાશમાં લઈ લીધી અને મુનિસુવ્રતસ્વામી પાસે મૂકી દીધી; જ્યાં તેણીએ પુણ્યથી મળેલ નવજીવનને સાર્થક કરવા પ્રભુ પાસે જ પ્રવ્રયા લઈ આત્મકલ્યાણ પણ સાધ્યું. (૯) વસુદેવ આગલા ભવમાં નંદિષેણ મુનિએ સાડાબાર હજાર વરસ સુધી તપ તપી છેલ્લે રમણીજનને વલ્લભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy