SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૪૭ પગ્યશાળી પ્રતિભા-દર્શન આ જિન શાસન એટલે પ્રકર્ષ પુણ્યવંતા પરમાત્માનું શાસન; તેમાં પુણ્યવંતા પુરુષો પાકતા જ રહ્યા છે ને પાકશે. મૂળ કારણમાં આ અદ્ભુત શાસનની પ્રાપ્તિ જ ઉગ્ર પુણ્યના ઉદયે થાય છે; પ્રાપ્ત થયા પછી પુણ્યાનુબંધી પુણ્યશાળી જીવોનાં રૂપ-સંપત્તિ-સૌભાગ્ય-જ્ઞાન-તપ-તેજ વગેરેની પ્રતિભા પણ અનેરી હોય છે. જેમનાં હૈયાં-હોઠ અને હાથ મન-વચન-કાયાની સુપ્રવૃત્તિની ચાડી ખાતાં હોય છે. લક્ષ્મી-સરસ્વતી અને સૌભાગ્યદેવીઓ પ્રસન્ન હોય છે. દેહ લાલિત્ય અને દિલ ઔચિત્ય પણ સ્પર્ધા કરતાં હોય છે. આવા પુણ્યશાળીઓ પાણી માગે તો દૂધ હાજર થાય છે અને મોત માંગે તો જીવનામૃત મેળવતા હોય છે. માટે જ પુણ્યના પ્રકારમાં પુણ્યાનુબંધી પુણ્યને શાસ્ત્રકારો પણ પ્રશંસે છે કે જેના આધારસ્તંભથી જીવાત્મા દેવલોકથી પણ ઉચ્ચને સર્વોચ્ચ મોક્ષસ્થિતિને આંબી શકે છે. તો ચાલો આવા અનેક પુણ્યશાળીઓમાંથી કોઈક પુણ્યશાળીનો પરિચય કરીએ. (૧) ધન્યકુમાર આજીવિકા માટે જતાં વચ્ચે ખેડૂતનું ભોજનામંત્રણ મળ્યું, જેનો સ્વીકાર ખેતર ખેડવાનો શ્રમ જો ખેડૂત આપે તો જ શર્ત સાથે સ્વીકાર કર્યો. ખેડૂએ મંજૂરી આપી ને ધન્ય ભૂમિ ખેડી. પણ પુણ્ય તેજ કરતું હતું, તેથી ખેડતાં ધનનો ચરુ મળ્યો. બેઉ પોતપોતાની નિઃસ્પૃહતાના કારણે મળેલ ધનનો ત્યાગ કરવા લાગ્યા. ધન્ય તો ચરુ મૂકી ચાલ્યો ને ખેડૂએ રાજાને ફરિયાદ કરી. પુણ્યશાળી ધન્યના ભાગ્યનું ધન રાજાને પણ ઉદારષ્ટિ આપનાર થયું. ન્યાય તોળાયો જેથી તે ધનનો સંપૂર્ણ ઉપયોગ એક નવું નગર બનાવવા જ થયો. જેનું નામ આપવામાં આવ્યું ધન્યપુર. (૨) મંગલ-કળશ ચંપાનગરીના મંત્રીનો પુત્ર કોઢિયો હતો, પણ રાજાની અન્જાન દશાને કારણે રાજપુત્રી રૈલોકયસુંદરીના લગ્ન મંત્રીપુત્ર સાથે જ ગોઠવાણા. મંત્રીએ કુળદેવીને સાધી પોતાના કોઢી પુત્રને બદલે ઉજજૈન નગરીના શ્રેષ્ઠિ ધનદત્ત અને તેની શ્રીમતી સત્યભામાનો પુણ્યશાળી પુત્ર મંગલ-કળશ લગ્નવેળામાં દૈવી સહાયથી ઉપસ્થિત કરાવ્યો. રાજકુંવરી મંગલકળશને પરણી પણ શરત પ્રમાણે ધન મેળવી ખોટા લગ્ન કરી તે શ્રેષ્ઠિપુત્રને પાછા ઉજજૈની ફરવું પડ્યું. આ તરફ નવવધૂ રૈલોક્યસુંદરી પ્રથમ રાત્રિએ જ મંત્રીપુત્ર કોઢીને દેખી પડ્યુંત્ર જાણી ગઈ અને સ્વયં ચંપાનગરીથી પુરુષવેષમાં નાસી છેક ઉજજૈન આવી ગઈ. કલાચાર્ય પાસે જઈ પોતાના ખરા પતિને શોધી લીધો; વેશપલટો ફરી છોડી દઈ મૂળ સ્વરૂપમાં આવી ગઈ અને તેણીનું લગ્ન મંગલકળશ સાથે જ માન્ય ગણાયું. મંગલકળશને તો કશુંય કરવું [ ન પડ્યું. કન્યા તથા કંચન બેઉ પુણ્યપ્રભાવે સામેથી મળ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy