SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ] (૯) હળુકર્મી હસ્તિપાળ સાવ સરળ સ્વભાવી અને રાજકીય કાવાદાવાથી પર સાથે ધર્મમય જીવન જીવનાર હસ્તિપાળ રાજાએ એક રાત્રિએ આઠ સ્વપ્ન દેખ્યાં. દેખી ભય પામેલા તેમણે પોતાની જ કારકુનસભામાં પધારેલ પ્રભુ વીરને સ્વપ્નફળ પૂછી ભાવિ કાળની વાતો વિષે સમાધાન મેળવી લીધું. જે વર્ણન ફક્ત સાંભળતાં જ ભવવાસથી ધ્રુજી ઊઠેલો રાજા હસ્તિપાળ વૈરાગી બની ગયો. પ્રભુના છેલ્લા જ ચાતુર્માસ પૂર્વે જ દીક્ષા લઈ, સંયમનું શ્રેષ્ઠ ફળ મોક્ષ પણ મેળવી લીધું અને અંતે પ્રભુ વીર પણ નિર્વાણકાળ નિકટ જાણી હશુકર્મી હસ્તિપાળ રાજાની દાણ લેવાની શુલ્કશાળામાં પધાર્યા અને અંતિમ દેશના લાગટ સોળ પ્રહોરની દઈ નિર્વાણપદને પામ્યા. રાજવી હસ્તિપાળની દાણશાળા જાણે પવિત્ર થઈ ગઈ. [ જૈન પ્રતિભાદર્શન (૧૦) ચંડભૂજંગનો પ્રચંડ પુરુષાર્થ પ્રભુ વીરનું પરમ સાંનિધ્ય પામી સદાચારીઓ તો તરી જ ગયા છે, પણ તિર્યંચ જેવા પણ સદાચારી બની પ્રગતિનો પંથ પામી ગયા છે. જગત ઉપર અનહદ ઉપકારોની હેલી વરસાવતા પ્રભુ વીર અસ્ખલિતપણે વિચરતા હતા ત્યારે આગલા ભવના જૈન મુનિ જેઓ ક્રોધાવેશમાં શિષ્ય ઉપર પ્રહાર કરવા જતાં અપમૃત્યુ પામી જ્યોતિષ દેવલોકે જઈ કનકખલ નામના સ્થાનમાં પાંચસો તપસ્વીઓના કુલપતિના પુત્ર કૌશિક નામે થયેલ અને તે ભવમાં પણ શ્વેતાંબી નગરીના રાજકુમારોને હણવા જતાં પોતાની જ કુહાડીથી પોતે અપમૃત્યુ પામી ભવને હારી દૃષ્ટિવિષ સર્પ બન્યા હતા તેવા જીવાત્માને બોધ કરવા પરમાત્મા મહાવીરે ખાસ લક્ષ્યપૂર્વક તે જ સ્થાને પ્રવેશ કર્યો. ત્યાં આવી તે ચંડકૌશિક નાગના કાતિલ ડંખો ખમી ખાઈ વળતરમાં ‘બુઝબુઝ’ના ભવ્ય શબ્દો જ કહ્યા. ફક્ત પ્રભુના અલ્પાક્ષરોવાળા અલ્પ શબ્દો થકી જ દૃષ્ટિવિષ ભૂજંગ જાણે ક્રોધજંગમાં હાર પામી પ્રભુનો પ્રેમી બની ગયો. ઉપશમભાવમાં જ જાતિસ્મરણ જ્ઞાનવાળો થઈ ગયો અને પોતાથી પરભવ-આ ભવમાં થયેલ પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત કરવા અણસણ લઈ લીધું. ઠીક પંદર દિવસના ઉપવાસ કરી તિર્યંચ છતાંય સદાચારી બની, કીડીઓના વિષમ ડંખને પણ ખમી ખાઈ ક્રોધભાવનું વમન કરી કાયાની પણ માયાથી મુક્ત બની સમાધિમરણ પામી ગયો. પ્રભુ વીરે પણ તુચ્છ જેવા તિર્યંચને પણ ઉચ્ચ ગતિમાં જાણે મોકલી આપવા લાગટ પંદર દિવસ કાયોત્સર્ગ કરી સ્વયંની અમીદૃષ્ટિનું દાન કર્યું જેના પ્રભાવે—પ્રતાપે પ્રગતિ પામતો ભૂજંગ પોતાના જ પુરુષાર્થબળે છેક આઠમા સહસ્રાર દેવલોકનો દેવ બની ગયો. “સદાચારના સોગઠાં ક્યારેય હાર્યા નથી ને હારશે નહિ.” “તે સત્યની પ્રતીતિ માટે તમે પણ સદાચારી બનજો સહી.....’ MEOSIN Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy