SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૪૫ ગયા, તેટલામાં તો પરમાત્મા વીરની પધરામણી થઈ, ચડતા પરિણામે પણ રડતી આંખે પ્રભુને પ્રતિલાભતાં જ ચમત્કારોની હારમાળાઓ સર્જાણી. પંચ દિવ્યો પણ પ્રગટ્યાં ને દેવોએ ઘર આખાયને સુવર્ણવૃષ્ટિથી ભરી દીધું. રાજા શતાનિક અને રાણી મૃગાવતી બેઉ આવ્યાં. વસુમતીને પોતાની જ ભાણેજી તરીકે ઓળખી કાઢી, પછી જ્યારે વસુધારાનું ધન લેવા પ્રયત્ન કર્યો ત્યારે સૌધર્મ ઇન્દ્ર વારણ કર્યું જેથી તેમની આજ્ઞા પ્રમાણે ચંદનાએ સ્વેચ્છા જાહેર કરી તે ધન પોતાના પાલક પણ પ્રેમાળ પિતા જેવા ધનાવહને તે અપાવ્યું અને સ્વયં સદાચારને વફાદાર રહી રાજમહેલે ગઈ, પાછળથી દીક્ષા લઈ આત્મકલ્યાણ પણ સાધી લીધું. (૭) હિંસક યુદ્ધ પણ અહિંસક ભાવ પોતાની જ સાત સાત રૂપવંતી-ગુણવંતી પુત્રીઓને પરણાવવામાં પણ ઉદાસીન અને વૈરાગી ચેટક રાજા વૈશાલીના રાજા તથા પૃથા રાણીના પતિ હતા. શરણે આવેલ હલ્લ-વિહલ્લની રક્ષા કરવા ખાતર સત્યનો પક્ષ રાખી કણિકની સામે યુદ્ધમાં ઊતરવું પડ્યું જે લાચારી માની પ્રારક્ષાનું કર્તવ્ય નિભાવવા કર્યું પણ પોતાની સત્ય ટેક પ્રમાણે દસ દિવસમાં પ્રતિદિન ફક્ત એક જ બાણ ફેંકી કાળ-મહાકાળ વગેરે દસ કણિકભ્રાતાઓનો સંહાર કરી પાછા વળ્યા, પણ વધુ હિંસા ન થવા દીધી. પણ અંતે કણિકને મળેલ દેવતાઈ રક્ષણના કારણે જયારે તેમનાં અમોઘ બાણ પણ નિષ્ફળ જવા લાગ્યાં ત્યારે પોતાનું જ પુણ્ય પાતળું પડ્યું જાણી પીછેહટ ન કરતાં વિશાળા નગરીમાં પ્રવેશી જઈ દ્વારા બંધ કરાવ્યાં. છતાંય શત્રુ બનેલ કણિકે માગધિકા વેશ્યાથી કુલવાલક મુનિને ભ્રષ્ટ કરાવી જ્યારે બાર વરસના ઘોર સંગ્રામ પછી નગરીને જીતી લઈ ખેદાનમેદાન કરવાનો પ્રારંભ કર્યો ત્યારે સત્યપ્રતિજ્ઞ ચેટક રાજાએ અનશન કરી ગળે લોઢાની પૂતળી બાંધી ઊંડા જળમાં પડતું મૂક્યું. પણ આવા પ્રકારના મૃત્યુથી બચાવી લેવા ધરણેન્દ્ર રક્ષા કરી હોય તેમના ભવને રહી વૈરાગ્ય ભાવનામાં જ સત્યનો પક્ષ છાંડ્યા વિના આયુ પૂર્ણ થવાની વેળાએ ચારશરણા લઈ સમાધિમૃત્યુ પામી દેવલોકના ભાગી બન્યા, જેઓ આગામી ભવોમાં જિનધર્મ થકી જ પ્રગતિ પામી મોક્ષે પણ જશે. (૮) ધર્મયોદ્ધાનું કર્મયુદ્ધ કણિક સામેના યુદ્ધમાં પડી પોતાને હિંસાનું પાપ કરવું ન પડે તેથી ચેડા રાજાએ બાર અણુવ્રતધારી, છઠ્ઠને પારણે છઠ્ઠ કરનાર પોતાના અતિ આજ્ઞાંકિત વરુણ નાગરથી પત્રને આદેશ કર્યો. રાજાના અભિયોગથી રણે ઊતરી સેનાપતિપદ પામેલા વણે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે પ્રથમ પ્રહાર ન જ કર્યો. પણ તે પછી જ્યારે અશોકચંદ્રના સેનાપતિએ પ્રહાર કરી તેનું મર્મસ્થાન વીંધી નાખ્યું ત્યારે પ્રતિકારરૂપે વણ શ્રાવકશ્રેષ્ઠ પણ વળતો એક જ પ્રહાર કરી સામેના સેનાપતિને પરલોકવાસી બનાવ્યો. તરત પછી હિંસક ભાવ છોડી ઉપશમભાવમાં આવી રણમેદાન છોડી ઘાસનો સંથારો કરી સર્વ જીવોને ખમાવી, પાપોનું મિથ્યા દુષ્કૃત કરી, ચતુર્વિધ શરણું સ્વીકારી નવકારના જાપપૂર્વક દેહ ત્યાગી દીધો. ધર્મયોદ્ધાએ પોતાનાં જ કર્મો સામે યુદ્ધ નોતરી ચાર પલ્યોપમવાળો પ્રથમ દેવલોકનો ભવ મેળવ્યો જ્યાંથી આવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ દેવગતિ પછી જ આવતા ભવે સિદ્ધગતિ પામશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy