SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૪૯ બનવાનું નિયાણું કરી સાતમા દેવલોક જઈ ચ્યવી વસુદેવ તરીકે રૂપવંતી કાયામાં જન્મ લીધો. તેમને દેખી અનેક કન્યાઓ મોહાવા લાગી ને સામે ચડી પરણવા લાગી. તેમને ઉપાડી અંગારકે આકાશમાંથી ફેંક્યા તો પુણ્યબળે સરોવરમાં પડ્યા. સૂર્પણખા નામની વૈરીણી સ્ત્રીએ હરણ કરી ફેંક્યા તો તૃણના ઢગ ઉપર પડ્યા. જરાસંઘના સુભટોએ ચામડાની ધમણમાં નાખી પર્વત ઉપરથી ગબડાવ્યા તો વેગવતી નામની ધાત્રી માતાએ અધ્ધર ઝીલી લઈ બચાવ્યા. ક્યાંક કોઈકે તેમને બાંધી લીધા, કેદ કર્યા ને ત્રાસ આપવા પ્રયત્ન પણ કર્યો તોય દરેક કટુ પ્રસંગોમાંથી સાહજિક રૂપે મુક્ત થઈ અનેક નારીઓના વલ્લભ બન્યા. સુખભોગમાં સંપૂર્ણ જીવન વિતાવી તપનું પુણ્ય માણ્યું. (૭) કરકંડુ ચાંડાલપુત્ર છે તેમ જાણી તેને મારી નાખવા આવેલ બ્રાહ્મણોથી બચાવી લેવા કરકંડુના પિતાએ સપુત્ર-પરિવાર પ્રામાંતર કર્યું, પણ પુણ્યના તેજપ્રભાવે કરકંડ ચાંડાલ મટી રાજા બની ગયો અને પોતાના ચાંડાલ મિત્રો તથા સગાંને પણ બ્રાહ્મણ બનાવ્યા. નાની મોટી આફતો વચ્ચે પણ પુણ્યથી પ્રવ્રજ્યા સુધી પહોંચી આત્મકલ્યાણ સાધ્યું. જન્મ કરકંડનો પુણ્ય પ્રતાપે ચિત્ર-વિચિત્ર સ્થિતિમાં થયેલ, કારણ કે તેની માતા પદ્માવતી ગર્ભાવસ્થામાં હાથીના ઉપદ્રવને કારણે છૂટી પડેલ અને તે જ કારણે દીક્ષા પણ થયેલ, ત્યાર પછી ગુપ્ત ગર્ભનો પ્રસવ થયો જે કરકંડ નામે ઓળખાયો. ચરમભવી હોવાથી તે જ ભવમાં મોક્ષ થયો, પણ પ્રત્યેકબુદ્ધ પણ બનવાનો લ્હાવો મળ્યો. ગોકુળના વાછરડાની ત્રણ અવસ્થાથી ભાવિત થઈ વૈરાગ્ય થયો. તપતપતા પુણ્યથી લાક્ષણિક જન્મ પામેલ કરકંડ વિલાક્ષણિક રીતે વૈરાગ્ય- વાસિત થયેલ હતા. (૮) વાસુદેવ શ્રીકૃષ્ણ જન્મ થયો ત્યારે દેવોએ રક્ષણ કર્યું ને કંસના બાળવયથી બચાવવા ચોકીદારોને નિદ્રાવશ કર્યા, છત્ર ધર્યું, પુષ્પવૃષ્ટિ કરી ઉગ્ર આઠ દીવાઓ મૂક્યા. દેવતાઈ શક્તિથી બળદ બનાવી નગરીના દ્વારા ખોલી નાખ્યા. બચપણમાં રમતા કૃષ્ણને મારી નાખવા શકુનિ તથા કટપૂતના ખેચ આવી પડી તો દેવે રક્ષા કરી તેણીને મારી નાખી. અનેક પ્રકારના ભય વચ્ચે પણ નિર્ભયપણે ઊછરી દેવોની સહાયતાથી વિશ્વવલ્લભ બનનાર આ જ વાસુદેવ શ્રીકૃષ્ણ આવતી ચોવીશીમાં તો બારમા તીર્થંકર અમમ નામે થઈ મોક્ષે સિધાવશે. આગલા ભવનું પુણ્ય બે ડગ આગળ ચાલતું હોય તેવા પુણ્યશાળીને તો પગલે પગલે નિધાન પ્રાપ્ત થાય ને? (૯) દશપુરેશ વજકર્ણકૃપ માથું નમાવવું પડે તો ફક્ત દેવ-ગુરુ અને સાધર્મિક, અન્યને તો નહિ જોવી પ્રતિજ્ઞા કરનાર વજકર્ષે પોતાના ઉપરી રાજ માલવપતિ સિહોદરને નમવું ન પડે તેથી યુક્તિપૂર્વક પોતાની આંગળીમાં પહેરેલ વીંટીમાં પ્રતિમા જડાવી દીધી ને નમનના બહાને પરમાત્માને નમવા લાગ્યો. પણ કોઈક ખળપુરુષ થકી તે વાતની માહિતી સિહોદરને મળતાં જ તેણે વજકર્ણને મારી નાખવાનો વિચાર કર્યો. પણ પરમાત્માભક્તિના પુણ્ય થકી વજકર્ણને સિહોદરના કોપની માહિતી એક રાજચોરના માધ્યમે મળી ગઈ, જેથી તે ચેતી ગયો. તેણે રાજા સિંહોદરને ધન ગ્રહણ કરી ધર્મપ્રતિજ્ઞા અખંડ રાખવાની રજૂઆત કરી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy