________________
૧૫૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
અભિમાની સિંહોદરે તેની મૂળ વાત ન છોડી અને વજ્રકર્ણની પ્રતિજ્ઞા ભાંગવા નગરીને ઘેરો ઘાલ્યો. રાજવિગ્રહના કારણે દશપુર નગરી ઉજ્જડ થવા લાગી ત્યારે જોગાનુજોગ રામ અને લક્ષ્મણ ત્યાં પધાર્યા. વજકર્ણની પ્રતિજ્ઞામાં ન્યાય અને નીતિ જાણી શ્રીરામે લક્ષ્મણને મોકલી રાજા સિંહોદરને યુદ્ધ કરી હંફાવ્યો અને કેદ કરી લઈ વજકર્ણ પાસે માફી મંગાવી. આમ પ્રભુભક્તિના પ્રભાવે-પ્રતાપે વિપત્તિઓનાં વાદળ દૂર થયાં અને વજ્રકર્ણની પ્રતિજ્ઞા અભંગ રહી.
(૧૦) રાજા સંપ્રતિ
આગલા ભવમાં ફક્ત અડધા દિવસના ચારિત્રને પાળી અનુમોદના ભાવમાં મરણ પામનાર એક ભિખારીનો જીવ બીજા જ ભવમાં રાજપુત્ર સંપ્રતિ બન્યો. રાજા અશોકના પુત્ર કૃણાલે તો ગેરસમજના પાપોદયે આંખો ગુમાવી દીધી હતી, તેવા અંધ કૃણાલને ત્યાં જ ચારિત્રધર્મનો અનુમોદક ભિક્ષુકનો જીવ રાજપુત્ર તરીકે જનમ્યો ને ઉગ્ર પુણ્યોદયના કારણે ફક્ત દશ દિવસની ઉમ્રમાં જ દૂધપીતી અવસ્થા છતાંય રાજાની પદવી પામ્યો. પ્રજાનો પણ તેના પ્રતિ પ્રેમ રહેવાથી નિર્વિઘ્ન યુવાવસ્થાએ પહોંચ્યો અને પુણ્યાનુબંધી પુણ્ય થકી ૧। લાખ જિનાલયો તથા ૧। ક્રોડ જિનબિંબો ભરાવનાર પુણ્યશાળી પાડ્યો.
પુણ્યના પસાયે ન ધાર્યું પણ ધાર્યું થાય છે અને પુણ્યશાળીને તો ભૂત પણ રળી આપે છે. માટે જ તો સંસ્કૃતમાં ઉક્તિ છે.... પુષ્લેન હિન પુરુષો 7 માતિ ।’’ પુણ્યના પ્રતાપે જ પરમાત્મા શાસનની સ્થાપના કરે છે, જે શાસન પણ પરમાત્માના વિયોગ પછી પણ પરમાત્માએ કરેલ સાધના-આરાધનાના પુણ્યથી અવિચળ ચાલે છે.
સંસ્કૃતિ રક્ષક પ્રતિભા-દર્શન
આર્ય દેશની સંસ્કૃતિના આદ્યપ્રણેતા આદેશ્વર પ્રભુ ગણાય છે, જેમણે સ્ત્રીપુરુષોની સંપૂર્ણ કળા ઉપરાંત શિલ્પશાસ્ત્રના જ્ઞાનદાન વડે આર્યક્ષેત્રમાં જીવનવ્યવસ્થાની સ્થાપના નિર્લેપ ભાવે કરી. પણ આ જ આર્યભૂમિમાં પ્રભુ આદીશ્વરથી પૂર્વે પણ સંસ્કૃતિનો સુવિકાસ સારી રીતે થયેલ હતો, કારણ કે તે પૂર્વે પણ આર્યક્ષેત્ર અનેક પવિત્રાત્મા તીર્થંકરોથી પાવિત અને ભાવિત થયેલો છે.
જ્યારે જ્યારે સારો કાળ અહીંના ભરતક્ષેત્રમાં પ્રવર્તે ત્યારે ત્યારે સાધુ-સંતોના માધ્યમે આર્યભૂમિમાં સંસ્કારોનું સુસિચન સદા થતું રહે છે અને આદર્શ જીવનનાં જીવનમૂલ્યો સનાતન હોવાથી કાયમ રહે છે. સંસ્કૃતિના ઘડવૈયા કહેવા કરતાં આવા રક્ષકોને સંસ્કૃતિના રખવૈયા કહી નવાજીએ તે યોગ્ય છે.
નિમ્નલિખિત રખવૈયાઓના જીવનનું જમણું પાસું ખાસ જાણવાં-માણવા જેવું છે, જેના કારણે અત્યાર સુધી લીલીછમ દેખાતી સંસ્કૃતિની ખેતી તેઓના સિંચનનું જાણે ફળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org