SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] (૧) વૈદ્યરાજ જીવાનંદ જંબુદ્રીપના મહાવિદેહ ક્ષેત્રના ક્ષિત-પ્રતિષ્ઠિત નગરના વાસી સુવિધિ નામના વૈદ્યનો તે પુત્ર હતો. તેના મિત્ર તરીકે રાજપુત્ર મહીધર, મંત્રીપુત્ર સુબુદ્ધિ, સાર્થવાહપુત્ર પૂર્ણભદ્ર, શ્રેષ્ઠિપુત્ર ગુણાકર ઉપરાંત નગરશેઠપુત્ર કેશવ નામે થયા. [ ૧૫૧ એકવાર એક રાજપુત્ર મુનિરાજ છઠ્ઠને પારણે ગોચરીએ પધાર્યા ત્યારે તેમનો દેહ કૃમિકૃષ્ઠ રોગથી વ્યાપ્ત જાણી મહીધરે જીવાનંદને સ્વાર્થ છોડી સાધુની નિઃસ્વાર્થ સેવા કરવા માટે ટોણો માર્યો, જેથી વૈદ્યપુત્રે સ્વમાન જાળવવા મુનિરાજની સેવાભક્તિ કરવા નિર્ધાર્યું. પોતાના ઔષધાલયથી લક્ષપાક તેલ આપી મિત્રોના માધ્યમે મૂલ્યવાન રત્નકંબલ, ગોશીર્ષચંદન અને સ્વાભાવિક મૃત ગાયનું ક્લેવર મંગાવી નિઃસ્પૃહી મુનિરાજને નિરોગી બનાવ્યા. બચી ગયેલ વસ્તુઓ વેચી નાખી સુવર્ણ લીધું જેનો ઉપયોગ પણ જિનાલય બનાવવામાં કરી નાખ્યો. સાધુસેવા ખૂબ ફળી. તે જ ભવમાં સંસ્કારો વિકસાવી છએ મિત્રોએ ચારિત્ર લીધું–પાળ્યું ને છેક બારમા દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવી જીવાનંદનો જીવ તો જંબુદ્રીપના પૂર્વવિદેહની પુષ્કલાવતી વિજયની પુંડરીકિણી નગરીમાં વજ્રસેન તીર્થંકરનો પુત્ર પણ ચક્રવર્તી બન્યો. પોતાના તીર્થંકર પિતા પાસે જ સંયમ લઈ સુંદર પાળ્યું ને તીર્થંકર નામકર્મ બાંધ્યું. તે પછી છેક સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાન વિષે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ તરીકે જન્મ લઈ છેલ્લા ભવમાં મરુદેવાનંદન આદિનાથ બન્યા. પૂર્વભવોથી લાવેલ પરોપકારી ભાવના થકી સમસ્ત જીવરાશિના કલ્યાણ માટે આ ભરતક્ષેત્રમાં વ્યવહારધર્મની પ્રરૂપણા કરી અને સ્વયં તેમાં પણ નિરાગી રહી વૈરાગી બની શુદ્ધ સંયમબળે વીતરાગી બન્યા અને પ્રથમ તીર્થંકરનું ગૌરવવંતું પદ પણ પામ્યા. પૂર્વભવના અન્ય મિત્રો અનુક્રમે ભરતચક્રી, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી અને શ્રેયાંસકુમાર બન્યા. પ્રભુ આદિનાથે સંસ્થાપેલ જીવનપદ્ધતિ ઉપર આજે ય શાંતિ ને સદાચારમય જીવનધારા ચાલે છે. (૨) ભગીરથ અને ભાગીરથી આ અવસર્પિણીકાળના દ્વિતીય તીર્થંકર પ્રભુ અજિતનાથ તેમના જ કાકાઈ દીકરાભાઈ સગર થયા. ચક્રી સગરને પ્રાપ્ત સ્રીરત્ન સુકેશા હતી. તે છોડી અન્ય ચોસઠ હજાર સ્ત્રીઓ થકી ઉત્પન્ન થયેલ સાઠ હજાર પુત્રોમાં ચક્રીપુત્ર જકુમાર પિતાની આજ્ઞા લઈ અષ્ટાપદે આવ્યા ને પોતાના પૂર્વજ ભરતચક્રી દ્વારા બંધાયેલ સુંદર જિનાલય દેખી-પેખી ભાવવિભોર બની જિનાલયની રક્ષા માટે(અષ્ટાપદની ચારે તરફ દંડરત્નથી ખાઈ ખોદાવવા લાગ્યા. હજાર યોજન ઊંડી ખાઈ થતાં નાગકુમારોનાં ભવનો તૂટવા લાગ્યાં, તેથી નાગરાજ જ્વલનપ્રભ પ્રકોપિત થઈ ગયો. પણ તેમ બનવા પાછળ તીર્થરક્ષાની ભાવના દેખી ક્રોધ શાંત કર્યો. પણ ફરી જ્યારે જકુમારે તીર્થરક્ષાના પ્રશસ્ત લોભમાં તે જ ખાઈમાં ગંગાનાં નીર ઉતાર્યાં ત્યારે ભવનોમાં પાણી ઊતરી આવવાથી અત્યંત ક્રોધાવેશમાં જકુમાર સહિત સાઠેય હજાર ચક્રીપુત્રોને અગ્નિથી ભસ્મ કરી દીધા. સમૂહમરણના સમાચાર ચક્રીને યુક્તિપૂર્વક આપ્યા તો ય સગરચક્રી શોકમુક્ત ન થઈ શક્યા. આવી તકલાદી ક્ષણો વખતે ગ્રામવાસીઓને પાણીના પૂરના ભયથી મુક્ત કરવા ચક્રીએ પોતાના પૌત્ર ભગીરથને નગ૨૨ક્ષાનું કાર્ય સોંપ્યું. જપુત્ર ભગીરથે અષ્ટાપદે જઈ પરિસ્થિતિ નિહાળી જ્વલનપ્રભનું લક્ષ્ય સાધી અનુમતપ કર્યો, જેના પ્રભાવે નાગરાજને પણ હાજર થવું પડ્યું. પ્રસન્ન બનેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy