________________
૧૫ર 7
[ જેને પ્રતિભાદર્શન
| નાગરાજે ગંગાના પાણીને પૂર્વસમુદ્રમાં ઉતારી દેવા અનુમતિ આપી. જે કાર્યને ભગીરથે ભગીરથ પ્રયત્ન વિના જ દંડરત્નની સહાયતાથી સાવ સરળતાપૂર્વક પાર ઉતાર્યું. ડૂબતાં ગામ-નગરો બચી ગયાં ને ગંગાના ઘસમસતા પ્રવાહને સુવેગ મળ્યો જેના કારણે આજે પણ જ્યાં ગંગા નદી વહે છે ત્યાં ત્યાં સંસ્કૃતિનો વિકાસ સારો થયો છે. ગંગાનું બીજું નામ ભાગીરથી પણ સાર્થક જ છે.
(૩) સ્વમાની નમિ-વિનમિ પ્રભુ આદિનાથજી સાથે ચારિત્ર ગ્રહણ કરનાર કચ્છ અને મહાકચ્છિ વગેરે ચાર હજાર રાજાઓ પ્રભુની સાથે તપોવૃદ્ધિ ન કરી શક્યા તેથી સંયમધર્મ ત્યજી દઈ સ્વેચ્છાએ કંદમૂળ, ફળાદિકનો આહાર લઈ જીવનનિર્વાહ કરવા લાગ્યા અને જટાધારી તાપસો બની ગયા. ત્યારથી જ બસ આ આર્યક્ષેત્રમાં તાપસધર્મની પ્રવર્તન થઈ છે અને આજ લગી તે તાપસીમાં પણ અનેક પ્રતિભાવંત સંતો સામાજિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રમાં નામ-કામથી યશોગાથા નોંધાવી ગયા છે.
પ્રભુની દીક્ષા વખતે પ્રભુથી દૂર ગયેલા નમિ-વિનમિએ પાછા વળતાં પિતામુનિ કચ્છ-મહાકચ્છને મળી તાપસી દીક્ષા વિષે જાણી લીધું અને પોતા માટે પૃથ્વી માગવા પ્રભુ પાસે ગયા ત્યારે મૌની મુનિશ્રેષ્ઠ આદેશ્વરજી કશુંય બોલ્યા નહિ. તેથી પ્રત્યુત્તરની વાટ જોતા બેઉ અતિ વિનયયુક્ત થઈ ખગ લઈ પ્રભુની સેવા કરવા તેમની અડખે-પડખે ઊભા રહેવા લાગ્યા, જે દેખી નાગેન્દ્ર ધરણેન્દ્ર પ્રસન્ન થઈ પ્રભુભક્તિના વળતર રૂપે ગૌરી-પ્રજ્ઞપ્તિ વિદ્યા ઉપરાંત વૈતાઢ્યની બે શ્રેણિઓમાં સ્થાન આપ્યું. જ્યાં અનુક્રમે નામવિનમિ વિદ્યાધરોના રાજા બન્યા.
સ્વમાન સાથે જીવી રહેલા તેમના વરસોના વસવાટ પછી જ્યારે ચક્રવર્તી બનવા ચાલેલ ભરત રાજા સાથે ટક્કરમાં આવ્યા ત્યારે પોતાનું ભાવિ ગૌરવ અખંડિત રાખવા બાર વરસ સુધી યુદ્ધ કરી લડત આપી, પણ અંતે હાર થવાથી સુભદ્રા નામે સ્ત્રીરત્ન ચક્રીને આપી અને ઋણમુક્ત થઈ સ્વમાનને અભંગ રાખવા ઋષભદેવ પ્રભુ પાસે વૈરાગ્યયુક્ત ચારિત્ર લઈ લીધું. નીતિ ને ન્યાયના ટેકીલા ક્યારેય પોતાનું શીર્ષ શા માટે નમાવે?
(૪) કુળવાન ઇક્વાકુ કુળ પરમાત્મા ઋષભદેવનો વંશ સર્વ વંશોમાં શ્રેષ્ઠ ગણાયો છે, કારણ કે તેમાં અનેક પરાક્રમી પુરુષો પાકયા છે. જેઓએ યુવાનીમાં અર્થ ને કામ પુરુષાર્થ સાધ્યો જ્યારે પ્રૌઢાવસ્થામાં ધર્મ અને છેક મોક્ષ પુરુષાર્થ સાધી સ્વકલ્યાણની સાધના પણ કરી છે. તે જ કુળમાં અસંખ્ય વરસો વીતી ગયા પછી વીસમા મુનિસુવ્રતસ્વામી પ્રભુના શાસનમાં થયેલ આ ઘટના ખાનદાન કુટુંબની ખાનદાની વિષે કંઈક અનેરું માર્ગદર્શન આપે છે.
રાજા વિજયના બે પુત્રોમાં વજબાહુ ઇભવાહન રાજાની કન્યા મનોરમાને પરણ્યો. અયોધ્યા તરફ નવવધૂ સાથે વળતાં સાળો ઉદયસુંદર પણ સાથે ચાલ્યો. વચ્ચે ગુણસાગર નામના મુનિરાજને ટેકરી ઉપર સૂર્યની આતાપના લેતા દેખી વજબાહુનું મન આકર્ષાયું, જે જાણી સાળા ઉદયસુંદરે મશ્કરી કરતાં કહી દીધું, “કુમાર! હજુ તો સંસાર માંડ્યો છે, હવે શું છાંડવાનો પણ છે? લાગે છે તમે દીક્ષા લેશો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org