SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૫૩ વજબાહુથી પણ સહજ બોલાઈ ગયું, ‘એમાં ખોટું શું છે? મનથી એવું જ ઇચ્છું છું.' ફરી પાછા સાળાએ વચનભંગ ન કરવા મીઠી ટકોર કરી ત્યારે વજબાહુ તો સ્વમાની બની નવપરણેતાનો પણ વિચાર કર્યા વગર સંયમ લેવા તૈયાર થઈ ગયો. મુનિરાજે મંગલિક સુણાવી માંગલિક કર્યું જેના પ્રભાવે મશ્કરી કરનાર ઉદયસુંદર, નવવધૂ મનોરમા અને બીજા પચ્ચીશ રાજકુમારોએ પણ સાથે જ સંયમ લીધું. ઇક્વાકુ કુળમાં ધન્ય પુરુષો તો થયા જ હતા–તેમાં આ ઘટનાએ ઉમેરો કર્યો. (૫) રાવણપુત્રોની રૌદ્રતા-રમ્યતા ભવો પૂર્વે નિર્ધન બંધુ ભવદત્ત મુનિ પાસે દીક્ષિત થઈ અનુક્રમે પાંચમા દેવલોકે ગયા. ત્યાંથી એવી રાજપુત્ર બની ફરી દીક્ષા પ્રભાવે બારમા દેવલોક જઈ પ્રતિવાસુદેવ રાવણના પરાક્રમી પુત્રો ઈન્દ્રજિત અને મેઘવાહન બન્યા. - રાવણપુત્ર અક્ષનો વધ થયા પછી હનુમાન સામે ઇન્દ્રજિત ઘસી આવ્યો, જેને વિવિધ શક્તિઓ હોવાથી હનુમાનને નાગપાશાસ્ત્રથી બંધનમાં લીધો ને રાવણ સમક્ષ પ્રસ્તુત કર્યો. પાછળથી રામે છેડેલ લંકા ઉપરના ધર્મયુદ્ધમાં આ જ રાવણપુત્રોએ રક્ષક બની પ્રતિકાર કર્યો. વચ્ચે કુંભકર્ણ પકડાયો ત્યારે યુદ્ધમાં ઊતરતા પિતા રાવણને થોભાવી ઇન્દ્રજિતે બાજી સંભાળી. ઘમાસાણ યુદ્ધ કરી સીતાના ભાઈ ભામંડલ ઉપરાંત સુગ્રીવને બાંધી લીધા. યુદ્ધના મોરચે રૌદ્રતાનો પરિચય આપનાર બેઉ ભ્રાતાઓ જાણતા હતા કે તેના પિતા રાવણનું યુદ્ધ અનીતિનું છે, છતાંય પોતે પોતાના ઉપકારી પિતાને પક્ષે પ્રજારક્ષા હેતુ લડતા રહ્યા. જ્યારે રામના પક્ષે વિભીષણે યુદ્ધની દોર સંભાળી ત્યારે પોતાના સગા કાકા સામે ન થવાનો ન્યાયસંગત માર્ગ લઈ રક્તગંગા વહાવવાને બદલે રણભૂમિમાંથી પગ પાછા વાળ્યા. અંતે રાવણનો વધ થયો ત્યારે શ્રીરામે રાવણને વીર પુરુષ તરીકે અંજલિ આપી તેમના બેઉ પુત્રોને રાજ્ય પાછું આપવા તૈયારી કરી. તેટલામાં પિતા રાવણના ન્યાયી પુત્રોએ તે રાજમોહ છોડી કાકા વિભીષણને જ રાજ્યભાર આપવા સુખદ સૂચન કરી સ્વયં સંયમન સરળ માર્ગ સ્વીકાર્યો અને પિતાના નામને આવેલ કલંક ભૂંસાડવા જાણે ઉગ્ર સાધના કરી કેવળી બની મોક્ષ પણ મેળવ્યો. ખાનદાન કુળની પરંપરામાં કોઈ એક પરાક્રમી ભૂલ કરે તોય પરિવારના અન્ય સદસ્યો સંસ્કૃતિની વિકૃતિમાં ન સપડાઈ ખાનદાની સાચવી લેતા હોય છે. (૬) અતિથિ-સત્કારથી સંસારનિસ્તાર આર્યદેશની અનુપમ સંસ્કૃતિમાં એક અનોખું તત્ત્વ જે અનાર્ય પ્રજા માટે પણ આદર્શનું કારણ બન્યું છે, તે છે અતિથિ-સત્કાર. વગર કોઈ ઓળખાણ કે પીછાણ, બહારગામથી આવેલ અતિથિ એટલે જેના આવવાની કોઈ તિથિ-વાર નિશ્ચિત નહિ તેવી વ્યક્તિના પ્રતિ આદર-બહુમાન-લાગણી જેના કારણે પારસ્પરિક પ્રેમમાં વધારો-ઉમેરો તથા ગુણોનું આદાન-પ્રદાન વગેરે ઉજવળ તક પ્રાપ્ત થાય છે. જંબૂદ્વીપના પશ્ચિમવિદેહમાં મહાવપ્ર વિજયની નગરીમાં નયસાર નામનો ગ્રામચિંતક જેના જીવનમાં | ધર્મનો સૂર્ય ઉદય પામ્યો ન હતો, તેવો ધર્મમાર્ગનો અજાણ તે એકવાર જંગલમાંથી લાકડાં લેવા ગયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy