SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ર ) [ જૈન પ્રતિભાદર્શન એક વખત યુગધર નામના મુનિને શુભ ધ્યાનમાં ચઢતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. વનપાળે વધામણી આપતાં રાજા પરિવાર સહિત ત્યાં જઈને બેઠો. દેશનાના અંતે કેવલી ભગવંતને પૂછ્યું કે--પ્રહયોગથી બાર વર્ષનો દુકાળ પડવાનો હતો, તો આમ કેમ ન થયું? ત્યારે કેવલી ભગવંતે કહ્યું કે---આ ભરતમાં જ પુરિમતાલ નામનું નગર છે. ત્યાં એક શ્રેષ્ઠીપુત્ર વસતો હતો. તેને ભયંકર રોગ થયો પણ ધર્મી હોવાથી તે ગુરુ પાસે આવી છ વિગઈનો ત્યાગ કરે છે, ચતુર્થવ્રત પણ ઉચ્ચરે છે. તે ધીરે ધીરે રોગમુક્ત થતાં ધર્મમાં લીન બન્યો. કાળક્રમે મરીને દેવલોકમાં ગયો, ત્યાં પણ જિનપૂજા, સ્નાત્ર વગેરે રચે છે. હવે તે વિચારવા લાગ્યો કે હું અહીંથી આવી જિનધર્મયુક્ત કોઈ શ્રાવકને ત્યાં જન્મે તો સારું. અને હે રાજન્! કેવલી ભ. કહ્યું : તારા જ નગરમાં સુબુદ્ધિ નામના શ્રાવકની ધર્મવતી નામની પત્નીના ઉદરથી પુત્રરૂપે તે દેવ જન્મ્યો છે. આમ બાર વર્ષનો દુકાળ જે સુકાળમાં પરિણમ્યો તે આ પુન્યશાળીના જન્મવાથી થયો છે. રાજા પણ તે સાંભળીને સુબુદ્ધિના ઘરે જઈને તે બાળકને નમસ્કાર કરે છે ને તેનું નામ ધર્મકુમાર એવું રાખે છે. તેની સ્તુતિ કરતાં રાજા પોતાના સ્થાને ગયો. ધર્મકુમાર અનેક કન્યાઓને પરણીને ભોગોને ભોગવતો રહે છે. પછી સુગુરુ પાસે દીક્ષા લઈ સંયમ પાળતાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં, ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડતાં અનુક્રમે મોક્ષે સિધાવ્યા. ( રણજૂર રાજા રણશુર ભારે વાસનાપ્રિય! છતાં પર્વ તિથિના પૌષધના પ્રભાવે કરીને પાંચમાં દેવલોકનો દેવ બન્યો, વળી મહાવિદેહમાં જઈ મોક્ષે જશે....પાપી કાયમ પાપી નથી રહેતો...નિમિત્ત મળતા તેય તરી જાય છે. વાંચો ત્યારે આ કથા... આ પૃથ્વી પર કાંચનપુર નામની નગરી છે. ત્યાં મહાપરાક્રમી રણશૂર નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને શ્રીકાંતા નામની પટરાણી હતી. તે રાણી ઉપર એટલો બધો આસક્ત હતો કે તેને સમયનું પણ ભાન ન રહેતું. એક વખત સભામાં કોઈ સુભટ અદશ્ય રીતે કહેવા લાગ્યો કે, હે રાજન! તું વિષયવાસનામાં આસક્ત છે. તને તારા આત્માનું ભાન નથી. તું જિનધર્મનું આરાધન કેમ કરતો નથી? તું શું યમરાજથી ડરતો નથી! તને સેના વગેરેનો ગર્વ છે તો આવી જા યુદ્ધ કરવા. ક્રોધાન્ધ રાજાથી પ્રેરાયેલા જ્યાં રાજસેવકો તેને મારવા દોડે છે ત્યાં રાજાના કેશ પકડી આકાશમાર્ગે ઉડ્યો. એક વનમાં તેને મૂક્યો. રાજા ત્યાં પોકાર કરવા લાગ્યો. એટલામાં આમ્રવૃક્ષ નીચે મુનિને જોઈ તેની પાસે ગયો. દેશના સાંભળતાં અન્ને રાજાએ પૂછ્યું કે-હે ભગવન્! મને આવા ભયંકર જંગલમાં કોણ મૂકી ગયું? “ ત્યારે મુનિવરે કહ્યું કે, હે રાજન! પાંચમા દેવલોકમાં વાસ કરનાર અમૃતપ્રિય નામનો એક દેવ છે તે અહીં મને વાંદવા આવ્યો હતો. તેણે પૂછ્યું કે મારા ચ્યવન થયા પછી મારા વિમાનમાં દેવપણે કોણ ઉત્પન્ન થશે? ત્યારે મેં તેને કહ્યું કે રણજૂર નામનો રાજા તારા વિમાનમાં ઉત્પન્ન થશે. ત્યારે તે બોલ્યો કે હે પૂજ્ય! તે તો તેની રાણીમાં આસક્ત છે. ધર્મનું નામ પણ જાણતો નથી. ત્યારે મેં કહ્યું કે અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy