SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૫૩ આવવાથી તે રાજા મારાથી પ્રતિબોધ પામશે. માટે હે રાજન! તે દેવ તને પકડી અહીં લાવ્યો છે. તેથી તું ઉભયલોકમાં કલ્યાણ માટે જિનેશ્વરપ્રણીત ધર્મને સ્વીકાર ને જન્મ સફલ કર. ત્યારે રાજાએ સમ્યક્ત્વ સહિત બાવ્રતનો સ્વીકાર કર્યો. રાજાએ ‘પર્વ દિવસોમાં હું પૌષધ કરીશ” તેવો વિશેષ નિયમ લીધો ત્યારે દેવે તેની સ્તુતિ કરીને તેને પોતાના સ્થાને પહોંચાડ્યો. એક વખત પોતાની શ્રીકાંતા પટરાણીને નહીં જોતાં ચિંતાતુર રાજા જ્યોતિષીને તે વિષે પૂછે છે. ત્યારે જ્યોતિષીએ કહ્યું કે તમોને ઉત્તર દિશામાં મળશે. તે પ્રમાણે રાજા ઉત્તર દિશામાં ધનંજય નામના યક્ષના મંદિરમાં આવ્યો. એ દિવસે ચૌદશ મહાપર્વ હોવાથી રાજાએ પૌષધ લીધો. ત્યાં દેવોએ ઘણા ઉપસર્ગ કર્યા તો પણ ચલાયમાન ન થયો. ત્યારે દેવે પ્રત્યક્ષ થઈને કહ્યું કે--- વૈતાઢ્ય પર્વતના દક્ષિણ ભાગમાં ગગનવલ્લભ નગર છે. ત્યાંના ખેચરાધિપતિએ તારી રાણીનું અપહરણ કર્યું છે. ને તે દષ્ટ હમણાં મરણ પામ્યો છે. તારી રાણીને હમણાં હું લઈ આવે છે. એ પ્રમાણે કહીને દેવ શ્રીકાંતાને લઈ આવ્યો અને બંનેને તેઓના નગરમાં પહોંચાડ્યા યક્ષે સુવર્ણમણિ વિ.ની વર્ષા કરી. રાજાની સ્તુતિ કરીને પોતાના સ્થાને ગયો. રાજા પણ ધર્મનું આરાધન કરી બ્રહ્મ દેવલોકમાં અમૃતપ્રિય નામનો દેવ થયો. ત્યાંથી અવી મહાવિદેહમાં જઈને મોક્ષે જશે. ( સમિત્ર મંત્રી ) ઘર્મનિષ્ઠા જીવલેણ ઉપસર્ગને પણ ટાળે છે. દેશાવગાસિક વ્રત ઉપર નિષ્ઠ મંત્રી રાજાના કોપ સામે વ્રતની રક્ષા કરવા મંત્રી મુદ્રા પાછી આપે છે. છતાં આખર વિજય તો મંત્રીનો જ થાય છે. એટલું જ નહીં, મંત્રી જીવલેણ દુશ્મનોની સાજીશમાંથી બચી જાય છે. ઘર્મો રક્ષતિ રક્ષિત! આનું નામ... શ્રીચંદ્રા નામની નગરીમાં તારાપીડ રાજાને સુમિત્ર નામનો મંત્રી હતો. મંત્રી જિનધર્મનો અત્યંત રાગી હતો. પૂજા, ધર્મશ્રવણ, પ્રતિક્રમણ, તપ, વગેરેની આરાધના કરતાં મંત્રી આનંદપૂર્વક દિવસ પસાર કરે છે. પણ રાજાને તે ગમતું નહીં. રાજા કહેતો કે આવું અદ્ભુત રૂપયોવન વિ. તપસ્યાથી શા માટે વ્યર્થ કરે છે. મંત્રી યુક્તિપૂર્વક રાજાને સમજાવતો. આવી રીતે રાજા-મંત્રી વચ્ચે ધર્મની ચર્ચાઓ ચાલતી. એક વખત ચૌદશનું પર્વ હોવાથી મંત્રીએ અભિગ્રહ ધારણ કર્યો કે મારે ઘરની બહાર આજે નીકળવું નહીં. દેશાવગાસિક ધારી તે રાત્રે પણ ઘરે રહ્યો. અહીં રાજાએ વિશિષ્ટ કાર્ય માટે મંત્રીને બોલાવવા દૂતને મોકલ્યો. પણ મંત્રીએ આવવાની ના પાડી. રાજાએ ગુસ્સે થઈને દૂતને કહ્યું કે મારી આજ્ઞા જ મંત્રી ન માને તો મંત્રી મુદ્રા તું લઈ જજે. - હવે તે દૂતે ત્યાં જઈને મંત્રીને વાત કરી. મંત્રીએ વિચાર્યું કે વ્રત આગળ મંત્રી મુદ્રા શું કામની! એમ વિચારી મંત્રી મુદ્રા-વસ્ત્રાભૂષણ વિ. તેને આપી દીધા. દૂતને આવી વસ્તુ મળી તેથી તે જ બનાવટી મંત્રી બનીને લોકોને આદેશ કરવા લાગ્યો. મનમાં ખુશ થતો તે દૂત સ્વયં મંત્રી બનેલો જેવો રાજા પાસે જાય છે તે પહેલાં તો કોઈ સુભટોએ તેને મારી નાંખ્યો અને સર્વ લૂંટી લીધું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy