________________
૪૫૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
આ સાંભળી રાજા ક્રોધાયમાન થઈને બોલ્યો કે, મારા દૂતને નિમકહરામ મંત્રીએ મારી નાંખ્યો માટે હે સુભટો! તેનું મસ્તક કાપી નાંખો.
જ્યાં દૂત મરેલો પડ્યો હતો ત્યાં રાજા આવ્યો ને વિદેશી વીરોને ત્યાં જોઈ વિસ્મયથી પૂછ્યું કે હે વીરો! તમે ક્યાંથી આવો છો? અને તમારી આવી દશા કેવી રીતે થઈ? ત્યારે તેઓ બોલ્યા કે, હે રાજન! અમારા રાજાના દુર્ભાગ્ય યોગે મનોરથ ન ફળ્યો. રાજાએ પૂછ્યું કે શાના મનોરથ ને કેવા રાજા?
વીરો બોલ્યા કે, હે મહારાજા! ધારાવાસ નગરમાં સુરસેન રાજા રાજ્ય કરે છે. તેની પાસે આપનો સુમિત્ર મંત્રી પ્રતિવર્ષ દંડ લેતો હતો. તેથી અમારા રાજાની આજ્ઞાથી તેને મારવા આવેલા, પણ આ કપટી મંત્રીને સુમિત્ર સમજી અમોએ મારી નાંખ્યો. તે સાંભળીને રાજા મંત્રીના ઘરે આવ્યો. મંત્રી પાસે ક્ષમા માંગી ને કહ્યું કે, હે મંત્રીશ! જો તમો આજે ઘર બહાર નીકળ્યા હોત તો તમારું જરૂર મૃત્યુ થાત.
રાજાએ પૂર્ણચંદ્ર નામના ગુરુ પાસે જઈને શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. રાજા અને મંત્રી બંને ઉત્તમ કાર્ય કરી સ્વર્ગે ગયા. ક્રમે મહાવિદેહ ક્ષેત્રમાં જઈને મોક્ષને પામશે.
( ઉદયન રાજા
ઈતિહાસમાં અનેક પાત્રો થઈ ગયા છે. બરોબર વિરોધી બે બિંદુનું સંગમસ્થાન એટલે રાજા ઉદયન અને મુનિ વિનયરત્ન, તો ત્રીજુ મધ્યબિંદુ આચાર્ય ઘર્મઘોષ...એક મુનિવેશધારી રાજાનું પૌષધ દરમ્યાન ખૂન કરે..અને રાજા સમાધિને વરે... તો ગુરુ ઘર્મઘોષ શાસનની અપભાજના ટાળવા પોતાની જાતે મૃત્યુને વરે. આ ગજબ વૃતાંત વાંચો...
રાજગૃહી નગરીમાં કોણિક રાજા રાજય કરે. તેને પદ્માવતી રાણીથી જન્મેલ ઉદયનકુમાર ઘણો પ્રિય થઈ પડ્યો. તે રાજકુમાર ધીરેધીરે મોટો થતાં તેના પિતા ચક્રવર્તી બનવા માટે તમિસ્રા ગુફામાં ગયા. ત્યાંના દેવે કોણિકને ભસ્મસાત કર્યો. તેની ગાદીએ ઉદયન રાજકુમારનો અભિષેક થયો. પણ પોતાના પિતાની યાદ આવવાથી તેને બીજે નગરી વસાવી. તેનું નામ પાટલીપુત્ર રાખવામાં આવ્યું. તે દાનવીર અને ધર્મવીર હતો. તેઓની ધર્મક્રિયાથી જિનધર્મની પ્રશંસા ચારે દિશામાં થઈ. પોતાના ઘરે પૌષધશાળા કરાવીને પર્વતિથિએ પૌષધ કરતાં. એકવાર એક ખંડિયા રાજાએ ખંડણી ના ભરતા રાજાએ તેની સાથે ભયંકર યુદ્ધ કર્યું. અને તે રાજા યુદ્ધમાં માર્યો ગયો. તેના પુત્રને ઉદયન રાજા ઉપર વૈર જાગ્યું ને અવંતીના રાજા પાસે સહાય માંગી. પણ ઉદયન રાજાના પુન્યપ્રતાપના કારણે તે ફાવ્યો નહીં.
જૈનમુનિઓ પર્વતિથિએ તેને પૌષધ લેવડાવવા મહેલમાં પૌષધશાળાએ આવતા. તે જોઈને એક સુભટે ખંડિયા રાજાને વાત કરી. તેથી તેને મારવાનો ઉપાય જડી આવ્યો અને એક વ્યક્તિને ધર્મઘોષસૂરિ મ. પાસે દીક્ષા અપાવી. તેનું નામ વિનયરત્ન આપવામાં આવ્યું. તેણે ઓધામાં છરી સંતાડી રાખેલ. આચાર્ય મ.નો તે એટલો બધો વિનય કરે કે સૌનો પ્રિયપાત્ર બની ગયો.
- એક વખત આચાર્ય મ. પર્વતિથિના દિવસે રાજાને પૌષધ લેવરાવવા મહેલમાં ગયા. તેની સાથે | વિનયરત્ન પણ ગયેલ. રાત્રિના આચાર્ય મ. તથા રાજા પ્રતિક્રમણ અને સંથારા પોરસી કરીને સૂતા ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org