SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૫૫ વિનયરત્ન જે બનાવટી સાધુ બનેલ ને રાજાનું ખૂન કરવા આવેલ તેને લાગ જોઈને ઉંઘતા એવા રાજાને પોતાના ઓઘામાંથી છરી કાઢીને ગળાથી ધડ અલગ કરીને નાંખી ગયો. રાજાનું લોહી આચાર્ય મ.ના સંથારા પાસે આવતાં કાંઈક ગરમ લાગ્યું તેથી તેઓશ્રી જાગી ગયા ને જોયું તો ઉદયન રાજાનું ખૂન થયેલ. પછી વિનયરત્નને શોધ્યો તો તે મલ્યો નહીં. તેથી આચાર્ય મ. વિચાર કર્યો કે આને જ રાજાનું ખૂન કર્યું છે અને હવે સવારે લોકો દેખશે તો જિનશાસનની ઘોર નિંદા થશે. તેમને ક્ષણવારમાં નિર્ણય કરી ચાર શરણ વિ. સ્વીકારીને તે જ છરી પોતાનાં ગળા ઉપર ફેરવી દીધી અને સમતા-શાંતિથી મૃત્યુ પામીને સ્વર્ગે સિધાવ્યા. સવારના પહોરમાં લોકોએ આ જાણ્યું ને કોઈ શત્રુપક્ષના બનાવટી સાધુ બનીને બંનેનું ખૂન કર્યુ છે તેમ માન્યું. વિનયરત્નની તપાસ કરતાં તેનો પત્તો લાગ્યો જ નહીં. તેને ઉજ્જૈન પહોંચી રાજાને ખૂનનાં સમાચાર આપ્યા. શત્રુરાજાએ તે સાંભળીને તેને તિરસ્કાર કર્યો કે ધર્મના ઓઠે, ધર્માત્માનું ખૂન કર્યું માટે હે અધમ, પાપી ! અહીંથી ચાલ્યો જા. તે અભવીનો જીવ એવા વિનયરત્નની કદર્થના થઈ ને દુર્ગતિમાં ગયો અને ધર્મવીર એવા ઉદયનરાજા સ્વર્ગે ગયા. જીરણ શેઠ ‘ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન' આ પંક્તિને સત્ય રીતે સમજવા આ જીરણ શેઠની કચા અવશ્ય વાંચવી. વિશાલાનગરનાં વનખંડમાં પૂજ્ય મહાવીરસ્વામી ચોમાસુ રહ્યા. ચારે માસનાં ઉપવાસથી ઘોર સાધના માંડેલી. ત્યાં જીરણ નામનો શેઠ રહેતો હતો. તે રોજ ભગવાનને વંદના કરવા આવતો ને પારણા માટે પધારવા વિનંતી કરતો. જીરણ શેઠ રોજ ભાવના ભાવતા કે પૂ. ભગવંતને આજે પારણુ હશે ને મને મહાન લાભ મળશે. અને મારે ત્યાં પધારશે. એમ કરતાં ભગવંતને ચારમાસી તપ થઈ ગયો તો જરૂર ભગવંત પારણું ક૨શે, તેથી ફરી ફરીને આજીજીપૂર્વક પારણા માટે વિનંતી કરી ને ઘેર જઈને સ્વાગત માટે તૈયારી કરી કે હમણાં જ પ્રભુ મારે ત્યાં પધારશે. મોતીના થાળ લઈને પ્રભુજીને વધાવવા બારણે રાહ જોઈ રહ્યો છે. આ પ્રમાણે શુભ ભાવના ભાવતા તે શેઠે બારમા દેવલોકને યોગ્ય કર્મ બાંધ્યું પણ ભગવંત તો અભિનવ શેઠને (તે જ શેરીના નાકે રહેલાને) ત્યાં પધાર્યા ને પારણું કર્યું. અહો દાનમ્ ! અહો દાનમ્! એ પ્રમાણે પંચદિવ્ય પ્રગટ થયેલા જોઈને ભગવાને તેને ત્યાં પારણું કર્યુ. તેથી જીરણ શેઠની વિચારધારા તૂટી પડી, કે નક્કી ભગવાને બીજે પારણું કર્યુ છે. હું અભાગી, નિષ્કુણ્ય, અધની છું, કે જેથી મારે ત્યાં પ્રભુ પધાર્યા નહીં. કોઈક વખતે જ્ઞાની ગુરુ મ. તેના ગામમાં પધારતા, રાજાએ ગુરુ મ.ને વંદન કરીને કહ્યું કે મારું નગર વખાણવા લાયક છે. કારણ, અભિનવ જેવા પુન્યવંત વસે છે. જેને ત્યાં પ્રભુએ પારણું કર્યું, મારું નગર ધન્ય બની ગયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy