SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ) [ ૬૭૯ તેમનાં પત્ની વીરબાઈ સં. ૧૯પરના વૈશાખ સુદિ ૩ના રવિવારે મુંબઈમાં મૃત્યુ પામ્યાં. તેમણે કરેલા વસિયતનામા અનુસાર સર વશનજી અને હીરજી ઘેલાભાઈએ વીરબાઈ પાઠશાળા, ગ્રંથભંડાર, શ્રી વિપ્રભુ જિનાલય બંધાવી ઉમદા કાર્ય પાર પાડ્યું. પાઠશાળામાં અનેક વિષયોના નિષ્ણાંત પંડિતોને રોકીને સાધુ-સાધ્વીઓને અભ્યાસ કરાવવામાં આવતો. શેઠના મુનીમના પ્રયાસોથી ડુંગર ઉપર વલ્લભકુંડ, ગામમાં ગૌશાળા વગેરે સ્થાપ્યાં, જેમાં કેશવજીશેઠે તથા નરશીશેઠે ઘણી મદદ કરેલી. નરશીશેઠની સામાજિક કારકિર્દી અજોડ હતી. તેઓ ૧૨ જૂન સન ૧૯OOમાં પૂના ખાતે મૃત્યુ પામ્યા. જ્ઞાતિના પ્રથમ બંધારણીય પ્રમુખ તરીકે તેઓ જ્ઞાતિના ઇતિહાસમાં અમર બની ગયા છે. કચ્છના અર્વાચીન કુબેર તરીકે પંકાયેલા કેશવજીશેઠને જૈન સમાજ કદીયે ભૂલશે નહીં. તેમણે ઉદાર સખાવતોથી જગડૂશાહની કીર્તિ પ્રાપ્ત કરી તથા લખલૂટ નાણું ધર્મક્ષેત્રે વહાવીને પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું, જે તેની ભવ્યતાથી સુથરીની પંચતીર્થીમાં સ્થાન પામ્યું છે. સં. ૧૯૮૦ના માઘ સુદિ પના સોમવારે ત્યાં દંડમહોત્સવ થયો. યતિ સૂરચંદ હરખચંદ તથા તેમના શિષ્યો મણિલાલ, મોહનલાલ અને ધનજીએ અહીંનાં ધર્મકાર્યોમાં સારો ફાળો આપ્યો. અહીં ઘણી પ્રતિમાઓ સં. ૧૯૨૧ની અંજનશલાકા વખતની છે. ગુજરાતના બોરસદના વિશા ઓશવાળ રણછોડ, હરગોવિંદ, ચુનીલાલ તથા કલ્યાણજી દયાળજીએ રત્નસાગરસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથ જિનાલય બંધાવી સં. ૧૯૧૪ના શ્રાવણ સુદિ ૧૦ના શુક્રવારે પ્રતિષ્ઠા કરાવી. એ કુટુંબના છગન ઘેલાએ પણ પ્રતિષ્ઠાકાર્યો કર્યા. જિનાલયની શિલા-પ્રશસ્તિમાં આ કુટુંબનું વંશવૃક્ષ મળે છે. કચ્છમાં મગુઆનામાં સંઘે સં. ૧૯૧૭માં આદિનાથ જિનાલય બંધાવ્યું. વડસરમાં ગુણસાગરજીના ઉપદેશથી હરધોર કરમશીએ સં. ૧૯૧૮માં શ્રી પાર્શ્વજિનાલય બંધાવ્યું. શ્રાવકોની વસ્તી ન રહેવાથી જિનાલયનું ઉત્થાપન કરી પ્રતિમાઓ નલીઆમાં લાવવામાં આવ્યાં છે. વારાપધરમાં નાંગશી દેવાંધે તથા કેશવજી ગોવિંદજીએ સં. ૧૯૧૮માં શ્રી આદિજિનાલય બંધાવ્યું, જેનો જીર્ણોદ્ધાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા થયો. સં. ૨૦૨૨ ના વૈશાખ સુદિ ૨ના શુક્રવારે તેની શતાબ્દી ઊજવાઈ. બારોઈમાં હેમા અરજણે અને લધા જીવણે સં. ૧૯૧૮માં શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું, જેનો જીર્ણોદ્ધાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા થયો. સાંધાણમાં રત્નસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૯૧૯માં ગોશર વરધોર જેતશી કરમણે શ્રી સંભવનાથ જિનાલય તથા સં. ૧૯૨૭માં લાડણ આશારીઆ અને લખમશી આશારીઆએ શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યાં. અહીંનાં જિનાલયોનો જીર્ણોદ્ધાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા થયો. કાંડાગરામાં ગોરજી આણંદજી માતાજીના પ્રયાસથી સંઘે સં. ૧૯૨૧માં શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું, જેનો શતાબ્દી મહોત્સવ એકાદ લાખ કોરીના ખરચે સંઘે ઊજવ્યો. બાંડીઆમાં રાઘવજી વેરશીએ સં. ૧૯૨૨માં શ્રી વિમલનાથ જિનાલય બંધાવ્યું, જેનો સં. ૨૦૦૬માં માઘ સુદિ ૧૦ના ગુરુવારે જીર્ણોદ્ધાર થયો. સં. ૧૯૨૨માં સાંધવમાં કાનજી ભારમલે શ્રી શાંતિનાથ જિનાલય તથા ડમરાના સંઘે શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યાં. ચીઆસરમાં સંઘે સં. ૧૯૨૭માં શ્રી આદિ જિનાલય બંધાવ્યું. કોડાયમાં નથુ હંશરાજની ભાર્યા ચાંપાબાઈએ સં. ૧૯૨૮માં શ્રી અનંતનાથ જિનાલય, કોટડી મહાદેવપુરીમાં સંઘે શ્રી કુંથુનાથ જિનાલય તથા પન્નીમાં શ્રી ચંદ્રઘંભુ જિનાલય બંધાવ્યાં. જખૌના ખોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy