SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૦ ] [ જૈન પ્રતિભાદર્શન કાનજી લખમશી ભાર્યા રાણબાઈ પુત્ર મૂલજીએ સં. ૧૯૨૧ની અંજનશલાકા વખતે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (જુઓ વિદ્યાવિજયકૃત “મારી કરછ યાત્રા.') કોઠારા તીર્થના પ્રણેતા શેઠ વેલજી માલ તથા શેઠ શિવજી નેણસી કચ્છી દશા ઓશવાળ જ્ઞાતીય, લોડાયા ગોત્રીય માલુ મેઘજી કેશવાણીની પત્ની વાલબાઈની કૂખે સં. ૧૮૬૫માં એમનો જન્મ કોઠારામાં થયો હતો. એમના પિતા માંડવી બંદરમાં મજૂરી કરતા હતા. પાછળથી ત્યાંના ગુલાબશાહને ત્યાં માત્ર વાર્ષિક પાંચસો કોરીના પગારે નોકરી સ્વીકારી. પુત્ર વેલજી ખૂબ જ તોફાની હોઈને તેઓ દુઃખી થતા. તે બારેક વર્ષનો થતાં તેના મામા ગોધરાના શામજી સારંગને ત્યાં મુંબઈમાં મોકલી પિતાએ સંતોષ અનુભવ્યો. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના પાંચમા શેઠ શિવજી નેણશી લોડાયા ગોત્રીય, કોઠારાના વતની હતા. શિવજી શેઠ અને તેમના બંધુ પદમશી મુંબઈ ક્યારે આવ્યા તે ચોક્કસ કહી શકાતું નથી. સં. ૧૮૯૦ ની આસપાસ આવ્યા હોવાનું અનુમાન થાય છે. શરૂઆતમાં તેઓ બંદરમાં મજૂરી કરતા. થોડો અનુભવ મળતાં પડાવો બંધાવી માલની હેરફેરનું કામ કરતા થયા. એ વખતે સ્ટીમરો ખાસ ન હોવાથી નાના પડાવો દ્વારા જ માલ જતો-આવતો. આ ધંધામાં એમને સારો નફો થયો. એમનું સૌથી યાદગાર કાર્ય તો એમણે બંધાવેલો શ્રી શાંતિનાથ પ્રભુનો જિનપ્રાસાદ છે. આ મંદિર કોઠારામાં જ નહીં, સમગ્ર કચ્છમાં સર્વોત્કૃષ્ટ અને સમગ્ર પશ્ચિમ ભારતમાં આ શૈલીનું બેનમૂન સ્થાપત્ય છે. સં. ૧૯૧૪માં જિનાલય બંધાવવાનો તેમણે પ્રારંભ કર્યો. સં. ૧૯૧૮માં એનું કામ પૂર્ણ થયું. ત્યારબાદ વેલજીશેઠે સ્નેહી, સંબંધી, સ્વધર્મી પર કંકોતરી મોકલી મોટો સંઘ કાઢ્યો. શત્રુંજય ગિરનારની હજારો લોકોને યાત્રા કરાવી. મોરબી સંઘ કચ્છ આવ્યો. કોઠારામાં અપૂર્વ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. એ પ્રસંગે શ્રમણ સમુદાય પણ સારી સંખ્યામાં ઉપસ્થિત રહેલો. નવટુંકનો મેળો કરવામાં આવેલો. - આ તીર્થરૂપ જિનાલયમાં શેઠ વેલજી માલુનો આઠ આના ભાગ, શેઠ શિવજી નેણસીનો છ આના ભાગ તથા શેઠ કેશવજી નાયકનો બે આના ભાગ હતો. વર્તમાન જૈનોમાં કાંઈક જાગૃતિ-બોધની શરૂઆત કરનાર જૈન શ્રત પ્રસારક શ્રાવક ભીમશી માણેક દશા ઓશવાળ, મંજલ રેલડીઆના વતની ભીમશી માણેકે જૈન શ્રુત પ્રસારક તરીકે અજોડ કીર્તિ પ્રાપ્ત કરી છે. તેઓ માત્ર સાહિત્ય-પ્રકાશક જ નહોતા, વિવિધ શાસ્ત્રોના સારા અભ્યાસી પણ હતા. પોતાની કારકિર્દીની શરૂઆત તેમણે વ્યવસાયક્ષેત્રે કરેલી. માલશી શિવજીની પેઢીમાં તેઓ ભાગીદાર હતા. એ પેઢી ખોટમાં જતાં તેમણે કુંવરજી ભીમશીના નામે વ્યાપાર શરૂ કર્યો. તેમાં પણ ખોટ આવતાં તેમણે ગ્રંથ-પ્રકાશક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. તેમણે સં. ૧૯૨૧માં મુંદ્રાના કેશવજી નામના શ્રાવકને પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો ખરીદવા પૂર્વપ્રદેશોમાં મોકલ્યો. કેશવજી ગુજરાત, મારવાડ, કાશી વગેરે પ્રદેશો ફરીને રૂ. ૧૦OOO=00ના ગ્રંથો ખરીદી એક વર્ષે પાછો આવ્યો. એ બધા ગ્રંથોનું અધ્યયન કરી ભીમશી માણેકે તે પ્રકાશિત કરવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy